________________
તેઓ ક્યારેય બંધ કરતા નથી. અર્થા જ્ઞાનાવરણીયાદિ કર્મપુલોનું તેઓ તે રીતે ગ્રહણ કરતા નથી. તેથી ગ્રંથિનો ભેદ કર્યા પછી કોઈ વાર તેવા પ્રકારના સકલેશના કારણે સમ્યત્વથી પડવા છતાં તે મિથ્યાદષ્ટિના પરિણામ સારા છે. કારણ કે તેઓ અલ્પસ્થિતિવાળો કર્મબંધવિશેષ કરે છે. ગ્રંથિનો ભેદ કર્યા પૂર્વે અને પછી : આ બંન્ને અવસ્થાઓમાં બાહ્ય અસ અનુષ્ઠાન પ્રાયઃ સમાન હોવા છતાં કર્મબંધમાં વિષમતા ઘણી છે. મિથ્યાત્વપ્રત્યયિક કર્મબંધ હોવા છતાં એકત્ર અધિક કર્મબંધ અને બીજે અલ્પર્મબંધ એમાં મુખ્યપણે તે તે આશયવિશેષ જ કારણ છે, જે ગ્રંથિનો ભેદ ન થવાના અને થવાના કારણે છે.
આ વિષયમાં યોગબિંદુકારશ્રીએ ફરમાવ્યું છે કેભિન્નગ્રંથિક આત્માઓને ત્રીજું અનિવર્સિકરણ હોય છે. આ ત્રણ કરણના લાભના કારણે, સમ્યગ્દષ્ટિ એવા તે આત્માઓને કોઈ વાર સમ્યત્વથી પડવા છતાં પણ ગ્રંથિનું ઉલ્લંઘન કરીને જે સિત્તેર કોટાકોટિ સાગરોપમાદિ પ્રમાણ સ્થિતિવાળો કર્મબંધ આગમમાં જણાવ્યો છે તે કર્મબંધ થતો નથી.
આ રીતે ગ્રંથિનું ઉલ્લંઘન કરીને ભિન્નગ્રંથિક મહાત્માઓ કર્મબંધ કરતા નથી, તેથી સામાન્યથી મહાબંધની અપેક્ષાએ તેઓના પરિણામ; મિથ્યાત્વનો ઉદય હોવા છતાં સારા છે. મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ જણાવેલી છે. જેમણે ગ્રંથિને ભેદી નથી એવા
GEEEEEEEEEEEEE
\EFEEDGENEFENDED