Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 52
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક - પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક અસલી સ્વરૂપ વિસરી ચૂક્યો હોય છે તેને પોતાના સ્વસ્વરૂપની પુનઃ અનુભૂતિ કરાવવાની જે ખેવના રાખે છે, તે ગુરુ છે. મતલબ કે તે અવિદ્યાગ્રસ્ત હૃદયગ્રંથિમાંથી સાધકને મુક્તિ અપાવે છે. આવો ગુરુ સાધક શિષ્ય માટે પથપ્રદર્શક (guide), તત્ત્વવેત્તા (philosopher) અને કલ્યાણમિત્ર (friend) રૂપ હોય છે. તે મુમુક્ષુ શિષ્યને માની મમતાથી, પિતાના વાત્સલ્યથી અને માળીની કુનેહથી ઉછેરે છે. આવા ગુરુ શ્રોત્રિય (જ્ઞાની) અને બ્રહ્મનિષ્ઠ (તત્ત્વદર્શી), નિષ્પાપ, નિષ્કામ, બ્રહ્મવેત્તા, ઈંધણ વગરના અગ્નિ જેવા શાંત, દયાના સાગર, શરણાગત અને સદાચારીઓના બંધુ સમાન હોય છે. આનુવંશિક શુદ્ધિ, ક્રિયાગત શુદ્ધિ, માનસ શુદ્ધિ, અને વિશુદ્ધ ચૈતન્યમાં સ્થિતિરૂપ પરમ શુદ્ધિ - એવી ચાર શુદ્ધિઓવાળા તેઓ હોય છે. તેઓ સિદ્ધ હોવા છતાં સાધક હોય છે. ઈશ્વરની માફક તેઓ શિષ્યના માતા, પિતા, બંધુ, સખા, સાથી, સહાયક - બધું જ હોય છે. ઈશ્વરની માફક જ તેઓ કૃપાસિંધુ અને કરુણાનિધાન હોય છે. જેમનામાં પવિત્રતા, સદાચારિતા, શાસ્ત્રજ્ઞતા અને બુદ્ધિકૌશલ્ય હોય એવા ગુરુ શિષ્યને જે કાંઈ શીખવવાનું હોય છે એ બાબતમાં વિષયની સ્પષ્ટતા, શબ્દોની યથાયોગ્યતા, અને સદોધમાં પદ્ધતિસરતા ધરાવતા હોય છે. છે, પરંતુ એમાં ભેદ કરવો જરૂરી જણાતા શાસ્ત્રોએ એનો નિર્દેશ આ રીતે કર્યો છેઃ (૧) અધ્યાપક કે આચાર્ય (૨) ગુરુ અને (૩) સદ્ગુરુ. પાઠ્યપુસ્તક ભણાવે તે અધ્યાપક કે આચાર્ય. શબ્દથી એટલે કે વચનથી જ્ઞાન આપે તે ગુરુ અને જીવન-આચરણથી જ્ઞાન આપે તે સદ્ગુરુ. જાગ્રુતિ, સુષુપ્તિ અને સ્વપ્નાવસ્થા - એમ ચેતનાની એ ત્રણ અવસ્થામાંથી શૂન્ય ભગવાળી અને બ્રહ્માનંદમાં રમણ કરતાં મુક્તોની નિર્વિકલ્પ સમાધિવાળી તુરીય અવસ્થાવાળા જીવને ગુરુ કહે છે. પરંતુ એ ચોથી ભૂમિકાથીયે જે ‘હું શુદ્ધ પૂર્ણ બ્રહ્મ છું' એવી પૂર્ણ પ્રજ્ઞાવાળી પાંચમી તુરીયાતીત અવસ્થાનો વૈભવ માણો જીવ સદ્ગુરુ છે. આવા સદ્ગુરુ મૂર્તિમાં (૧) વશિત્વ પર (૨) આનંદત્વ (૩) સુખપ્રદત્વ (૪) કેવલત્વ (૫) દ્વંદ્વરહિતત્વ (૬) ચિંદમ્બરત્વ એ છ ધર્મોનો યોગ હોય છે. આગમ અનુસાર ગુરુ ત્રણ પ્રકારના હોય છેઃ (૧) માનવગુરુ (૨) સિદ્ધગુરુ અને (૩) દિવ્યગુરુ. શબ્દ કે વચનથી જ્ઞાન આપે તે માનવગુરુ. દર્શન અને ચરણસ્પર્શ માત્રથી ઉદ્વા૨ ક૨ી દે તે સિદ્ધગુરુ અને કૃપા કરી પંચપરાયા કરે તે દિવ્યગુરુ, ગુરુપદની બે પરંપરાઓ છેઃ (૧) બુંદપરંપરા અને (૨) નાદપરંપરા. જે