Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 75
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક - પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક વસંતઋતુના મદમોહક વર્ણનની ગુરુ ૫૨ અસર થતી નથી, અને ગુરુએ કામવિજય કર્યો છે એવા વર્ણનવાળા ફાગુકાવ્યોની રચના કરી છે. સુમતિસાધુસૂરિ ફાગુ, જિનચંદ્રસૂરિ ફાગુ જેવા અનેક કાવ્યોમાં આ પરંપરાનું અનુસરણ થયેલું જોવા માળે છે. મધ્યકાળનો બીજો એક લોકપ્રિય પ્રકાર વિવાહલોનો છે. વિવાહલોમાં કવિ કે લગ્નને નિમિત્ત બનાવી તીર્થંકરોના મુક્તિરમશી સાથેના કે ગુરુભગવંતોના સંયમસુંદરી સાથેના વિવાહ આલેખવાની પ્રથા હતી. ખતરગચ્છના જિનોમસૂરિના સ્વર્ગવાસ સમયે તેમના શિષ્ય મેરુનંદનગણિએ ભક્તિભાવપૂર્વક પોતાના ગુરુ માટે આવા વિવાહલાની રચના કરી છે તો તપાગચ્છના સુમતિસાધુસૂરિને માટે લાવણ્યસમય નામના સમર્થ કવિએ સુમધુર વિવાહલાની રચના કરી છે. આ વિવાહલાની અંતિમ કડીમાં ગુરુ માટેનો અપૂર્વ અહોભાવ છલકે છે; જે આપણા હૃદયને સ્પર્ધા વિના રહેતી નથી. જા સાત સાયર વર દિવાયર ગયા રોહિશ ચંદલુ, તાં એ અનુપમ સુગુરુ સરસિંહ જયતું જ િવિવાહલું (જેમ સાત સાગર પર આકાશમાં સૂર્ય અને રીતિજ્ઞીનો ચંદ્ર શોભે છે, તે રીતે અમારા અનુપમ સુગુરુ-સરસ છે, અને તેમનો વિવાહલો જય પામો.) મધ્યકાલીન સાહિત્યમાં નિત્યસ્વાધ્યાય માટે 'સજ્ઝાય' સ્વરૂપની રચના કરવામાં આવતી. પાંચથી દસ કડીની આવી સુમધુર ગેય રચનાઓમાં અનેક કવિઓએ પોતાના દીક્ષાગુરુ-વિદ્યાગુરુ અથવા સહવર્તી માર્ગદર્શક સાધુ ભગવંતોના ગુણોનું ગાન કર્યું છે. આવી સજ્જાર્યાનો ધર્મસૂરિ (કાશીવાળા)ના શિષ્ય વિદ્યાવિજયજીએ ‘ઐતિહાસિક સજ્ઝાય સંગ્રહ'ને નામે સંપાદન કર્યું છે. આવી સજ્જાર્યોમાં ક્ષમાવિજય, પાર્શ્વચંદ્રસૂરિ, રાજસાગરસૂરિ, વિજયદેવસૂરિ, વિજયપ્રભસૂરિ, વિજયસેનસૂરિ, હીરવિજયસૂરિ, હેમવિમલસૂરિ આદિ ગુરુ ભગવંતો પરની સજ્ઝાયો નોંધપાત્ર છે. ગુરુમહિમાની સજ્જાર્યોમાં ‘હીરવિજયસૂરિ લાભપ્રવા સજ્ઝાય' જેવી રચના ભાવ અને કાવ્યદૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. હંસરાજ નામના કવિ હીરવિજયસૂરિના ચાતુર્માસને લાભ ભરેલા વહાદા સાથે સરખાવે છે. ગુરુ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી હીરા મોતીના ભંડારોથી ભરેલા વહાણસમા ચાતુર્માસાર્થે પધારી રહ્યા છે. ગુરુના આ મંગલ ચાતુર્માસમાં હે પાલનપુર નગરના ભવ્યજનો, આપથી આ રત્નભંડારગુરુના સાન્નિધ્યનો અવશ્ય લાભ લો એવી વિનંતી કરે છે. ''જયકર જેસંગજી ગુરુરાય, નામિ નવનિધિ પામિઈજી, દર્શન દારિદ્ર જાય, જયંકર જેસંગજી ગુરુરામ'', (જેસંગ (વિજયસેનસૂરિની પૂર્વાવસ્થાનું