________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક - પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક * પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક રાજાએ પ્રતિજ્ઞાપત્ર બન્ને પાસેથી લખાવ્યું. હાર-જીતની શર્ત નક્કી થઈ - તેમાં લખાવ્યું કે - 'આ શાસ્ત્રાર્થમાં જો દિગમ્બર હારે તો પાટા છોડીને ચાલ્યા જાય. અને શ્વેતામ્બર હારે તો તેના શાસનનો - શ્વેતામ્બર મતનો - ઉચ્છેદ કરીને દિગમ્બ૨ મતની સ્થાપના કરવી. એટલે કે બધા જ શ્વેતામ્બરોને દિગમ્બર બની જવું.’ પક્ષપાત ભરી શર્ત હોવા છતાં દેવસૂરિ
મહારાજે માન્ય રાખી. સમગ્ર શ્વેતામ્બર સંઘના અસ્તિત્વનો આધાર હવે દેવસૂરિ મ. ઉપર હતો. રાજા સિદ્ધરાજ પણ ચિંતિત હતા. રાજમાતા મયણાલદેવી પિયરના કારણે દિગમ્બરના પક્ષપાતી હતા. કારણ કે આ આચાર્ય તેમના પિતાના ગુરુ હતા. એટલે હેમચંદ્રાચાર્ય તેમને રાજમહેલમાં મળ્યા. તેમણે જણાવ્યું કે - ‘માતાજી! રાજસભામાં શાસ્ત્રાર્થ થશે તેમાં દિગમ્બરો એવું સિદ્ધ કરવાના છે કે સ્ત્રીઓએ કરેલો ધર્મ નકામાં જાય છે - તેઓ મોક્ષ ન જઈ શકે. જ્યારે શ્વેતામ્બરો એવું સિદ્ધ કરવાના છે કે સ્ત્રીએ કરેલો ધર્મ પણ સફળ છે, તે મોક્ષે જઈ શકે છે.' રાજમાતાને પણ તપાસ કરતા સત્ય જણાયું ને તેમનો દિગમ્બરનો પક્ષપાત છોડી દીધો.
વાદનો દિવસ નક્કી થયી વૈશાખી પૂનમ. વર્ષ હતું વિ.સં. ૧૧૮૧, બન્નેના પક્ષ લખવામાં આવ્યા. દિગમ્બરે લખાવ્યું ‘કેવલજ્ઞાનવાળા આહાર ન કરે, વસ્ત્રધારી મનુષ્ય મોક્ષે ન જાય અને સ્ત્રી મોક્ષને સાધી ન શકે.' શ્વેતામ્બરોએ લખાવ્યું કે ‘આચાર્ય દેવસૂરિજીનો મત છે કે - કેવળજ્ઞાનવાળા પણ આહાર કરે, વસ્ત્રધારી પણ મોટી જાય અને સ્ત્રી પણ મોક્ષ સાધી શકે.'
-
૩.
રાજાની આજ્ઞાથી પંડિત કેશવે આચાર્ય શ્રી દેવસૂરિ મ.ના વાદને લખી લીધો. વાદી કુમુદચંદ્રે તે વાંચ્યો. બીજી કોઈ ભૂલ કાઢી ન શક્યા કે કાંઈ તર્ક આપી ન શક્યા. પણ તે વાદમાં વપરાયેલ હોવાોટિ શબ્દ ઉપર વાંધો ઉઠાવ્યો. પણ રાજાની સૂચનાથી પંડિત કાકલ કાયસ્થે જૂદા-જૂદા વ્યાકરણના આધારે સિદ્ધ કર્યું કે ોદાવોટિ શબ્દ વ્યાકરણથી સિદ્ધ જ છે.
વાદી કુમુદચંદ્ર કોઈ જવાબ ન આપી શક્યા ને પોતાનો પરાજય અનુભવ્યો. છેવટે તેમણે કહેવું પડ્યું કે ‘દેવાચાર્ય મહાન છે. તેઓ મહાન વાદી છે.' સભામાં તરત જ ઘોષણા
છે!'
થઈ કે ‘આચાર્ય વાદી દેવસૂરિ મહારાજનો વિજય થયો રાજાએ તેમને ‘વાદીન્દ્ર'નું બિરૂદ અને વિજયપત્ર આપ્યા.
અને આચાર્ય શ્રી વાદી દેવસૂરિ મહારાજે રાજાને કહ્યું - ‘રાજન! આ શાસ્ત્રીય વાદ છે ને તેથી હું આશા રાખું છું કે હારનારનો કોઈએ નિરસ્કાર કરવો જોઈએ નહીં” રાજાએ પણ એ વાત માન્ય રાખી.
