________________
૧દ
ત્રીજા ખંડમાં વર્ણવાયેલ નવીન વસ્તુઓનું સ્વરૂપ ઉપર પ્રમાણે છે. જ્યારે આ ચતુર્થ ખંડ અશોક અને પ્રિયદર્શિનનાં જીવન ચરિત્રથી જ ભરપૂર બનેલ છે. તેમાં પણ નીચે પ્રમાણે નવીનતાઓ માલૂમ પડશે.
(૧) પ્રથમ તે અશોક અને પ્રિયદર્શિનને ભિન્ન પાડવા માટે બૌદ્ધ સાહિત્યના તથા સમસામયિક અન્ય રાજકર્તાઓના સમય લઈ, તે બન્નેને સમય નિશ્ચિત કરી બતાવ્યો છે. અને જરૂર જોગી કેટલાયે અન્ય ચર્ચા કરી છે. અલબત્ત સઘળા મુદ્દા ચર્ચવા જઈએ તે એકદમ લંબાણ થઈ જાય માટે તેને વિસ્તૃત અધિકાર તે સમ્રાટ પ્રિયદર્શિનના જીવન ચરિત્રના સ્વતંત્ર ગ્રંથમાં જ આલેખવા ઉપર રાખે છે.
(૨) આ પ્રમાણે નં. ૧ ની હકીકતે તારવીને ચાળી કાયા બાદ સમ્રાટ અશોકનું જીવન વૃત્તાંત તદ્દન નૂતન અને સ્પષ્ટ સ્વરૂપ ધારણ કરતું દેખાય છે. જેથી સાંપ્રદાયિક ઇતિહાસ પણ શુદ્ધ સ્વરૂપે સમજી શકાય છે.
(૩) જેમ અશોકવર્ધનનું જીવન શુદ્ધ સ્વરૂપે સમજાતું થયું છે તેમ પ્રિયદર્શિનનું જીવન, તેના સામ્રાજ્યને વિસ્તાર તથા વહીવટ, પરદેશી રાજાઓ સાથેનાં સમકાલીન રાજત્વ અને મૈત્રીના પ્રભાવની હકીકત, વિગેરે, વિગેરે, અનેક બાબતે ઉપર એર એપ ચડતે નજરે પડે છે. આ સમ્રાટના વૃત્તાંત ઉપર એટલું બધું અજવાળું પડતું થયું છે, કે તેનાં જ ખાસ ત્રણ પરિચ્છેદ પાડવાં પડયાં છે. તેમાંથી
(૪) પ્રથમમાં તેની અંગત બાબતો લેવાઈ છે. જેવી કે તેનાં નામની ઓળખ, તેની રાણીઓ, પુત્ર પુત્રીઓ, જમાઈ, વિગેરે પરિવારનું વર્ણન કરેલ છે. તે પછી, ચારે બાજુ તેણે કરેલ દિગ્વિજય યાત્રાનું વર્ણન આપ્યું છે તેમાં પણ ઘણી ઘણી એતિહાસિક નવીન અને રસિક બાબતે રજુ કરવામાં આવી છે. વળી તેણે હિંદની બહાર ઉત્તરમાં તિબેટ, ખોટાન, મધ્ય એશિયા વિગેરે દેશોમાં, જાતે જઈને લડાઈએ કરી હતી. તે, તેમ જ ૧૫૦૦ માઈલ જેટલા જગી વિસ્તારમાં લખાયેલી, અજોડ અને અદ્વિતીય એવી પેલી વિખ્યાત ચીનાઈ દિવાલનું કેવી રીતે નિર્માણ થવા પામ્યું હતું. ઈત્યાદી ઈ. અદ્યાપિ પર્યત જગતના કેઈ ઇતિહાસના પાને ચડી ન હોય તેવી તેવી અનેક હકીકતે શોધીને રજુ કરવામાં આવી છે.
(૫) બીજામાં સમ્રાટ પ્રિયદર્શિનના પૂર્વ તેમ જ વર્તમાન જીવનને ઈતિહાસ આપી તેમને પરસ્પર સંબંધ, ઐતિહાસિક લક્ષણ સાથે જોડી બતાવ્યું છે. જે ઉપરથી તેણે આદરેલ ધર્મપ્રચારનાં કાર્યો (જેવાં કે ઘમ્મમહામાત્રા નીમવા, શિલાલેખે કેતરાવવા, સ્તંભલેખે ઉભા કરવા ) તથા લોકકલ્યાણના અનેક દિશાનાં-ધાર્મિક, સામાજીક અથવા નૈતિક, આર્થિક અથવા વ્યવહારિક તથા રાજકીય એમ સર્વ પ્રકારનાં–જે ક્ષેત્રો ઉભા કર્યા હતાં, તે ઉપર કાંઈ વળી અનેરેજ પ્રકાશ દીપી નીકળે છે.
(૬) તેના જીવન વિશેનાં વર્ણનના છેલ્લા પરિચ્છેદમાં, તેણે કરેલી અનુપમ રાજ્ય વસ્થાને ખ્યાલ આવે છે. તેમાં તેણે કરેલ સામ્રાજ્યના લગભગ બે ડઝન જેટલા પ્રાંત જે પાડ્યા હતા, તેનાં નામ પ્રથમ આપી, તે ઉપર નિયત કરેલા સૂબાઓ, તેમનું ટૂંક જીવન અને પરિચય