Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ પ્રાપ્તિ થાય છે. ૧૫-૮।। K સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી કોઈ વાર સફ્લેશવિશેષના કારણે સમ્યગ્દર્શનથી પતન થાય તોપણ ગ્રંથિભેદના સમયે થતા કર્મબંધથી અધિક કર્મબંધ થતો નથી-એ જણાવાય છે. અર્થાર્ ગ્રંથિભેદના કારણે પ્રાપ્ત થનારી સિદ્ધિને જણાવાય છે पतितस्यापि नामुष्य, ग्रंथिमुल्लङ्घ्य बन्धनम् । स्वाशयो बन्धभेदेन, सतो मिथ्यादृशोऽपि तत् ।। १५-९।। ‘“આ ભિન્નગ્રંથિવાળા(ગ્રંથિનો ભેદ જેમણે કર્યો છે તે) આત્માને; સમ્યગ્દર્શનથી પતન થાય તોપણ; ગ્રંથિનો ભેદ કરતી વખતની કર્મસ્થિતિનું ઉલ્લંઘન કરીને કર્મ(જ્ઞાનાવરણીયાદિ)નો બંધ થતો નથી. તેથી સમ્યગ્દર્શનથી પતન પામેલા મિથ્યાદષ્ટિ હોવા છતાં તેમણે ગ્રંથિનો ભેદ કરેલો હોવાથી કર્મબંધવિશેષના કારણે તેમનો આશય સારો છે.’’-આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ગ્રંથિનો ભેદ કરનારા આત્માઓને ભિન્નગ્રંથિક કહેવાય છે. તેઓ કોઈ વાર તેવા પ્રકારના સફ્લેશના કારણે સમ્યગ્દર્શનના પરિણામથી પરિભ્રષ્ટ પણ થાય; તોપણ ગ્રંથિભેદ કરતી વખતે જે કર્મસ્થિતિનો તેઓ બંધ કરતા હતા, તેનું ઉલ્લંઘન કરીને સિત્તેર કોટાકોટિ વગેરે સાગરોપમ પ્રમાણ કર્મોની સ્થિતિનો CEEDIN ૧૫ G

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66