________________
કરી ગુરુદેવાદિની પૂજા, સમ્યગ્દષ્ટિ આત્માઓ કરે છે. તેમ જ આ પૂજા કરતી વખતે તેઓ પોતાની શક્તિનો પૂર્ણપણે ઉપયોગ કરે છે, સહેજ પણ છુપાવતા નથી. આને જ શક્તિનું અનતિક્રમણ કહેવાય છે. શક્તિ ઉપરાંત કરવું તેને શક્તિનું અતિક્રમણ કહેવાય છે અને શક્તિને છુપાવ્યા વિના જેટલી શક્તિ છે તેટલી ઉપયોગમાં લેવી, તે શક્તિનું અનતિમણ છે.
કાર્યાન્તરના પરિહારથી અને પોતાની શક્તિના અનતિક્રમણથી કરાતી ગુરુદેવાદિની પૂજા ભાવના પ્રાધાન્યવાળી છે. ભોગી જનને સ્ત્રીરત્નમાં જેટલું બહુમાન છે; તેના કરતાં અનંતગુણ બહુમાન સમ્યગ્દષ્ટિ આત્માને ગુરુદેવાદિની પ્રત્યે હોય છે. એ બહુમાન સ્વરૂપ જ અહીં ભાવ છે. આવા ભાવના પ્રાધાન્યવાળી ગુરુદેવાદિપૂજા સમ્યગ્દષ્ટિ આત્માનું લિડું છે-એમ શ્રી તીર્થંકર પરમાત્માએ વર્ણવ્યું છે. સંસારના સુખ કરતાં અનંતગુણ સુખ જ્યાં છે તે મોક્ષ પ્રત્યે બહુમાન હોવાથી ગુરુદેવાદિની પ્રત્યે એવું બહુમાન હોય-એ સમજી શકાય છે. મોક્ષ સારભૂત લાગે તો તેનાં સાધક દરેક સાધનો પ્રત્યે ભાવનું પ્રાધાન્ય હોય જ-એમાં કોઈ જ શક્કા નથી. સાધનની પ્રાપ્તિની ખરેખર જ ચિંતા નથી; ચિતા સાધ્યના પ્રાધાન્યની છે. ૧૫-દો
88888 ઉપર જણાવ્યા મુજબનાં શુશ્રુષાદિ લિડ્યોથી જણાતું સમ્યગ્દર્શન જે રીતે થાય છે તે જણાવાયું છે
D|DDED UNDE, LEGE
BEDED]D] DESET DE DID