________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
આજીવન વિદ્યાની ઉપાસના અર્જુનને જગતનો શ્રેષ્ઠ શિષ્ય બ્રાહ્મણ બનીને કર્ણ પહોંચ્યો છે ને અસ્ત્ર-શસ્ત્રોમાં પારંગત સાબિત કરે છે. બન્યો છે. પણ નિયતિનેય કર્ણની પ્રગતિ જાણે મંજૂર નથી. એક વાર કર્ણનાં ખોળામાં માથું મૂકીને ગુરુ પશુરામ નિદ્રાધીન થયા છે ત્યારે ભાવિને ધ્યાનમાં રાખીને અર્જુનનું કુશળ ઈચ્છતા ઈન્દ્રે ભ્રમર બનીને કર્ણની જાંધ કોતરી નાખી છે. ગુરુની નિદ્રાને ધ્યાનમાં રાખીને ભયંકર પીડામાંય અડોલ રહેલા કર્ણની કોરાયેલી જાંધમાંથી વહેતી લોહીની ધારા પરશુરામને ભીંજવે છે અને તેથી તે જાગી ગયેલા ગુરુ કર્ણની તિતિક્ષા જોઈને એના બ્રાહ્મણત્વ વિષે શંકા સેવે છે. કર્ણને મુખેથી એ બ્રાહ્મણના હોવાનું જાણીને અનન્ય ગુરુભક્તિ ધરાવતા કર્ણનો ઘો૨ તિરસ્કાર કરીને પરશુરામે અણીની વેળાએ વિદ્યા ભૂલી જવાનો પુરસ્કાર શાપરૂપે કર્ણને આપ્યો છે ! એ ક્ષણે સહેજ પણ વિચલિત થયા વિના ગુરુએ આપેલી વિદ્યાનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરીને કર્ણે ગુરુની વિદાય લીધી છે.
વિદ્યાર્થીકાળથી જ અર્જુનનું અનોખાપણું કોર કાઢતું રહ્યું. છે. પાંડવો-કૌરવોમાં અર્જુન વિદ્યાતપે કરીને હંમેશાં બળૂકો સાબિત થર્તા રહ્યો છે. અર્જુનની વિદ્યાજિજ્ઞાસા અનન્ય છે. ગુરુ દ્રોશ, અશ્વત્થામાં પ્રત્યેના અપત્યપ્રેમના કારો સો શિષ્યોને પાણી ભરવા મોકલે છે ત્યારે વિલંબ થાય એ માટે બીજાઓને કમંડળ અને પુત્રને વડો આપે છે. બીજાઓ પહોંચે એ પહેલાં તેઓ અશ્વત્થામાને ધનુર્વિદ્યાની શ્રેષ્ઠ ક્રિયાઓ શીખવી દે છે. પણ વિચક્ષણ અર્જુને આ વાત જાણી લીધી ને વરુશાસ્ત્રથી કમંડળ ભરીને અશ્વત્થામા સાથે જ પહોંચી આવવા માંડ્યું. અંધારામાં ભોજન લેતા અર્જુનને એક વાર વિચાર આવ્યો કે જો અભ્યાસથી અંધારામાં કોળિયો મોઢામાં જ જાય છે તો પછી અંધારામાં અસ્ત્રનું સંધાન પણ શક્ય જ છે. આ વિચારથી પ્રેરાયેલો અર્જુન અંધારામાંયે શસ્ત્રસંધાન શીખીને જ જંપ્યો છે. યોગ્ય અસ્ત્રોના પ્રર્યાોમાં, શીઘ્રતામાં અને ચપળતામાં દ્રાશના સૌ શિષ્યોમાં એ ચડિયાતો સાબિત થયો. દ્રોણ સ્વયં પણ તેને અજોડ શિષ્ય માને છે. સૌ કુમારોની ગુરુએ લીધેલી પરીક્ષામાંય પક્ષીની આંખ વીંધીને અર્જુને પ્રથમ ક્રમ મેળવ્યો છે તો એક વાર મગરથી ઘેરાયેલા ગુરુને છૂટકારીય અર્જુને જ અપાવ્યો છે.
