Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ હવે તે ભ્રમાત્મક દોષનો ઉચ્છેદ થયો હોવાથી પૂર્વની જેમ ધનાદિસ્વરૂપ પ્રાપ્ત પદાર્થોમાં મન દોડતું નથી... એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. II૧૫-૩ા 8888 દ્વિતીય લિંગ ‘ધર્મરાગ’નું વર્ણન કરાય છેधर्मरागोऽधिको भावाद्, भोगिनः स्त्र्यादिरागतः । प्रवृत्तिस्त्वन्यथाऽपि स्यात्, कर्मणो बलवत्तया । १५-४॥ “ભાવને આશ્રયીને; ભોગી જનના સ્ત્રી વગેરેના રાગથી અધિક એવો ધર્મરાગ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. કર્મની બલવત્ અવસ્થાને કારણે કાયાની પ્રવૃત્તિ તો અન્યથા પણ થઈ શકે છે.’’-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ એ છે કે-ભોગી જનને સ્રી વગેરે પ્રત્યે જે રાગ છે એના કરતાં અત્યધિક રાગ સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્રધર્મ પ્રત્યે હોય છે. ચારિત્રધર્મને છોડીને બીજો કોઈ ધર્મ નથી. કારણ કે મોક્ષની પ્રાપ્તિ; માત્ર ચારિત્રધર્મથી થાય છે. તે ચારિત્રધર્મની સ્પૃહા સ્વરૂપ તીવ્ર ધર્મરાગ હોય છે. ચારિત્ર ધર્મને ક્યારે, કઈ રીતે પ્રાપ્ત કરી શકાય-એવા અધ્યવસાયથી ગર્ભિત એવા રાગને સ્પૃહા કહેવાય છે. ભાવ-અંત:પરિણતિને આશ્રયીને સમ્યગ્દષ્ટિ આત્માને ચારિત્ર ધર્મની પ્રત્યે એવો સ્પૃહા સ્વરૂપ ધર્મરાગ હોય છે. પરંતુ પ્રવૃત્તિની અપેક્ષાએ; ચારિત્રમોહનીયકર્મની પ્રબળતાએ અર્થાદ્ નિકાચિત કોટિના(અવશ્ય ભોગવવા En ૭ CLAR AD OR ALVADORA LOZZD7777 QUO

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66