Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 100
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક - પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 5 પ્રભુ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક બાળક વિનોબાને ગણિત અને સંસ્કૃત પ્રિય વિષયો. જ્ઞાનેશ્વરી તો આઠ વર્ષની ઉંમરે પૂર્ણ કરેલું, પછી સ્વામી રામદાસનું દાસોધ, એકનાથજીનું ભાગવત, ટીળક મહારાજનું ગીતા રહસ્ય અને અન્ય ગ્રંથોનો એકાદ વર્ષમાં જ સ્વાધ્યાય સંપન્ન કર્યો, અને દસ વર્ષની વયે તો આજીવન બ્રહ્મચર્યનો સંકલ્પ લીધો. ભીતરમાં નરવી - ઉત્કટ આધ્યાત્મિક વૃત્તિ અને અંતરમુખી પ્રકૃતિ. શૈશવથી જ જ્ઞાનપ્રાપ્તિની અદમ્ય ઝંખના. વિનોબાજીમાં યોગીની સંકલ્પ શક્તિ - સંયમ શક્તિ અને સાધના શક્તિ હતા. તો ઋષિની મંત્ર શક્તિ, ક્રાંતદ્રષ્ટિ અને કરુણાદ્રષ્ટિ હતા. આનાં બી તો નાનપણાથી જ વર્તાય છે એટલે વિનોબાજી જેટલા બહાર હતા, તેનાથી અનેકગણા અંદર હતા. તેઓ કહેતાઃ ‘હું જે ચિંતન કરું છું તેનો એક જ અંશ પ્રગટ થાય છે, બાકી તો નવ્વાણું ટકા તો અપ્રગટ જ રહે છે!' તેમની પાસે તીવ્ર મેધા, અદ્ભુત યાદશક્તિ અને જબરી ગ્રહણશક્તિ હતા. પોતાને જુદી જ દુનિયાનો માણસ ગણાવી એક વખત પોતાના વિશે વાત કરતા કહેલું: ‘મારો દાવો છે કે મારી પાસે પ્રેમ છે. પ્રેમ અને વિચારમાં જે શક્તિ છે તે બીજા કશાયમાં નથી. તે નથી સંસ્થામાં, સરકારમાં, શાસ્ત્રોમાં કે શસ્ત્રોમાં!' અને કહેતાઃ હું પળે પળે બદલાતી વ્યક્તિ છું.. વિનોબાજીએ એકવીસમે વર્ષે - પચ્ચીસ માર્ચ, ૧૯૧૬ ના રોજ શંકરાચાર્યના થાતો બ્રહ્મનિજ્ઞાસા ના ભાવથી જ ગૃહત્યાગ કર્યો પછી ગાંધીજી સાથે જોડાયા. આશ્રમ જીવન જીવ્યા. આશ્રમ જીવન તેમની સાધના ભૂમિ, પ્રયોગ ભૂમિ બની રહ્યું. ત્યાં તેમણે શિક્ષણ, ઋષિ ખેતી, કાંચનમુક્તિ, શ્રમનિષ્ઠ મજુર જેવું જીવન – ભંગીકામ, કાંતા, વશાદિ કામના અનેકવિધ પ્રયોગો કર્યા. વિનોબાજીના પ્રથમ ત્રીસ - એકવીસ વર્ષ જ્ઞાનસંગ્રહ – વ્રતસંગ્રહમાં ગયા. જગતના ધર્મોનો શાસ્ત્રોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. પછીના ૩૨ વર્ષ પ્રેમસંગ્રહ - સાધના, ઉપાસના અને આશ્રમ જીવનમાં - વિવિધ પ્રયોગોમાં ગયા. પછીના ૧૩ વર્ષ લોક સંગ્રહાર્થે પદયાત્રા અને શોકકેળવણીમાં ગયા, અને છેલ્લા બે દાયકા સૂક્ષ્મપ્રવેશમાં, આકર્મમાં કર્મના રહ્યા. કુલ ૮૭ વર્ષનું તેમનું આયુષ્ય - ૧૫ નવેમ્બર ૧૯૮૨ના રોજ દેહથી મુક્ત થયા. વિનોબાજીનું ચિંતન, તેમના સહજ સ્ફૂર્તિ વ્યાખ્યાનો, ગોષ્ઠીઓ, પત્રો, લેખો આદિ ‘વિનોબા સાહિત્ય'ના વીસ બૃહદ્ ગ્રંથોમાં સંગ્રહિત છે. મૌલિકતા અને સહજતા, દર્શન અને વ્યવહાર, ગાંધી અને ગામડું, ભારતીય સંસ્કૃતિ અને ૧૦૦ જાગતિક સંદર્ભ - આ સઘળુ તેમના ઊંડાકાભર્યા ચિંતનમાં સહજ પ્રગટ થયું છે અને સંક્રાંત થાય છે. ગાંધી ચરણે અને ગાંધી કાર્ય એકવીસમે વર્ષે ગૃહત્યાગ કરીને તેઓ ઝંખતા હતા તો બ્રહ્મપ્રાપ્તિ અથવા સ્વરાજપ્રાપ્તિ. પણ તે બંનેનો સંગમ તેમણે ગાંધીજીમાં અનુભવ્યો. તેમણે જ લખ્યું છે: “હું નાનો હતો ત્યારથી મારું ધ્યાન બંગાળ અને હિમાલય ઉપર ચોંટ્યું હતું. બંગાળમાં ‘વંદે માતરમ્’ની ભાવના મને ખેંચતી હતી. અને બીજી બાજુ હિમાલયના શાંતિ અને તેની જ્ઞાનયોગ મને ખેંચતો હતો... ન તો હું હિમાલય ગર્યો કે ન તો હું બંગાળ ગયો. ગાંધીજી પાસે મને હિમાલયની શાંતિ પણ મળી અને બંગાળની ક્રાંતિ પણ જડી. જે વિચારધારા હું પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિનો અપૂર્વ સંગમ થયો હતો'. ગાંધીજીના પ્રથમ દર્શન કોચરબ આશ્રમમાં ૭ જુન, ૧૯૧૬ના થયાં. અને પછી તેઓ ગાંધીજીના અનુયાયી, સાથી અને વારસદાર જ બની રહ્યા. વિનોબાજીને ગાંધીજી માટે અપાર શ્રદ્ધા અને આદર. તેઓ જીવનપર્યંત ગાંધી વિચારનું ગહરાઈથી ચિંતન-મનન કરતા , ભારતની ભોંયમાં તેને ઉતારવાનો અને દમૂળ કરવાનો પુરૂષાર્થ કર્યો. એમણે કહ્યું છે: ‘ગાંધીજીના ગયા પછી હું એ ખોજમાં હતો કે અહિંસાની સામુહિક પ્રતિષ્ઠા શી રીતે કરવી? મેં ભૂમિ સમસ્યાનું આલંબન લીધું પરંતુ તે દ્વારા સામ્યોગો, કરુણાનો વિચાર સમજાવવો એ મારી મૂળભૂત દ્રષ્ટિ હતી'. વિનોબાજી પાંચ - સાડા પાંચ દાયકા મૂંગા રહી રચનાત્મક કાર્ય અને આત્મસાધના કરતા હતા. પણ ગાંધીજીની હત્યા પછી બહાર આવ્યા અને ગાંધીજીનું અધુરૂં કામ જાશે ઉપાડી લીધું. વિનોબાજીના જીવનની હર ઘડી ગાંધી પ્રણિત મૂલ્યોની માવજત માટે અને સમાજમાં તેને પ્રતિષ્ઠિત કરવા માટે જ સમર્પિત રહી હતી. જાણે અહિંસા - સંસ્કૃતિનું પોત વર્ણવવાનું જે કાર્ય ગાંધીજી અધુરૂં છોડી ગયા, ત્યાંથી વિનોબાજીએ તે આગળ વણવાનું ઊપાડી લીધું. ગાંધીજીને પણ વિનોબાજી માટે અપાર લાગણી - પુત્રવા સ્નેહ હતો. ગાંધીજીની પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમે, અને એટલે જ ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં પ્રથમ સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ તેમને પસંદ કરેલા અને ત્યારે જ સહુને તેમનો પરિચય થયો. એ વખતે દિનબંધુ એન્ડ્રુઝને ગાંધીજીએ લખેલું; 'આશ્રમનાં દુર્લભ રત્નોમાંના તેઓ એક છે. તેઓ પોતાના પુણ્યથી આશ્રમને સિંચવા આવ્યા છે. પામવા નહીં, આપવા આવ્યા છે.’ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ઓગસ્ટ – ૨૦૧૭ #ka] hehele Pelo : +ps plot પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક - પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136