________________
संवेगरंगशाला
संपादकीय
સંપાદકીય સંવેગવંશાળા'નું સંશોધન-સંપાદન કરતાં પરમાત્માના શાસન પ્રત્યે અમારા અંતરમાં જે અહોભાવ પ્રગટ્યો છે તેનો અનુભવ અમે જ કરી રહ્યા છીએ. જગતને એ કેવી રીતે બતાવીએ? કારણ, શબ્દ દ્વારા એનું વર્ણન કરવું અતીવ મુશ્કેલ છે. પણ અમને ખાત્રી છે કે આ ગ્રન્થનું જે કોઈ નિકટ મુક્તિગામી આત્મા વાંચન કરશે તેને જરૂર જૈનશાસન પ્રત્યે અને શાસનના સ્થાપક અરિહંતદેવો પ્રત્યે અહોભાવ પ્રગટશે.
આ ગ્રન્થની સુંદર વિષય-સંકલના અને મોક્ષમાર્ગનું મૌલિક વિવેચન જોતાં એમ લાગ્યું કે હવે પૂ. આચાર્ય ભગવંતો તથા વિદ્વાન મુનિપ્રવરો આદિ આ ગ્રન્થ વ્યાખ્યાનમાં વાંચે તો આજે જે ધર્મશ્રદ્ધાના પાયા હચમચી ગયા જેવું દેખાય છે તે પાછા સ્થિર બની જાય. જૈન શાસનની માર્મિકતાને દર્શાવતો આ ગ્રન્થ એક આરિસા સમો છે. પથ્થરદિલમાં પણ સંવેગરસની સેર પ્રગટાવવાની શક્તિ આ ગ્રન્થમાં છે.
સૂરિશેખર શ્રીજિનચંદ્રસૂરિવિરચિત સંવેગરંગશાળા ગ્રન્થનું સંપાદન અમે કરી શક્યા તે અમે અમારું અહોભાવ્ય સમજીએ છીએ. ગ્રન્થ અંગેનું વર્ણન આમુખ, પ્રસ્તાવના અને પ્રવેશમાં થયું છે. હજુ એનું વર્ણન કરવું હોય તો ઘણું થઈ શકે એમ છે. ગ્રન્થનું નામ જ એની મહત્તા પુરવાર કરે છે. પણ એ વિષયમાં અમે ઊંડા નહિં ઉતરતાં સંપાદન અંગે સંક્ષેપમાં નિવેદન કરીશું.
આ ગ્રન્થ પ્રથમ શ્રીજિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી ગ્રન્થાંક ૧૩ તરીકે સંસ્કૃત છાયા સાથે ૩૦૦૦ શ્લોક પ્રમાણ છપાયો હતો. પણ તેમાં મુદ્રણની તેમજ છાયા વિગેરેની અશુદ્ધિઓ હતી. આથી પૂ. મુનિરાજ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજ ૧૦,૦૫૩ શ્લોક પ્રમાણ સમગ્ર ગ્રન્થ છપાવવાની ભાવનાવાળા હતા. તેઓએ તેની પ્રેસકોપીનું કાર્ચ લગભગ પાંચેક વર્ષ પહેલા મને (પં. બાબુભાઈને) સોંપ્યું હતું. અનેક કાર્યો વચ્ચે પણ ૨૦૨૨માં તે કાર્ય પૂર્ણ કરી પૂ. મુનિરાજશ્રીને મેં પ્રેસકોપી સોંપી. ત્યાર બાદ તેઓશ્રી આખી પ્રેસકોપી વાંચી ગયા. પૂ. આચાર્યદેવો આદિને વંચાવી. કેટલાક શક્તિ સ્થળો અમે બન્નેએ તાડપત્રની પ્રતની ફોટો કોપી ઉપરથી સધાય છે. આ પ્રત જેસલમેરના ભંડારમાં લખાયેલી. જેની ફોટો ફીલ્મ આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજીએ પૂ. મુનિરાજ શ્રી હેમેન્દ્રવિજયજીને બતાવેલી. ત્યારબાદ આગમ પ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજીએ ફોટોફિલ્મ ઉપરથી ફોટો કોપી કરાવી આપી. જે ફોટો કોપી હાલ શ્રી જૈન વિદ્યાશાળાના ભંડારમાં હયાત છે.
આ ગ્રન્થની પ્રેસકોપી જૈન વિદ્યાશાળામાં સ્વ. સંઘસ્થવિર પ. પૂ. આ. . વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તલિખિત ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી કરવામાં આવી હતી. પ્રેસકોપી કરતી વખતે બીજી એક પ્રત પૂ. આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી તરફથી મળી હતી પણ તે બહુ મદદરૂપ બની શકી ન હતી.
સંશોધનમાં બે પ્રતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. (૧) જેસલમેરના ભંડારની પ્રતની ફોટોકોપી જેનો ઉલ્લેખ અમે ઉપર કરેલ છે. (૨) હસ્તલિખિત પ્રત પાનાં ૨૩૩, પ્રત નં. ૪૬૦૫ આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી તરફથી મળેલી.
આ રીતે પ્રેસકોપી કરતી વખતે બે પ્રતિઓ અને સંશોધન કરતી વખતે બીજી બે પ્રતિઓના આધારે આ ગ્રન્થનું મેટર અમે તૈયાર કરેલ છે.
આ ગ્રંથની રચના વિ.સં. ૧૧૨૫માં થયેલ છે. અને જે પ્રતિ ઉપરથી અમે સંપાદન કર્યું તે વિ.સં. ૧૨૦૩ માં લખાયેલી છે આથી ગ્રન્થકારના સમયની નજીકના જ સમયની પ્રતિ મળી જવાથી આ સંપાદન પ્રાયઃ શુદ્ધ થઈ શકયું હશે એવી અમારી ધારણા છે. જો કે કેટલાંક શક્તિ સ્થળો જેનો નિર્ણય કરી શક્યા નથી તે એમને એમ જ રહેવા દીધાં છે પણ તે બહુ જ અલ્પ છે.
આ સંપાદનમાં પૂ. આચાર્ય દેવો આદિ, આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી તથા અન્ય મહાનુભાવોએ જે સહકાર આપ્યો છે તે સર્વના અમે ત્રણી છીએ. આ મહાન ગ્રન્થના સંપાદનમાં ઘણી ઘણી કાળજી રાખવા છતાં મંદમતિપણાથી, દ્રષ્ટિદોષથી અથવા પ્રેસદોષ આદિથી જે કાંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે બદલ મિથ્યાદુકૃત અપર્ણ કરીએ છીએ.
દસ હજાર શ્લોક પ્રમાણ આ સંવેગરંગશાળા ગ્રન્થ પોતાના નામ પ્રમાણે અદભુત આત્મિક સુખને અપાવનારો ગ્રન્થ છે. આ શાસ્ત્ર અમારા માટે તો દીપકની ગરજ સારી છે. આનું સંપાદન કરતા અમને એમાંથી દિવ્ય પ્રકાશ મળ્યો છે. દરેક મોક્ષાર્થી જીવોને એક વાર લક્ષપૂર્વક વાંચવા અથવા સાંભળવાની અમારી ખાસ વિનંતિ છે.
લી. સંપાદકો વૈશાખ શુક્લ તૃતીયા
સ્વ. આચાર્યદેવ વિજયમનોહરસૂરિ-શિષ્યાણ અમદાવાદ,
હેમેન્દ્રવિજય પં. બાબુભાઈ સવચંદ શાહ