________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક સદ્ગુરુ અને સાંપ્રત
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
લેખક પરિચય : જૈન સમાજમાં દેશ-વિદેશમાં આદર અને સન્માન સાથે લેવાનું નામ એટલે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ. આનંદઘન-એક અધ્યયન વિષય પર પીએચ.ડી. કરનાર કુમારપાળભાઈએ જૈન સાહિત્યની ખુબ સેવા કરી છે. તેઓ અનેક નામાંક્તિ એવોર્ડથી સન્માનિત થયા છે. તેમના પુસ્તકોની યાદી ખુબ મોટી થાય તેમ છે. જૈન ઇતિહાસના અમર પાત્રોના જીવનને તેમણે પોતાની વિશિષ્ટ કથાઓ દ્વારા ઉજાગર કર્યા છે. અક્ષરના ઉપાશક કુમારપાળભાઈની શબ્દસાધના અખંડ ધારામાં વહેતી રહી છે.
વીંધ્યાયનો એક અર્થ છે શાસ્ત્રોનું ગહન અધ્યયન અને જ્ઞાનપ્રાપ્તિ એનો બીજો અર્થ થાય છે ‘સ્વ’નું અધ્યયન; જો કે શાસ્ત્રોના ઊંડા જ્ઞાન માટે કે ‘સ્વ'ની ઓળખ માટે વ્યક્તિને સદ્ગુરુના માર્ગદર્શનની આવશ્યકતા રહે છે. કારણ કે સદ્દગુરુ પોતાની પ્રજ્ઞાની પ્રયોગશાળામાં થયેલાં પ્રયોગોનું નવનીત તારવીને સાધકને આપે છે.
ઈશ્વરનો ઈન્કાર કરતી કે એના અસ્તિત્વ વિશે શંકા સેવતી તથા આત્માના હોવાનો અસ્વીકાર કરતી વ્યક્તિઓ તમને મળતી હશે અને તેઓ વળતો પ્રશ્ન પણ કરે છે કે ક્યાં છે તમારો ઈશ્વર? મારે તેની સાથે હાજરાહજૂર પ્રત્યક્ષ મેળાપ ક૨વો છે કે પછી તમે ઈશ્વરની કલ્પનાઓ અને કથાઓ કહીને ભોળી પ્રજાને અવળે માર્ગે દોરી છો. ક્યાં છે આત્મા? મારે તેને નજરોનજર નિહાળવી છે. હકીકત એ છે કે ઈશ્વર, આત્મા કે અનુભૂતિ ભીતરના અનુભવની બાબત છે. એ અત્યંત સૂક્ષ્મ હોવાથી તમે એને સ્થૂળ પુરાવા રૂપે દર્શાવી શકતા નથી, આથી જે વસ્તુને ચીપિયાથી પકડી શકાતી નથી કે જેને બુદ્ધિ
પ્રત્યેક શિષ્યનું જ્ઞાન, અનુભવ, જગતની જાણકારી અને એની આસપાસનો માહોલ જુદો હોય છે. આથી સદ્ગુરુ પ્રત્યેક શિષ્યને માટે જુદું જુદું પ્રશ્નપત્ર તૈયાર કરે છે. શિષ્યની ભૂમિકા પ્રમાણે એમાં પ્રશ્નો હોય છે અને શિષ્યને એના ઉત્તરો આપવાના હોય છે. કોઈ શિષ્ય ગાઢ અંધકારમાં વર્ષોથી ભટકતા હોય છે, તો કોઈ ધનની અતિ મૂર્છાથી મૂર્છિત હોય છે. કોઈ શિષ્યમાં શાસ્ત્રાભ્યાસની ન્યૂનતા હોય છે, તો કોઈ
કે તર્કથી બતાવી શકાતી નથી કે જેને વિજ્ઞાનની પ્રયોગ-શિષ્યમાં શ્રદ્ધાને બદલે પારાવાર શંકા, વિધા અને ભય હોય
શાળામાં પૂરવાર કરી શકાતી નથી એવી આ સૂક્ષ્મ બાબત છે. એનો સંબંધ બાહ્ય જગતને બદલે આંતરજગત સાથે છે.
સ્વાધ્યાય કરનાર ક્યારેક સદ્દગુરુના અભાવે અવળે માર્ગે ચઢી જાય છે. ઘણી વાર એ શાસ્ત્રની માત્ર સપાટી પરનો સ્થૂળ અર્થ કે શબ્દાર્થ લઈને અથવા તો સંદર્ભને જાણ્યાસમજ્યા વિના જીવનભર દોડતો રહે છે અને એમ કરવા જતાં એ મોટી ભૂલ કરી બેસે છે. પરિણામે શાસ્ત્રને સમજવા માટે, એના ગહન અર્થોનું ચિંતન અને મનન કરનાર સદ્ગુરુની આવશ્યકતા રહે છે. સ્વાભાવિક રીતે જ સદ્ગુરુ વિશે વિચારીએ, ત્યારે સંત કબીરનો એ પ્રસિદ્ધ દોહી સ્મરણામાં આવે છેઃ
૫૪
ગુરુ ગોવિંદ દોનોં ખડે, કાકુ લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીયો મિલાય.
આનો અર્થ એ છે કે ગુરુ એ ‘માઈલ સ્ટોન' છે. માર્ગને દર્શાવનારા છે. કયા માર્ગે ગોવિંદની પ્રાપ્તિ થઈ શકે તે બતાવનારા છે અર્થાત્ ગુરુ એ એને આત્મપથના સાચા માર્ગ તરફ ઈશારો કરે છે. એને કહે છે કે આ માર્ગ પ્રતિ જાઓ, તો તમને સત્ય સાંપડશે. ગુરુ તમને સત્ય આપતા નથી; પરંતુ સત્યનો માર્ગ દર્શાવે છે. ગુરુ ધર્મ આપતા નથી; પરંતુ ધર્મનો માર્ગ દર્શાવે છે. તમારી એ માટેની પાત્રતા કેળવે છે અને ઘણીવાર એ પાત્રતા કેળવવા માટે શિષ્યની પારાવાર કસોટી કરે છે.
છે. ગુરુ શિષ્યની આ ભૂમિકા જુએ છે. અને વિશે સ્વયં મનોમન ગહન ચિંતન કરે છે. શિષ્યએ કલ્પના પણ કરી ન હોય એ રીતે એની આંતર ભૂમિકાને ગુરુ સતત નાણતા અને જાણતા હોય છે અને પછી એને એના રોગ પ્રમાણે ઔષધ આપતા હોય છે. ગુરુની દ્રષ્ટિ ક્યારેય શિષ્યના બાહ્યરૂપ પર હોતી નથી, પણ એના અંતરસત્ત્વો પર હોય છે, આથી શિષ્ય ધનવાન હશે તો એ સદ્ગુરુની ઉપેક્ષા પામશે અને શિષ્ય ગુણવાન હશે તો એ સદ્ગુરુનો સ્નેહ પામશે. સંત કબીરે કહ્યું છે કે,
સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહી, ધન કો ભૂખા જો ફિરે, સો તો સાધુ નાહીં. સદ્ગુરુને મન શિષ્યની સત્તા કે સંપત્તિનો કોઈ મહિમા નથી. એને તો ભક્તના ભીતરના ભાવ અને એની અધ્યાત્મ
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ઓગસ્ટ – ૨૦૧૭
વિશેષાંક
Flyers p® plot * #kaj Theh ele Pelo ×b
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય