________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ઈસ્લામમાં ગુરુનું સ્થાન ડો. મહેબૂબ દેસાઈ
લેખક પરિચય : મૂળે ઈતિહાસ વિષયના અભ્યાસી ડૉ. મહેબૂબ દેસાઈ ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર વિશ્વ વિદ્યાલયના અધ્યક્ષ રહી ચુક્યા છે. ઈતિહાસ વિષયક કેટલાક ઉત્તમ પુસ્તકો તેમણે આપ્યા છે. દૈનિક દિવ્યભાસ્કરમાં ચાલતી તેમની કટાર ‘રાહે રોશન' ખુબ પ્રસિદ્ધ થઈ છે. તેમની પાસેથી ઇસ્લામ ધર્મ વિષયક પણ ઉત્તમ પુસ્તકો પ્રાપ્ત થયા છે. તેઓ સમન્વયવાદી લેખક છે. ભારતીય સંસ્કૃતિ, સભ્યતાનું તેમણે ઊંડું અધ્યયન કર્યું છે.
હિંદુ અને ઈસ્લામ બંને સંસ્કૃતિઓમાં ગુરુ કે ઉસ્તાદનું સ્થાન મોખરે છે. ઈસ્લામમાં બે પ્રકારના ગુરુઓનો ઉલ્લેખ જોવા મળે છે. એક ગુરુ એ જે તેના શિષ્યને આધ્યાત્મિક શિક્ષણ આપે છે. જ્યારે બીજો ગુરુ તેના શિષ્યને દુન્યવી અર્થાત દુનિયાદારીનું શિક્ષણ આપે છે.
ઈસ્લામની સૂફી પરંપરામાં ગુરુને મુર્શિદ કહેવામાં આવે છે. મુર્શિદ એટલે ગુરુ, માર્ગદર્શક. ઈસ્લામમાં સૂફી વિચારનું વિશેષ મહત્ત્વ છે. તેમાં સૂફીઓ માને છે કે પાપનું મૂળ અનૈતિક મહેચ્છાઓ છે. તેનું દમન કર્યા સિવાય અંત૨માં અલ્લાહનું સ્થાન હોઈ શકે નહીં. એ કાર્ય માટે એક મુર્શિદ કે ગુરુની આવશ્યકતા હોય છે. આવા મુર્શિદ તેના મુરીદને આધ્યાત્મિક જ્ઞાન આપે છે. મુર્શિદને તેના શિષ્યો ખુબ માન અને સન્માન આપતા હોય છે. મુર્શિદની દરેક આજ્ઞાનું પાલન તેનો મુરીદ કે શિષ્ય કરે છે. મુર્શિદ પોતાના શિષ્યને પોતાની અંત૨ દ્રષ્ટિથી અલ્લાહના માર્ગમાં લઈ જવાનો માર્ગ બતાવે છે. મુરીદ તેના ગુરુ અર્થાત મુર્શિદને પૂર્ણ પુરૂષ માને છે. એજ રીતે ઈસ્લામિક શિક્ષણ પ્રથામાં મદ્રેસામાં ઔપચારિક કે દુન્યવી શિક્ષણ આપવામાં આવે છે. તેમાં ભણાવનાર વ્યક્તિને ઉસ્તાદ કહેવામાં આવે છે. ઉસ્તાદ કે ગુરુનું સ્થાન પણ ઈસ્લામમાં ખુદા અને માતાપિતા પછીનું ગઠ્ઠાવામાં આવ્યું. છે. જેને વ્યક્ત કરતા અનેક દ્રષ્ટાંતો ઈસ્લામિક સાહિત્યમાં જોવા મળે છે. જે રાષ્ટ્ર અને સમાજ શિક્ષકની મહત્તા અને સન્માન નથી કરતો તેનો બૌદ્ધિક વિકાસ અલ્પ રહે છે. પ્રથમ દ્રષ્ટાંત એક શાશકનો એક શિક્ષક સાથેનો વ્યવહાર વ્યક્ત કરે છે. તો બીજો કિસ્સો શિક્ષકની મુલ્યનિષ્ઠા વ્યક્ત કરે છે. ચાર્લો એ બંને દ્રષ્ટાંતો માણીએ.
હારૂન રશીદ બગદાદના ખલીફા હતા. તેમનો પુત્ર અને તેના મામા બંને હજરત ઈમામ કસાઈ પાસે શિક્ષણ લેવા જતા. એક દિવસ ગુરુ બંને શહેજાદાઓને ભણાવીને ઊઠ્યા. બંને શહેજાદાઓ ગુરુના ચંપલ લેવા દોડ્યા અને બંને વચ્ચે ઓગસ્ટ – ૨૦૧૭
ઝઘડો થયો, કોણ ગુરુને ચંપલ પહેરાવે ? અંતે ગુરુએ ન્યાય કર્યો. બંને એક એક ચંપલ પહેરાવે. ખલીફા હરૂન રશીદને આ ઘટનાની જાણ થતાં તેમણે ગુરુને દરબારમાં હાજર કરવા હુકમ કર્યો. હજરત ઈમામ કસાઈ દરબારમાં હાજર થયા. ખલીફા હારૂને ભર દરબારમાં આપને પૂછ્યું,
'આપે મારા રાજકુમારી પાસે ચંપલ ઉપડાવી, તેમને પહેરાવવાનું કહ્યું હતું ?'
હજરત ઈમામ કસાઈએ હા પાડી. આવો એકરાર સાંભળી દરબારીઓ ભયભીત થઈ ગયા. હમણાં ખલીફા હારૂન હજરત ઈમામ કસાઈનું માથું ઉતારી લેશે. પણ થોડીવા૨ એક નજરે હજરત ઈમામ કસાઈને જોઈ ખલીફા હારૂન બોલ્યા,
આપે મારા રાજકુમારોને આપના ચંપલ ઉંચકવા ન દીધા હોત તો ખરેખર આપ સજા પામત, પણ આપે તો તેમને ગુરુની ઈજ્જત કરવાનું શીખવી સુસંસ્કારો આપ્યા છે.'
દરબારીઓ ખલીફાનું આ વલણ જોઈ ખુશ થયા. જ્યારે હજરત ઈમામ ખલીફાને કુરનીશ બજાવી ચાલતા થયા ત્યારે ખલીફાનો અવાજ તેમના કાને પડ્યો.
‘થોભો, મેં આપને જવાની આશા હજુ નથી આપી.’ પોતાના આસન પરથી ઊભા થઈ ખલીફા હારૂન દ ગુરુ પાસે આવ્યા અને તેમને દસ હજાર દિનાર આપતા બોલ્યા,
'આપે મારા રાજકુમારોને જે કંઈ આપ્યું છે તેની તુલનામાં આ તો ઘણું ઓછું છે, છતાં સ્વીકારીને કરો.'
આભારી
દરબારીઓ ખલીફા હારૂન રશીદનો આ વ્યવહાર અવાચક બની જોઈ રહ્યા.
ગુરુની નીતિમત્તા અને મૂલ્યોના જતનનો આવો જ એક કિસ્સો મારવા જેવો છે.
અલીગઢના અપાર ધનાઢ્ય મૌલવી ઈસ્માઈલને હદીસનું જ્ઞાન મેળવવાની ઈચ્છા થઈ. તેમણે અત્યંત વિદ્વાન હજરત
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક !
૯૭
વિશેષાંક
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુપ