________________
અભિન્નગ્રંથિક આત્માઓ જ એવો ઉત્કૃષ્ટ સ્થિતિવાળો કર્મબંધ કરે છે. ભિન્નગ્રંથિક આત્માઓ તો મિથ્યાદષ્ટિ હોય તો ય એક કોટાકોટી સાગરોપમ પ્રમાણ પણ કર્મબંધ કરતા નથી.
તેથી ભિન્નગ્રંથિક અને અભિન્નગ્રંથિક : આ બન્નેમાં કર્મબંધને આશ્રયીને જે ભેદ છે તેનું ચોક્કસ કારણ પરિણામવિશેષ છે. બાહ્ય અર્થોપાર્જનાદિ અસદ્ અનુષ્ઠાન તો પ્રાય: તુલ્ય(સમાન) જ હોય છે. પરિણામને આશ્રયીને તેમાં થોડો ફરક હોવાથી પ્રાયઃ એ બન્ને આત્માઓના અનુષ્ઠાનમાં ભેદ નથી પરંતુ તુલ્ય છે- આ પ્રમાણે જણાવ્યું છે.
ઉત્કૃષ્ટ કર્મસ્થિતિના બંધ વડે; ભિન્નગ્રંથિવાળા જીવો ગ્રંથિનું ઉલ્લંઘન કરતા નથી... ઈત્યાદિ અર્થને જણાવનારાં વચનોને અનુસરનારા સિદ્ધાંતીઓના મતને આશ્રયીને ઉપર જણાવેલી વાત સમજવી. કર્મગ્રંથના મતને અનુસારે ભિન્નગ્રંથિવાળા આત્માઓ ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કોટાકોટિ... વગેરે)નો પણ કર્મબંધ કરે છે પરંતુ ઉત્કૃષ્ટ રસનો કર્મબંધ કરતા નથી. તેથી તેમના પરિણામ સારા છે-એમાં કોઈ જ વિવાદ નથી... ઈત્યાદિ સમજી લેવું. I૧૫-૯
BALABA અન્યદર્શનકારોએ પણ જીવોની એવી અવસ્થા જે વર્ણવી છે તે અવસ્થા અહીં સમ્યગ્દષ્ટિ આત્મામાં સદ્ગત છે : તે જણાવાય છે
) A[ G) BEDDED, Dj Daણ ૧૦ DિED]D]D]\ D]D]DF\ D]