________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
1 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક F
ભૂમિકા
સાથે સંબંધ છે અને તેથી સદ્ગુરુ એવા શિષ્યને ચાહે છે કે જેનામાં સમતા સાધવાની પિપાસા હોય, નિઃસ્પૃહતાની પ્રાપ્તિ માટેનો ત્યાગ હોય અને આત્મજ્ઞાનને પામવાની અનંત તિતિક્ષા હોય. સદ્ગુરુ શિષ્યમાં આવી એકાત્મતા સાધવાનો પ્રયત્ન કરે છે. ગુરુ પ્રથમ અને અધ્યાત્મના માર્ગે પ્રવેશ કરાવે છે, એનામાં ભાવ જગાડે છે અને પછી એને અધ્યાત્મની સરિતામાં તરતો મૂકે છે. પહેલાં એને તરતાં શીખવે છે અને પછી શિષ્યને જાતે તરતો કરીને એને મુક્તપણે તરવાની મોકળાશ આપે છે. શિષ્યને જીવનભર પોતાના બંધનમાં જકડી રાખનાર ગુરુ અહિતકારી છે. સમય જતાં શિષ્ય ગુરુની માફક ઈશ્વર સાથે એકાત્મભાવ અનુભવવા લાગે છે.
સદ્ગુરુ પાસેથી ઈશ્વર પાસેના તાદાત્મ્યનો રસ્તો પ્રાપ્ત થાય છે. ગુરુ એને અધ્યાત્મ સરોવરમાં તરતાં શીખવે છે અને પછી શિષ્ય આપમેળે તરવા લાગે છે. કેટલીક વ્યક્તિઓ સંસારથી કંટાળીને આશ્રમનો આશરો લેતી હોય છે, કેટલીક વ્યક્તિઓ આશ્રમમાં સંસાર લઈને આવતા હોય છે અને કેટલીક વ્યક્તિઓ દુન્યવી સંસારનો ત્યાગ કરીને સાચા અર્થમાં અધ્યાત્મ સાધના માટે આવતી હોય છે.
આવે સમયે એ સાધકને એનો ખ્યાલ નથી કે એની સાધના આવતીકાલે એને શું ફળ આપશે? એના મનમાં એ સવાલ હોય છે જે માર્ગે સાધના કરી રહ્યો છે એ માર્ગ સાચો છે કે ખોટો ? વળી અંતરમાંથી અવાજ પણ ઊઠતો હોય છે કે હજી ક્યાં તું પૂર્ણપણે મલિન કષાયોથી શુદ્ધ બન્યો છે ? હજી પણ તારામાં કામ, ક્રોધ અને મોહની વાસના એના ખેલ ખેલી રહી છે. આવે સમયે એને આ વૃત્તિઓ સામે ઝઝૂમવાનું સાહસ આ કોણ આપી શકે? આ વૃત્તિઓને હટાવવાનું સામર્થ્ય કોણ બક્ષી શકે? એ વૃત્તિ કઈ રીતે ઓગળી શકે એની જડીબુટ્ટી એને કોણ આપે? એ આપવાનું કાર્ય સદ્ગુરુનું છે. સદ્ગુરુ એના અજ્ઞાત એવા આધ્યાત્મિક જીવનમાં આત્મજ્ઞાનની દીવાદાંડી બની રહે છે. વૃદ્ધ થયેલા પિતાનો હાથ પકડનાર તો એનો પુત્ર હોય છે. પુત્ર ન હોય તો એનો સેવક હોય છે, પણ અહીં અધ્યાત્મના અજ્ઞાત જગતમાં પ્રવેશતાં સાધકો હાથ કોણ પકડી ? સદ્ગુરુ જ.
સામાન્ય રીતે માનવી એની આસપાસ પોતાની શક્તિની લક્ષ્મા-રેખા દોરીને એની નાનકડી ઝૂંપડીમાં વસે છે. એ વિચારે છે કે આખી જિંદગી એમને એમ વેડફી નાંખી. હવે ધર્મના માર્ગે જવાથી શું થાય ? ક્યારેક એ કહે છે કે, “મારાથી તો વધુમાં વધુ આટલું જ થઈ શકે. અધ્યાત્મ એ તો મારે માટે ગજા બહા૨ની વાત છે.'' સદ્ગુરુનું કામ શિષ્યમાં શ્રદ્ધા ઓગસ્ટ – ૨૦૧૭
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય
પ્રેરવાનું છે. માનવી આસાનીથી ક્યાંય પોતાની શ્રદ્ધા ટેકવતો નથી અને ક્યારેક અશ્રદ્ધાને નામે પ્રપંચ પણ ખેલતી હોય છે. મુલ્લા નસરૂદીનની એક પ્રસિદ્ધ કથા છે.
