Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ તેઓ સંગીતને વરેલા અને તેમાં રસિક હોય છે. તેમના દ્વારા ગવાતા ગીતમાં, વર્ણપરિવર્ત્તના અભ્યાસમાં અને થાકથનમાં જે સાંભળવાનો રસ છે, તેનાથી અત્યધિક રસ સદ્ધર્મશ્રવણમાં સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. આવા રસવાળી શુશ્રૂષા હોય છે. ગીતના વર્ણો સાંભળ્યા પછી તેનું પરાવર્તન કરવું તેને પરાવર્ત્ત કહેવાય છે. વારંવારના પરાવર્તનને અભ્યાસ કહવાય છે. ગીતની કે તેના ગાનારની જે કથા કરાય છે તેને થાકથન કહેવાય છે. ભોગીના કિન્નરાદિગેયના શ્રવણ કરતાં સમ્યગ્દષ્ટિ આત્માના સદ્ધર્મશ્રવણનો રસ અત્યધિક હોવાથી બંન્નેની શુશ્રૂષામાં ઘણો જ ભેદ છે. ખરી રીતે આવો ભેદ પડવો ના જોઈએ. કારણ કે ભોગીને કિન્નરગાનમાં રસ છે અને સમ્યગ્દષ્ટિને સદ્ધર્મમાં રસ છે. વિષયભેદ હોવાથી રસભેદ થવાનું કોઈ કારણ નથી. પરંતુ કિન્નરગેય અને શ્રી જિનની ઉક્તિ (વચન), એ બંન્નેના હેતુમાં અનુક્રમે તુચ્છત્વ અને મહત્ત્વ હોવાથી શુશ્રૂષામાં ઘણો જ ફરક છે. કિન્નરનું ગીત ક્ષણિક શ્રવણેન્દ્રિયને સુખ આપનારું હોવાથી તુચ્છ(અલ્પસુખપ્રદ) છે. તદુપરાંત એ ગીતો; અશુચિથી પૂર્ણ એવા સ્ત્રી વગેરે તુચ્છ પદાર્થોનું વર્ણન કરતા હોવાથી તુચ્છ છે. તેથી તેની શુશ્રૂષા પણ તુચ્છ છે. શ્રી જિનેશ્વરદેવોના વચન સ્વરૂપ સદ્ધર્મ તો શાશ્વત સુખને આપનારો હોવાથી મહાન છે અને તે વચનો પરમપવિત્ર મોક્ષનું વર્ણન કરતા હોવાથી મહાન છે, તેથી તેની શુશ્રૂષા પણ મહાન છે. આ CLUD7 ૪ ET DO

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66