Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 68
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 1 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક F ગુણાપંકજ કૃપા ડૉ. જિતેન્દ્ર શાહ લેખક પરિચય - ડૉ. જિતેન્દ્રભાઈ શાહ જૈન જગતમાં જાણીતું નામ છે. તેઓ અમદાવાદ સ્થિત એલ.ડી. ઈન્ડોલોજીના ડાયરેક્ટર છે. જૈન સાહિત્યમાં સંશોધન ક્ષેત્રે સંદર્ભે તેમણે નોંધપાત્ર કાર્ય કરેલ છે. સંશોધનનું મહત્વનું સમાયિક 'સંબોધી'ના સંપાદક છે. તેમના સંનિષ્ઠ માર્ગદર્શન હેઠળ અનેક સંશોધકો તૈયાર થઈ રહ્યાં છે. અનેક મહત્વનાં જૈન પુસ્તકોનું સંપાદન અને લેખન કાર્ય તેમણે કર્યું છે. અધ્યયનપૂર્ણ પરિસંવાદોનું આયોજન નિરંતર કરી અભ્યાસુઓને તૈયાર કરે છે. सूतेऽनम्बुधरोऽपि चन्द्रकिरणैरम्भांसि चन्द्रोपलस्तद्रूपं पिचुमन्दवृन्दमपि च स्याच्चान्दनैः सौरभैः । स्पर्शात् सिद्धरसस्य किं भवति नो लोहं च लोहोत्तमम् । प्राप्य श्रीगुरुपादपङ्कजकृपां मूर्खोऽपि सूरिभवेत् । વૈરાગ્યપાતા - 279 જૂલરહિત ચંદ્રકાન્તમા ચંદ્રકોના સંપર્કથી પાણીને જન્મ આપે છે. ચંદન વૃક્ષોની સૌરભથી લીમડાનો સમૂહ પણ સુવાસિત બની જાય છે. અને સિદ્ધસના સ્પર્શથી લોખંડ પણ સુવર્ણ નથી બની જતું ? તેવી જ રીતે શ્રીગુરુના પગરૂપી કમળોની કૃપા પામી મૂર્ખ પણ પંડિત બની જાય છે. ભારતીય પરંપરામાં ગુરુનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ગુરુ માર્ગદર્શક છે. ગુરુ ધર્મદાતા છે. ગુરુકૃપાથી અવર્ણનીય સિદ્ધિી પ્રાપ્ત થાય છે. ગુરુકૃપાથી સામાન્યમાંથી અસામાન્ય બનેલા મહાત્માઓનાં અનેક દૃષ્ટાંતો ઇતિહાસના પાને અંકિત થયેલાં છે. આગમથી શરૂ કરીને આધુનિક યુગમાં રચાયેલા ગ્રંથોમાં ગુરુનો મહિમા ગવાયો છે. ગુરુ જડને વિદ્વાન બનાવે છે. કુટિલ જીવને સરળ બનાવી દે છે. જેવી રીતે ચંદ્રના કિરણો પૃથ્વી તલને ધવલિત કરે છે અને કુમુદવનને શીઘ્ર વિકસિત કરે છે તેવી જ રીતે ગુરુ જ્ઞાનપ્રકાશ અજ્ઞાનનો અંધકાર અને હૃદયમાં પડેલી વક્રતાનો વિનાશ કરે છે. હૃદયને વિકસિત કરી દે છે. સંસારમાં રહેલા અજ્ઞાની, મહામાંથી ગ્રસ્ત જીવો મોટાભાગે નિષ્ફળ કે વિપરીત પરિણામવાળી પ્રવૃત્તિ જ કરે છે, તેને સફળ બનાવવાની કળા સદ્ગુરુમાં હોય છે. ગુરુ એ સજ્ઞાનરૂપી કિરણવાળા સૂર્ય સમાન છે, તે અંધકારનો વિનાશે કરે છે. તેમના જ્ઞાનપ્રકાશને કુંભકુટિરપ્રભાતન્યાયે વર્ણવ્યો છે. કુંભ આકારની કુટિરમાં પ્રભાતનાં કોમળ કિરણો અંધકારને દૂર કરવામાં સમર્થ નથી હોતા પરંતુ સૂર્યનાં તેજસ્વી શિો જ કુટિરના અંધારાને નષ્ટ કરવામાં સમર્થ બને છે તેવી રીતે હૃદયમાં પડેલા મહામોહના અંધારાને દૂર કરી શકે છે. આ ૬૪ અંગે ઉપાધ્યાય યોવિજયજી મ.