સૌ કુમાંરોનો વિદ્યાકાળ પૂર્ણ થતાં આચાર્યે સૌની અસ્ત્રવિદ્યા કુટુંબીજનોને દેખાડવા એક સભાનું આયોજન કર્યું છે ત્યારે શિષ્ય પ્રત્યેના ગર્વથી છલકાતા ગુરુ દ્રોણે અર્જુનની ઓળખ સહુને આપતાં કહ્યું કે: ‘જે મને પુત્રથીય પ્રિયત૨ છે, સર્વ શાસ્ત્રોમાં વિશારદ છે, ઈન્દ્રપુત્ર છે ને ઉપેન્દ્ર સમાન છે તે અર્જુનને તમે જુઓ.' દ્રોણના આ શબ્દો અર્જુને આજીવન સાચા ઠેરવ્યા છે. કુરુસભા તો શું, યુદ્ધ કરતા અર્જુનને સ્વયં મહાદેવ શિવ, પિતા ઈન્દ્ર, પિતામહ ભીષ્મ, મહાન યોદ્દો કર્ણ, સ્વયં અગ્નિ-સૌ જોતા રહી ગયા છે. ગુરુ પાસે હંમેશાં નતમસ્તક રહેલા અર્જુને ગુરુદક્ષિણામાં દ્રોણની ઈચ્છા પ્રમાણે રાજા દ્રુપદ સામે ચડાઈ કરીને દ્રુપદને હરાવીને દ્રોણ સમક્ષ ખડો કર્યો છે.
તો અર્જુનની લગોલગ પોતાનાં ઉદાત્ત શિષ્યત્વને પ્રમાણિત કર્યું છે મહારથી કર્યો. કુળને કારણે અન્ય રાજકુમારોની જેમ કર્ણને વિધિવત્ વિદ્યાપ્રાપ્તિ થઈ શકી નથી. પણ વિદ્યાવ્યાસંગી, ક્ષત્રિયનું લોહી ધરાવતા કર્ણે ગમે તેમ કરીને અસ્ત્રવિદ્યામાં અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માત્ર બ્રાહ્મણોને જ વિદ્યા આપતા શસ્ત્રવિશારદે પરશુરામ પાસે
૬૪
મહાભારતના આ બે પ્રધાન શિષ્યોને પોતાની સિદ્ધાંતનિષ્ઠાથી, વિદ્યાપ્રીતિ-રતિથી ને ગુરુજનોનાં પક્ષપાત કે જાતિભેદ જેવાં નિમ્ન વલણોને ગળી જઈને ગુરુતત્ત્વનું અતિક્રમણ કરી જાણ્યું છે.
એકલવ્ય મહાભારતનું ગૌશ પાત્ર ગણાય છે, પણ ગુરુભક્તિમાં તેની અનન્યતા અદ્યાપિ ચિરંજીવ રહી છે. જાતિભેદને લઈને દેખીતી રીતે એ દ્રોશશિષ્ય બની શક્યો નથી. પણ એક વાર મનમાં એકલવ્યનું બેજોડ પરાક્રમ નિહાળીને તેમ જ એકલવ્યને મોઢેથી પોતાનો ગુરુ તરીકે ઉલ્લેખ સાંભળીને સડક થઈ જવા છતાં, દ્રોણે તેના પસેથી ગુરુદક્ષિણામાં તેના જમણા હાથનો અંગૂઠો માગી લેવાની અનધિકૃત ચેષ્ટા કરી લીધી છે. પણ સહજભાવે ગુરુની આ ઈચ્છા ફળીભૂત કરીને એકલવ્ય તેના આ કહેવાતા ગુરુનાં કામાંથી મુક્ત થઈ ગયો છે. કર્ણ, અર્જુન અને એકલવ્ય આ અર્થમાં એમના ગુરુજનોથીય ચહેરા શિષ્યો તરીકે મહાભારતમાં ઊભર્યા છે.
આપણાં બંને આદિકાવ્યોના આર્ષદ્રષ્ટા સર્જકો વાલ્મીકિ અને વ્યાસને મન ગુરુ-શિષ્યનો સંબંધ સભ્યનો સંબંધ છે. બંને કૃતિના ગુરુજનોએ આ શિષ્યોની ઝોળી વિદ્યાતત્ત્વથી છલકાવી દીધી છે. અને એક વાર શિષ્યોને વિદ્યાધનથી તવંગર બનાવ્યા પછી એમનાં જીવનમાં ફરી વાર ડોકિયું સુદ્ધાં કર્યું નથી. ગુરુનો ધર્મ છે આપીને ધન્ય થવાનો ને શિષ્યનો ગુરુએ આપેલું ઉજાગર કરીને ગુરુને ધન્ય કરવાનો.
રામ ને અર્જુને ગુરુએ આપેલી વિદ્યાનો આવશ્યકતા
ઓગસ્ટ – ૨૦૧૭
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક !;
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ'
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય