________________
પડતા વિપાકવાળા) ચારિત્રમોહનીયકર્મના ઉદયે ચારિત્ર ધર્મને પ્રતિકૂળ એવા વ્યાપારાદિના કારણે અન્યથા પણ શરીરની ચેષ્ટા(પ્રવૃત્તિ) હોય છે. અંતઃકરણની પરિણતિ ચારિત્રધર્મની સ્પૃહા સ્વરૂપ હોવા છતાં તેને પ્રતિકૂળ એવી શરીરની ચેષ્ટા સ્વરૂપ પ્રવૃત્તિ હોય-એ બનવાજોગ છે. કર્મની ગતિ વિચિત્ર છે. ૧૫-૪
BESAR સમ્યગ્દષ્ટિ આત્માને મનમાં ચારિત્રધર્મ પ્રત્યે અત્યધિક રાગ હોય તો કર્મના યોગે પણ શરીરથી અન્યથા (ચારિત્રધર્મને પ્રતિકૂળ) પ્રવૃત્તિ કરે તો ચારિત્રધર્મ પ્રત્યે થોડો મંદ રાગ છે એમ કેમ ના મનાય ? તે જણાવાય છેतदलाभेऽपि तद्रागबलवत्त्वं न दुर्वचम् । पूयिकाद्यपि यद्भुङ्क्ते, घृतपूर्णप्रियो द्विजः ॥१५-५॥
સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રનો લાભ ન થાય તોપણ “મનમાં ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા તેમને પ્રબળ છે-' આ પ્રમાણે કહેવાનું દુષ્ટ નથી. કારણ કે પૂયિકાદિ(કુથિત રસવાળી ઘેસ વગેરે)ને વાપરનાર બ્રાહ્મણ ઘેબરાદિના પ્રબળ રાગવાળો હોય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ
કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિ આત્માને, ચારિત્રમોહનીયર્મના તીવ્ર ઉદયથી ચારિત્રની પ્રાપ્તિ ન થવા છતાં ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાની પ્રબળતા હોય છે.
D\L\EEEEEEEEEEEEEEEEEED GS/SC/S/D/ST/SC/SUBME D /ED/DVD//SMS/D