Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ત્યારે પણ પૂર્વની(વૃતપૂર્ણ ભોજનની) ઈચ્છાના(પ્રબળ ઈચ્છાના) સંસ્કાર તો પડ્યા જ હોય છે. તેથી અન્યની ઈચ્છાના સમયમાં પણ પ્રબળ ઈચ્છાનો વાસના (સંસ્કાર) સ્વરૂપે નાશ થતો નથી. ૧૫-પા SEXAVE ગુરુદેવાપૂિજા સ્વરૂપ ત્રીજા લિંગનું વર્ણન કરાય છેगुरुदेवादिपूजाऽस्य, त्यागात् कार्यान्तरस्य च । भावसारा विनिर्दिष्टा, निजशक्त्यनतिक्रमात् ॥१५-६॥ “પોતાની શક્તિ ન છપાવવાના કારણે અને બીજા કામનો ત્યાગ કરવાના કારણે આ સમ્યગ્દષ્ટિ આત્માની ગુરુદેવ વગેરેની પૂજા; ભાવસારા-બહુમાનવાળી શ્રી તીર્થકર પરમાત્માએ વર્ણવી છે.”-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યગ્દષ્ટિ આત્મા દ્વારા કરાતી ગુરુદેવાદિની પૂજા ભાવથી સારભૂત વર્ણવી છે. કારણ કે તે પૂજા, ગૃહસ્થોચિત ત્યાગ(દાન) અને ભોગ વગેરે કાર્યોના પરિહારથી કરવામાં આવે છે. ગુરુદેવાદિની પૂજાના સમયે એ કાર્યો, પ્રતિબંધ કરતાં નથી. ગુરુદેવાદિની પૂજાને પડતી મૂકીને તે કાર્યો કરાતાં નથી. પરંતુ જરૂર પડે એ કાર્યોને પડતાં મૂકી ગુરુદેવાદિની પૂજા કરી લેવામાં આવે છે. સામાન્ય રીતે ગૃહસ્થજીવનમાં કંઈકેટલાંય કાર્યો કરવાનાં હોય છે. એ બધાં સાચવીને ગુરુદેવાદિની પૂજા કરવાનું થોડું અઘરું છે. આવા પ્રસંગે કાર્યાતરનો પરિહાર A DEESEEDS)DNESDED

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66