________________
(ઓળંગી જવું) કરવા સ્વરૂપ જે અતિક્રમણ (હુમલો કરવો) છે, તેને જ ગ્રંથિનો ભેદ કહેવાય છે. આ ગ્રંથિભેદ કરતી વખતે બીજું અપૂર્વકરણ હોય છે અને ગ્રંથિનો ભેદ થઈ ગયા પછીની અવસ્થામાં અનિવર્તિ(અનિવૃત્તિ)કરણ (ત્રીજું કરણ) હોય છે. સામાન્ય રીતે શત્રુ નજરે ચઢવો, તેને શત્રુસ્વરૂપે ઓળખવો, તેની ઉપર અતિક્રમણ કરવું અને શત્રુનો નાશ થવો : આ ચાર અવસ્થાઓનો જે ફરક છે તેને સમજી શકનારાઓ યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ-આ ચારમાંનો ફરક પણ સમજી શકે છે. રાગ-દ્વેષનો પરિણામ નજરે ચઢે, તેને ભયંકર સ્વરૂપે ઓળખવામાં આવે, તે પરિણામ ઉપર અતિક્રમણ કરવામાં આવે અને તેનો સર્વથા નાશ થાય. આ ચારેય અવસ્થામાં ઘણું અંતર છે.
રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ અનાદિ કાળની હોવા છતાં તે નજરે દેખાતી નથી. રેશમના સુતરના દડામાં ગાંઠ હોવા છતાં તે નજરે ચઢતી ન હતી. પરંતુ જેમ જેમ દડો ઉકેલાય તેમ તેમ તે ગાંઠ દેખાતી જાય છે. તેવી રીતે કર્મની સુદીર્ઘ સ્થિતિની વચ્ચે ગ્રંથિ દેખાતી જ ન હતી. પાછળથી કર્મસ્થિતિ અલ્પ થવાથી તે નજરે દેખાતી જાય છે. સદ્દગુરુભગવંતોના અચિંત્ય પ્રભાવથી તે ઓળખાય છે. એક દિવસ અચિંત્ય વર્ષોલ્લાસથી તેને ભેદવા માટે આંતર પ્રયત્ન થાય છે અને તેથી તે અનાદિની પરિણતિ નાશ પામે છે... જેના કાર્યરૂપે આત્માને સમ્યગ્દર્શનની
DEFENDEDDED GSTONES/ST/SC/ST/
SÒSMSMSMSMSMSMS