Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 86
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 1 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક 5 “માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શામાં, અલ્પ પ્રયાસે જાય શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના આધસ્થાપક શ્રદ્ધેય સંત શ્રી આત્માનંદ જણાવે છે કે જો એક પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા માટે ‘ગાઈડ’ની જરૂર પડે છે તો અનાદિકાળથી અનભ્યસ્ત એવા મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે, મોક્ષમાર્ગના અનુપમ ભોમિયા એવા શ્રી સદ્ગુરુની ૫૨મ આવશ્યકતા પડે તે વાત સહજ સમજી શકાય તેમ છે. આપણે જો સાચા ‘ભાવ'થી પરમાત્મા અને સદ્ગુરુનું સાચું શરણું લઈએ તો આપણે પણ ક્રર્મ કરીને તેમના જેવા બની જઈએ. પારસ ઔર સુસંતમેં બડો અંતરો જાન, વો લોયા કંચન કરે, વો કરે આપ સમાન'' જેઓએ પોતાના જીવનમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે અને તેને કારણે જેમનું નામ ઈતિહાસમાં અમર બન્યું છે તેની પાછળ તેઓએ લીધેલ શ્રી ગુરુનું શરણ અને તેમની કૃપાપ્રસાદી છે. શ્રી ગૌતમ સ્વામીના ગુરુ પ્રભુ મહાવીર, શ્રી ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામી, શ્રી કૃષ્ણના ગુરુ શ્રી સાંદિપનિ, શિવાજીના ગુરુ સ્વામી રામદાસ, સિકંદરના ગુરુ એરિસ્ટોટલ અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્ર તા. શ્રી સદ્ગુરુ આપણા અહંભાવ અને મમત્વભાવ પર ધા કરે છે, પરમાત્મા સાથે મેળાપ કરાવે છે, વિશાળ દ્રષ્ટિ આપે છે અને અધ્યાત્મના ગગનમાં ઉડવા માટે જ્ઞાન-વૈરાગ્યરૂપી બે પાંખો આપે છે. શ્રી સદ્ગુરુ કાષ્ઠ સ્વરૂપ હોય છે કે જેઓ પોતે તરે અને બીજાને તરવામાં ઉત્તમ નિમિત્ત બને છે. સંસાર એ સાગર છે. પરમાત્મા તે દીવાદાંડી છે. ધર્મ એ જહાજ છે અને સદ્ગુરુ જહાજના નાવિક છે. જો આપણે ધર્મરૂપી જહાજમાં સદ્ગુરુરૂપી નાવિકના સહારે બેસીએ તો સંસારરૂપી સાગર તરી જઈએ. શ્રી સદ્ગુરુ આપણને સાધનામાર્ગમાં પડતીના સ્થાનો બતાવીને સાચવે છે અને સાધનાની ઉચ્ચતમ ભૂમિકા સુધી લઈ જાય છે. બારમાં ગુજાસ્થાનક સુધી શ્રી સદ્ગુરુના પ્રબળ અવલંબનની જરૂર પડે છે. સદ્ગુરુનું વ્યક્તિત્વ ચેતનાસભર હોય છે. તેમના સમગ્ર વ્યક્તિત્વમાંથી પવિત્રતાના સ્પંદનો નીકળતા હોય છે, જેની અસર તેઓના સંપર્કમાં આવનાર પર થતી હોય છે. તેઓનું પવિત્ર આભામંડળ (ઓરા) સાધકને મોક્ષમાર્ગમાં આગળ વધવા સહેજે સહાયરૂપ થાય છે. જપ, ૬ તપ, સંયમ, વગેરે સાધનો જીવ પોતાની મેળે કરે તો તે મોક્ષના હેતુરૂપ થતા નથી, પરંતુ સદ્ગુરુની આજ્ઞાનુસાર સસાધનો કરવામાં આવે અને તેમાં શ્રી સદ્ગુરુની કૃપા ભળે તો તે મોક્ષના હેતુરૂપ થાય છે. "જપ તપ ઔર વ્રતાદિ સભ, તહાં લગ્ન ભ્રમરૂપ, જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ'' શ્રી સદગુરુ પોતાના સુર્વાથ્ય શિષ્યમાં શક્તિપાત કરે છે. જે સદ્ગુરુનો દ્રોહ કરે છે, તેને શાસ્ત્રમાં પણ ભુવનનો ચોર કહ્યો છે. શ્રી સદ્ગુરુ આપણને આત્માનું સ્વરૂપ સમજાવે છે, સદ્ધર્મમાં સંસ્થાપિત કરે છે. જેમ બાળકને રિઝવવાથી તેના પિતા ખુશ થાય છે તેમ શ્રી સદ્ગુરુની સેવા - આશા આરાધન કરવાથી પરમાત્મા રીઝે છે. “સંતનકી સેવા ક્રિયા, પ્રભુ રિઝન હે આપ, જાકા બાલ ખિલાઈએ, તાકા રિઝત બાપ'', સદ્ગુરુને પરમાત્માના લઘુનંદન કહેવામાં આવ્યા છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં સદ્ગુરુના લક્ષણો બતાવતા કહ્યું છે, ‘“આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાશી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય' ક સદ્ગુરુનો સંગ કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે તેનો ક્રમ દર્શાવતાં શ્રી શંકરાચાર્યજી જણાવે છે, 'સત્સંગત્વે નિઃસંત્યં નિઃસંત્યું નિમ્નસત્ત્વા निर्मोहत्वे निश्चलचित्तं निश्चलचित्ते जीवनमुक्तिः ।। " સત્સંગ વિના અસંગ પદની પ્રાપ્તિ થતી નથી. શુષ્કત્તાની કે જીવ વિચારે છે કે મારે સત્સંગ કે સદ્ગુરુની જરૂર નથી. હું તો ધ્યાન કરીને પરમપદ પ્રાપ્ત કરી લઈશ! તેનો જવાબ આપતાં શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે કે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. આ કાળમાં ગુરુની પરીક્ષા કરીને તેમને સદ્ગુરુ માનવાં, નહિતર કુગુરુ ભટકાઈ જાય તો પોતે સંસારસાગરમાં ડૂબે. શ્રી કબીર કહે છે તેમ – ''ગુરુ લોભી શિષ્ય લાલચી, દર્દીનો ખેલ દાન, દોનોં બૂડે બાપડે, બેઠે પથ્થરકી નાવ'' પં. જુગલકિશોર મુખ્તાર રચિત 'મેરી ભાવના'માં સદ્ગુરુનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે, હૈ, ‘‘વિષયોં કી આશા નહિ જિનકે સામ્યભાવ ધન રખતે નિજ પર કે હિત સાધન મેં નિશદિન તત્પર રહતે હૈં. સ્વાયંત્યાગ કી કઠિન તપસ્યા બિના ખેદ એ કરને છે, પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક F ઓગસ્ટ – ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુપરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136