સા.એ વૈરાગ્યકલ્પલતામાં બહુ સુંદર વાત કહી છે. તેઓ જણાવે છે કે અજ્ઞાનયુક્ત જીવોનો વિનિપાત કરવામાં કારણભૂત અને દેખાય નહીં તેવા ગુપ્ત-મોહ નામના વિપત્તિઓથી ભરેલા અંધારા કૂવામાં પડતા જીવોને હાથ પકડીને અટકાવે છે અને સદ્ગુરુ સન્માર્ગે લઈ જાય તેવા કહ્યાશમિત્ર સ્વરૂપ હોય છે. ગુરુ જ સાધકના અને આત્યંતર વિકાસમાં નિમિત્ત બને છે. આવી અદ્ભૂત સાચા કલ્યાણમિત્ર છે. પરમ કરુણામય હોય છે. તેઓ જ બાહ્ય ગુરુકૃપા જેને જેને પ્રાપ્ત થઈ છે તે તરી ગયા છે. જેનું મન ગુરુ ચરણરૂપી કમળમાં લીન નથી બન્યું તેને બધું જ મળ્યું હોય તો પણ તેનો કશો જ અર્થ નથી. શંકરાચાર્ય જણાવે છે કે શરીર સ્વરૂપવાન હોય. પત્ની પણ રૂપવતી હોય, સ્ત્કીર્તિ ચારેય દિશાઓમાં વ્યાપેલી હોય, મેરુપર્વત જેટલું અપાર ધન હોય, પરંતુ મન જો ગુરુના ચરણકમળમાં લીન ન હોય તો આવી બધી ઉપલબ્ધિઓનો શો અર્થ? વળી કહ્યું છે. કે જેનું મન ભોગ, યોગ, અશ્વ, રાજ્ય, ધોપભોગ અને સ્ત્રીસુખથી ક્યારેય વિચલિત ન થયું હોય પરંતુ તન ગુરુચરણો પ્રતિ આસક્ત ન થયું હોય તો મનની આવી બધી અટલતાઓથી શો લાભ ? મને ગુરુચરોમાં લીન બન્યું હોય તો જ અન્ય સર્વ ઉપલબ્ધિઓથી લાભ પ્રાપ્ત થાય છે. બાકી બધું નિરર્થક છે. શાસ્ત્રમાં ગુરુનો આવો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તેના કારણે ભક્તો ગુરુચરણે સમર્પિત થઈ સાધના કરે છે. ગુરુ શબ્દ જ સ્વયં એટલો મહાન છે કે તેની આગળ કોઈપણ ઉપસર્ગ કે વિશેષણ લગાડવાની જરૂર નથી. પરંતુ સંસારમાં જાતજાતના લોકો હોય છે. તેઓ પોતાની જાતને ગુરુ તરીકે સ્થાપિત કરી પોતાના સ્વાર્થને સાધતા હોય છે. આવા ગુરુઓનો પણ તોટો નથી એટલે જ શાસ્ત્રમાં ગુરુના બે ભેદ પાડવામાં આવ્યા છે. (૧) ગુરુ (૨) કુગુરુ. સદ્ગુરુનાં લક્ષણો ‘‘આત્મસિદ્ધિ’'માં શ્રીમદ્ રાજચંદ્રજીએ એક પદમાં વર્ણવ્યાં છે. ૬ પ્રભુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ૬ ઓગસ્ટ – ૨૦૧૭ * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક • R[ev Fb phot #spe] hehel had : ->G #for #k[@] mh¢h fh]Pelo : Fps pfor_

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136