Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ અહીં શ્લોકાર્થ સમજવા માટે એ યાદ રાખવું જોઈએ કે-અનાદિકાળથી જીવને કર્મનો યોગ છે. મિથ્યાત્વ અવિરતિ... વગેરે હેતુઓને લઈને જીવ સમયે સમયે કર્મબંધ કરે છે. અનવરતપણે આ કર્મબંધનો પ્રવાહ ચાલુ છે. અત્યાર સુધીમાં જે કર્મો બંધાયાં છે; એ બધાં કર્મોની સ્થિતિનો જો વિચાર કરીએ તો સમજાશે કે અનંતકાળનો એ કર્મનો સંચય છે. નદીઘોળપાષાણન્યાયે (અથડાતા અથડાતા જેમ નદીમાંના પથ્થરો ગોળ સુંવાળા થઈ જાય છે તેમ) જ્યારે આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ; એક કોડાકોડી(એક કરોડ X એક કરોડ = એક કોડાકોડી) સાગરોપમથી થોડી ન્યૂન વર્ષ પ્રમાણ થાય છે ત્યારે જીવને ગ્રંથિદેશની પ્રાપ્તિ થાય છે. કુદરતી રીતે પ્રાપ્ત થયેલી સ્થિતિના કારણે જીવને ગ્રંથિદેશે આવેલા કહેવાય છે. અભવ્યોના આત્માઓ પણ આવી સ્થિતિ અનંતી વાર પામે છે. આ કાળ દરમ્યાન જીવને યથાપ્રવૃત્તિકરણ હોય છે. આ રીતે ગ્રંથિદેશે આવેલા જીવો ગ્રંથિને ઓળખવા વગેરેનો પ્રયત્ન ન કરે તો કોઈ વાર કર્મસ્થિતિને વધારીને ‘ગ્રંથિદેશ’થી પાછા બહાર પણ જતા રહે છે. અહીં સુધી આવેલા જીવો પણ ગ્રંથિને ઓળખવા માટે સમર્થ બને જ એવું નથી બનતું. આ યથાપ્રવૃત્તિકરણ પછી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય તો જ તેઓ રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિને ઓળખી શકે છે. ગ્રંથિને ઓળખ્યા પછી એ પરિણામનું ઉલ્લંઘન DEESE C ૧૩

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66