નામ) ગુરુ જય પામો, જેના નામે નવનિધિ થાય, દર્શન દરિદ્રતા દૂર થાય.) આમ, સજ્ઝાયસ્વરૂપમાં અનેક કવિઓએ પોતાના ગુરુઓ, ગચ્છનાયક આચાર્યગુરુઓ આદિને ભાવભરી અંજલિ આપી છે. આ પ્રકારના ગુરુમહિમાના કાવ્યોનો મોટો સંચય ' જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંચય' શ્રી જિનવિજયજીના સંપાદનમાં પ્રકાશિત થયો છે. મધ્યકાળની આ ગુરુપરંપરાની આદર દર્શાવતી કાવ્યરચનાઓમાં આચાર્યો, સાધુઓની સાથે જ સાધ્વીજી પ્રત્યે પણ આદર દર્શાવતી કેટલીક રચનાઓ મળે છે, તે નોંધપાત્ર છે. ધર્મલક્ષ્મી મહત્તરાનો મહિમા દર્શાવતા ભાસની રચના ઓશવંશી આનંદમુનિએ કરી છે. એ જ રીતે ઉદયચૂલા મહત્તરા પણ ખૂબ પ્રભાવક અને પ્રતિબંધકુશળ હતા, તેવું તેમના વિશેની સજ્ઝાયમાંથી જાય છે. આ કાવ્યોમાં પંડિત હેમચંદ્ર નામના સાધુનો મહિમા કરતા તેમના ગુણોથી પ્રેરાયેલા કવિએ સુગુરુનું સ્વરૂપ સુંદર રીતે વર્ણવ્યું છે, પરમાતમ આતમ હિતકારી, મમતા રિવિવારીરે, સમતાભાવે સુધ આચારી, ઈશિ કાલે વ્યવહારી રે, સંવરથ ટ કાય ઉગારી, આગમ અધિક વિચારી રે, બાલપણાથી જે બ્રહ્મચારી, તારે નરને નારી રે. સંવેગી મુનિવર સોભાગી, ઉપસમ રસના રાગી રે, પરિગ્રહથી જે હુંઆ ત્યાગી તે વાંદું વડભાગી રે. પરમાત્મ ચિંતનમાં રતન, મમતાને છોડનારા, સમતાભાવને ધારણ કરનારા, શુદ્ધ આચારવંત, આ કાળમાં ઉચિત વ્યવહાર કરનારા, પાપનો આશ્રવ સંવર દ્વારા રોકનારા, છકાયજીવોની રક્ષા કરનારા, આગમને મુખ્ય માનનારા બાળપણથી બ્રહ્મચારી એવા એ ગુરુ નર-નારીને તારે છે. સંવેગવાળા - સૌભાગી અને પરમ શાંતરસના રાગી, પરિગ્રહને ત્યાગ કરનારા એવા મુનિ મોટાભાગ્યવાળા હું તેમને વંદન કરૂં છું. મધ્યકાળની ગુરુમહિમાની આ પરંપરામાં અત્યાર સુધી રાસ, ફાગુ, સજ્ઝાય, વિવાહલા આદિ પ્રકારોની વાત કરી, એ મોટે ભાગે વ્યક્તિગત શિષ્યની ગુરુ પ્રત્યેની લાગણીની અભિવ્યક્તિના માધ્યમ બન્યા છે. ત્યારે ભંડારોમાં ઉપલબ્ધ વિજ્ઞપ્તિપત્રોમાં સંઘના હૃદયની ભાવાભિવ્યક્તિ મુખ્યરૂપે પ્રગટ થાય છે. પોતાના નગરમાં ચાતુર્માસ અર્થે પધારવાની વિનંતી કરતા પત્રો એ કાળે કપડા કે કાગળના પટ્ટ તેમના જ શિષ્ય શ્રી વિજયસેનસૂરિનો મહિમા વર્ણવતા પર કલાત્મક ચિત્રો સાથે મોકલવાની પ્રથા હતી. આવા કેટલાક ગુણવિજયજી નામના કવિ ગાય છે, પટો ભંડારોમાં સચવાયા છે. આ.વિ.શીલચંદ્રસૂરિ દ્વારા સંપાદિત ઓગસ્ટ – ૨૦૧૭ i પ્રભુ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ૭૫ #kaj Theh ele y{ello : be plot * [2] Thh Te allot be plot * ] Tel e [av # <ps »lot ♦ say ahêh ele ]elo pa phot* #ha_aheh ehelo: ps phot

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136