મુલ્લા નસરૂદ્દીનની પાસે એક વ્યક્તિ એમનો ગધેડો માગવા ગઈ. મુલ્લા એમનો ગધેડો આપવા રાજી નહોતા, પરંતુ એમની માંગણીનો સીધો ઈન્કાર કરવો પણ એમને માટે મુશ્કેલ હતો. મુલ્લા વિચારમાં પડ્યા અને બહાનું શોધવા લાગ્યા. આખરે એક બહાનું જડી ગયું.
એમણે આગંતુકને કહ્યું, ''અરે ભાઈ, આપ મારો ગધેડો લેવા આવ્યા છો, એ મારે માટે આનંદની વાત છે. આ તો મારું સદ્ભાગ્ય કહેવાય. આપના જેવી વ્યક્તિને હું કોઈપણ રીતે ઉપયોગી થાઉં, તે તો મને ખૂબ ગમે, પરંતુ હાલમાં આપને ગધેડો આપી સકું તેમ નથી''
આગંતુકે પૂછ્યું, ‘“કેમ ? કોઈ મુશ્કેલી છે? હું મારું કામ પૂરું થતાં તમારો ગધેડો સાચવીને પાછો આપી જઈશ.'’
મુલ્લાએ કહ્યું, “અરે, એવી તો કોઈ સવાલ જ નથી. આપના પર મને પૂરો એતબાર છે, પરંતુ વાત એવી છે કે મારો ગધેડો નદીએ નાહવા ગર્યા છે. એને સ્નાન કરતાં ઘણી વાર લાગે છે, એટલે બે-ત્રણ કલાક પહેલાં એ પાછો આવે તેમ નથી.”
આગંતુકે મુલ્લાની વાત સ્વીકારી લીધી. મુલ્લાના પરમાંથી બહાર નીકળતા હતા, ત્યાં જ અંદરથી ગધેડાનું ભૂંકવાનું સંભળાયું. આગંતુકને અત્યંત ક્રોધ ચડ્યો. એણે કહ્યું, “તમને ખોટું બોલતાં શરમ નથી આવતી? કહો છો કે ગધેડો નદીએ નાહવા ગયો છે અને એ તો ઘરની અંદર છે. એ ભૂંક્યો એટલે મને ખબર પડી.''
મુલ્લા મુંઝાયા. એમણે કહ્યું, “જુઓ જનાબ, હું એવી વ્યક્તિ સાથે વાત કરતો નથી કે જે મારા કરતાં ગધેડા પર વધુ વિશ્વાસ કરતી હોય.''
આમ, વિશ્વાસને નામે આ જગતમાં ઘણું સાચું-ખોટું ચાલે છે; પરંતુ સદ્ગુરુની ઉપસ્થિતિ સાધકમાં એક ભિન્ન પ્રકારનો વિશ્વાસ ઉગાડે-જગાડે છે. શિષ્ય સદગુરુને જોઈને વિચારે છે કે જો તેઓ વિકાસ સાધીને આવા ગુઠ્ઠાવાન અને આંતરિક રીતે સમૃદ્ધિવાન બની શકે છે, તો પછી પોતે પણ એવો ગુણવાન બની શકે.
ભગવાન મહાવીરે કહ્યું કે, 'જેમ ગોટલીમાં આંબાનું વૃક્ષ છુપાયેલું છે, તેમ તારા આત્મામાં પરમાત્મા છુપાયેલો છે. આ ગોટલી એટલે સાધકનો આત્મા અને આંબાનું વૃક્ષ એટલે પરમાત્મા.' આ રીતે ગોટલીમાંથી આંબો પ્રગટાવવા માટેનું કાર્ય ગુરુ કરે છે. સદ્ગુરુ કઠિન શાસ્ત્રગ્રંથોના ઉપદેશો ગુરુ પરંપરા વિશેષાંક !
૫૫
વિશેષાંક
cele h]Pale : મોરs for • #hā] hehee Pale : P
a dev ;
svfor #she] hehefe has ps
રા વિશેષાંક :
e hello : Fds #for