________________
પદાર્થોમાં દોડતું નથી.’’-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિ આત્માએ આ પૂર્વે શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક વચનોનું શ્રવણ ર્યું ન હતું તેથી તે ભગવચનો અશ્રુતપૂર્વ હોવાથી અપ્રાપ્ત છે. અપ્રામ એવા ભગવચનો હોતે છતે તે વચનોને સાંભળવા માટે સમ્યગ્દષ્ટિ આત્માનું મન દોડે છે. અર્થાર્ એ વચનને સાંભળવાની ઈચ્છા વિરામ પામતી નથી. સતત ભગવચનના પુણ્યશ્રવણમાં મન ઉત્કંઠાવાળું બની રહે છે.
આનાથી તદ્દન વિપરીત પૂર્વે પ્રામ પદાર્થોમાં બને છે. અત્યાર સુધીમાં અનેકવાર પ્રાપ્ત થયેલા ધન અને કુટુંબાદિને વિશે; વિશેષદર્શી એવા સમ્યગ્દષ્ટિ આત્માને હવે કોઈ ઈચ્છા રહી ન હોવાથી ત્યાં મન દોડતું નથી. પૂર્વે પ્રાપ્ત થયેલા ધનાદિ પદાર્થોમાં ‘તે અપૂર્વ-અદ્ભુત છે’એવો અત્યાર સુધી ગ્રહ હતો. જેને લઈને ત્યાં જ મન દોડતું હતું. પરંતુ ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક વચનોના પુણ્યશ્રવણથી થયેલા વિશેષદર્શનના કારણે ધનાદિ પદાર્થોમાં અપૂર્વત્વના ભ્રમનું(ભ્રમાત્મક ગ્રહનું) નિરસન થાય છે. ધનાદિ પદાર્થો અપ્રામપૂર્વ નથી. પરંતુ અનંતશઃ પ્રામપૂર્વ છે. તદ્દન તુચ્છ અને અસાર છે... ઈત્યાદિ રીતે વિશેષ દર્શન થવાથી તે તે ધનાદિ પદાર્થોમાં અપૂર્વત્વનો ગ્રહ થતો નથી. એ ભ્રમાત્મક દોષના કારણે પૂર્વે ધનાદિ પદાર્થોમાં મનની દુષ્ટ ગતિ-પ્રવૃત્તિ હતી. પરંતુ
NEEDEDEE
E
૬
DD