Book Title: Samyagdrashti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ આ વાતનું વર્ણન કરવા માટે ગ્રંથકાર પરમર્ષિએ આ બત્રીશીના લગભગ પંદર-સોળ શ્લોકોની રચના કરી છે. એ જોતાં એમ જ લાગે કે આ બત્રીશીને સમ્યગ્દષ્ટિ બત્રીશીના બદલે શિષ્ટબત્રીશી વર્ણવવી જોઈએ. સમ્યગ્દર્શન વિના શિષ્ટત્વ નથી : આ વાત સમજાવવાનો અહીં પૂરતો પ્રયત્ન કરાયો છે. આપણે ગમે તેને શિષ્ટ માની ના બેસીએ અને શિષ્ટને જ શિષ્ટ માનીએએ ખૂબ જ અગત્યનું છે. આજની પરિસ્થિતિ ખૂબ જ વિચિત્ર છે. સમ્યગ્દર્શનાદિનો વિચાર કર્યા વિના ગમે તેને શિષ્ટ માની લેવાનું વલણ ખૂબ જ વધી ગયું છે. આવા સંયોગોમાં પૂ. ઉપાધ્યાયજી મ. નું માર્ગદર્શન સમયસરનું મહત્ત્વપૂર્ણ છે. દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા ગ્રંથકારશ્રીએ દર્શાવેલા માર્ગને સમજવા માટે વિશિષ્ટ પ્રજ્ઞા અપેક્ષિત છે. તેને પ્રાપ્ત કરવા માટે આવા ગ્રંથોનું અધ્યયન આવશ્યક બને છે. આ બત્રીશીના અંતિમ ભાગમાં સમ્યકકૃત અને મિથ્યા મૃતની વ્યાખ્યા કરી છે, જે નિરંતર સ્મરણીય છે. સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત શ્રત સમ્યક છે અને મિથ્યાદષ્ટિથી પરિગૃહીત શ્રુત મિથ્યા છે. શ્રતને પણ સમ્યફ કે મિથ્યા વર્ણવાય છે તે સમ્યગ્દર્શન અને તેના અભાવને લઈને વર્ણવાય છે. પ્રામાણિક પુરુષોની પ્રામાણિકતાનું પ્રયોજક સમ્યગ્દર્શન છે... ઈત્યાદિનું વર્ણન આ બત્રીશીમાં કરાયું છે. સમ્યગ્દષ્ટિ આત્માઓની અનેકવિધ વિશેષતાઓમાંથી ખૂબ જ થોડી વિશેષતાનું અહીં વિસ્તારથી વર્ણન કર્યું છે. એના વાંચનાદિથી આપણે નિર્મળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભ્યર્થના... આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66