આ જિનશાસનની ઉજ્જવળ પ્રણાલિકા છે. પોતાના વિજયનો સંતોષ હોય પણ કોઈના પરાજયનો અહંકાર ન
હોય ! આ ઉદારતાએ આ ગુરુજનોને મૂઠી ઉચેરા સાબિત કર્યા છે. આ ઘટના બની ત્યારે વાદી દેવસૂરિ મ.ની ઉંમર ફક્ત ૩૮ વર્ષની હતી.
જૈનોએ વાજતે-ગાજતે વિજયોત્સવ મનાવ્યો. શ્રાવકોએ દાન કર્યું. વિજય નિમિત્તે જિનાલી બંધાવ્યા.
વિ.સં. ૧૧૮૧ની વૈશાખી પૂર્ણિમાનો એ દિવસ ભગવાન મહાવીર સાથે જોડાયેલી મૂળ શ્વેતામ્બર પરંપરા માટે કેટલો મહત્ત્વનો દિવસ ગણાય ? ને તેમ છતાંય તેનું સ્મરણ આપણને કેટલું ? અને વાદી દેવસૂરિ મહારાજ ! - આપણે બધાં જ એમના ઓશિંગણ છીએ - એ મહાપુરૂષના ઋણી છીએ. આ મહાપુરૂષને એમનું એ અદ્વિતીય પરાક્રમ યાદ આવે ને છતાંય મારો કાર ટકે / ઉભો રહે તો સમજવું જોઈએ કે આ ગૌરવશાળી પરંપરાને હું લાયક નથી!
બન્ને આચાર્યોએ મંગલાચરણ કર્યું. સભામાં ઘણા પ્રાજ્ઞજનો બેઠા હતા. મંગલાચરણના શબ્દો પરથી પણ તેઓએ અનુમાન કર્યું કે આજે શ્વેતામ્બરોનો જય થવાનો. બન્ને પક્ષે થઈને ૫૦૦ પ્રશ્નો ને ૫૦૦ ઉત્તરો થયા. ત્યારબાદ શ્રી દેવસૂરિ મહારાજે વાદિવેતાલ શાંતસૂરિ મહારાજે રચેલી ઉત્તરાધ્યયન સૂત્રની પ્રાકૃતપ્રવૃત્તિના આધારે સ્ત્રીમુક્તિ અંગે અનેક વિકલ્પોનો ઉપન્યાસ કર્યો. વાદી કુમુદચંદ્ર આ વસ્તુને બરાબર ધારી શક્યા નહીં. એટલે ફરી વાર બોલવા માટે કહ્યું. છતાંય ધારી ન શક્યા એટલે આચાર્ય શ્રી ત્રીજી વાર પણ એ પાઠ બોલ્યા. કુમુદચંદ્રને ધારવામાં સફળતા ન મળી એટલે એણે કહ્યું કે “આ વાદને વસ્ત્ર પટ પર લખી લો.'
હવે અહીં અટકવું જોઈએ. અહીં પુરું થતું નથી – થઈ શકે પણ નહીં. આ તો માત્ર થોડા તેજ-સ્ફુલિંગો જોયા ને એ પણ આંશિકરૂપે. આવી તો એક દીર્ધ ને ભવ્ય ગુરુપરંપ૨ા છે જિનશાસનમાં કે જેની વાત કરવા બેસીએ તો ગ્રંથો ભરાઈ જાય ને તોય એ માત્ર ઉપરનો પરિચય ગણાય. કેટલાય
પડશે.
nun
શાસ્ત્રાર્થ સભાના પંડિત મહર્ષિએ જાહેર કર્યું કે - ‘વાદી મહાપુરૂષોનાં નામો હૈયે-હોઠે રમે છે. છતાંય હવે અટકવું જ વાદ લખવાનું કહે છે, એટલે મૌખિકવાદ સમાપ્ત થાય છે. મૌખિકવાદમાં દિગમ્બર હારી ગયા ને શ્વેતામ્બર જીત્યા છે. હવે લેખિતવાદ શરૂ થાય છે.'
C/o. અતુલ એચ. કાપડિયા A/9 જાગૃતિ ફ્લેટ્સ, મહાવીર ટૉવર પાછળ,
પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭.
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ઓગસ્ટ – ૨૦૧૭
- પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
• R[Feb # <p photo #she] hehel melo : PG plot * #ki] hd fe Pelo : <>G