ગુરુ પોતાના સંતાનને ગુરુગાદી આપે છે તેને બુંદપરંપરા કહે છે અને જ્યાં ગુરુ પોતાના સંતાનને નહીં પણ અધિકારી શિષ્યને ગુરુપદ આપે છે તેને નાદપરંપરા કહે છે. ભારતીય સંસ્કૃતિમાં આ બંને પરંપરાઓ ચાલતી રહી છે. કુળ અને વંશની જે ગુરુપરંપરા ચાલતી આવતી હોય. છે, તેમાં આવતા ગુરુ અને ગુરુવંશજો શિષ્યને દીક્ષા આપવાનો અધિકાર ધરાવે છે. શિષ્ય કે સાધકના ત્રિવિધ તાપનો નાશ કરી, એને સ્વસ્વરૂપનું જ્ઞાનદાન કરી, મુક્તિ અને આનંદનો અનુભવ આપી તેને દીક્ષા કહે છે. આવી દીક્ષાના આમ તો અનેક પ્રકારો છે, પા એમાં ત્રણ પ્રકારો મુખ્ય છેઃ સ્પર્શદીક્ષા, દૃષ્ટિદીક્ષા અને વઘદીયા. શાસ્ત્રોમાં આમ તો અનેક પ્રકારના ગુરુઓનો નિર્દેશોને સત્ અને ઋતના નિયમ અનુસાર જ જીવાડે છે, તેથી તેમનું શાસન વ્યાકૃત આકાશમાં છે, જ્યાં ગુણકર્મના રજકણો છે. જ્યારે શ્રી સદ્ગુરુ જ્ઞાનના પ્રેરક હોવાથી અને જ્ઞાનનું સ્વરૂપ સત્યનું સત્ય હોવાથી એમની સત્તા અવ્યાકૃત આકાશ એટલે કે ચિદંબરમાં પ્રવર્તે છે. તેથી જીવને જે ફળ ભગવાન ન આપે કે આપી શકે તે શ્રી સદ્ગુરુ આપે છે. આથી ઘણાં લોકો શ્રી સદ્ગુરુને ‘પારસમિા' કહીને ઓળખાવે છે, પણ એ સરખામણી બરાબર નથી. પારસમણી લોઢાને સુવર્ણ બનાવી શકે છે, પરંતુ તે એને પોતાની માફક પારસમણિ નથી બનાવતો. જ્યારે ગુરુ તો પોતાના શિષ્યને પોતાના જેવો જ અને ક્વચિત્ પોતાનાથી પણ અધિક સમર્થ બનાવી દે છે. વળી, પારસમણિ લોઢાને સુવર્ણ બનાવી શકે છે, પરંતુ i પ્રભુ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક H ઓગસ્ટ – ૨૦૧૭ ગુરુને ભગવાન કહીને ઓળખાવવાની પ્રથા છે. એનું કારણ એ છે કે શ્રી, વૈરાગ્ય, ઐશ્વર્ય, યશ, ધર્મ અને જ્ઞાન એવા જે છ ભગ (ગુશ) ઈશ્વરમાં છે, તેમાંના ત્રણ વૈરાગ્ય, ધર્મ અને જ્ઞાન - ગુરુમાં પણ છે. આ સમાનતાને કારણે એને ભગવાન કહેવાની પ્રથા છે. ગુરુ જ ગોવિંદનું ભાન કરાવે છે તેથી ગુરુને ભગવાનથીય અદકેરા ગણવાની ભાવના પણ આપણે ત્યાં છે. પરંતુ એનાં કારણો છે. એનું પહેલું કારણ તો એ છે કે સદ્ગુરુતત્ત્વ આ વિશ્વના દેહ-પ્રાણ ઉપર શાસન કરનાર ભગવાનના કરતાં મન-બુદ્ધિના અધ્યક્ષરૂપ હોવાથી ચડિયાતું છે. બીજું કારણ એ છે કે, ઈશ્વરપદ જીવના કર્માશયના વિપાક વધુ જાતિ, આયુષ્ય અને ભોગ પ્રગટાવે છે, જ્યારે સદ્દગુરુપદ સાંસારિક અને દુન્યવી ક્લેશની વાસનાનો લય કરી અક્લિષ્ટ સ્વરૂપના ગુરાધર્મોનો જીવમાં ઉદય કરી તેનામાં મોક્ષ પ્રગટાવે છે. ત્રીજું કારણ એ છે કે, ઈશ્વર વ્યવહાર અને ૫૨માર્થના સત્ય નિયમોને આધીન રહી kr) ahêh of h]pels : ઃ ભારતીય જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136