Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 51
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક અને એ શિષ્યોના શિષ્યો દ્વારા રામકથા આપશે ત્યાં વહેતી રહી છે. એ જ રીતે ભગવાન સદાશિવે પ્રથમ સનકુમારોને બ્રહ્મવિદ્યા પ્રદાન કરી, એમના દ્વારા મુનિ નારદજીને અને અન્ય ઋષિઓને આ વિદ્યા આપવામાં આવી. એમ બ્રહ્મવિદ્યા ઉત્તરોત્ત૨ પછીની પેઢીઓમાં સંક્રાન્ત થતી રહી છે. એમ કરતાં એ વિદ્યા ગૌડપાદાચાર્યજી પાસે આવી, એમણે ગોવિંદાચાર્યને આપી, ગોવિંદાચાર્યે એમના શિષ્ય આદિ શંકરાચાર્યજીને આપી. શંકરાચાર્યજીએ એમના શિષ્યોને આપી અને એ છે આપણા સુધી પહોંચી છે. એ જ રીતે જૈનધર્મ, બૌદ્ધધર્મ અને શીખધર્મમાં તેમજ નિર્ગુણ અને સગુશ સંતો-મહંતો અને ભક્તોમાં ગુરુ-શિષ્યની આવી પરંપરા દ્વારા જ અધ્યાત્મવિદ્યા આગળ ધપતી રહી છે. છેક પુરાતનકાળથી ભારતીય ચિંતનમાં સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ - એમ ચાર યુગની અવધારણાનો સ્વીકાર થયેલો છે. આ ચારેય યુગમાં ગુરુશિષ્ય પરંપરા રહી છે. પ્રત્યેક યુગના એક મુખ્ય ગુરુ મનાયા છે. જેમકે સત્યયુગમાં મુખ્ય ગુરુ હતા ભગવાન સદાશિવ ઉર્ફે દક્ષિણામૂર્તિ, ત્રેતાયુગમાં મુખ્ય ગુરુ હતા ભગવાન દત્તાત્રેય, દ્વાપરયુગમાં મુખ્ય ગુરુ હતા કૃષ્ણદ્વૈપાયન અને કળિયુગમાં મુખ્ય ગુરુ ગણાય આદિ શંકરાચાર્યજી. ભારતીય છે. જેમકે, જ્ઞાનના ઉદ્ગાતા તરીકે દક્ષિણામૂર્તિ સદાશિવને શાસ્ત્રોના માર્ગદર્શક ગુરુરૂપે મહર્ષિ વેદવ્યાસ ઉર્ફે સાંસ્કૃતિક પરંપરામાં ગુરુનાં ચાર સ્વરૂપોને મુખ્યતા અપાયેલી યોગ અને સિદ્ધિદાતા ગુરુ તરીકે ભગવાન દત્તાત્રેયને, કૃષ્ણદ્વૈપાયનજીને અને જ્ઞાનોપાસનાના પથદર્શકરૂપે આદિ શંકરાચાર્યજીને મુખ્યતા અપાયેલી છે. આ બધા ગુરુઓની શિષ્ય પરંપરાઓ છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ ઘણું છે. ગુરુ સ્વજન સિવાયની કોઈ અન્ય વ્યક્તિ જ હોઈ શકે અથવા મનુષ્ય સિવાય કોઈ જ ન હોઈ શકે, એવું નથી. માતા પુત્ર માટે, પિતા પુત્ર માટે, પુત્ર માતા માટે, પુત્ર પિતા માટે, પતિ પત્ની માટે, પત્ની પતિ માટે, સાસુ વહુ માટે ગુરુ બન્યાં હોય તેવાં ઉદાહરણો છે. જેમકે, અનસૂયા અને અદિતિ, એમના બાળકો માટે, ભૃગુ પુત્ર વરુશ માટે, શ્વેતકેતુ પુત્ર ઉદાલક માટે, પુત્ર કપિલમુનિ માતા દેવહૂતિ માટે, પુત્ર અષ્ટાવક્ર પિતા કોણું માટે, પતિ યાજ્ઞવલ્કા પત્ની મૈત્રેથી માટે, પત્ની દ્રોપદી પતિ યુધિષ્ઠિર માટે, સાસુ ગંગાસતી વધુ પાનબાઈ માટે ગુરુ બન્યાનાં ઉદાહરણો છે. એટલું જ નહીં, કુદરત, પશુ અને પંખીઓએ પણ ગુરુનું સ્થાન લીધાંના ઉદાહરણો જુદા જુદા ઉપનિષદોમાંથી મળે છે. ઓગસ્ટ – ૨૦૧૭ આપણા શાસ્ત્રોમાં પુસ્તકો કે ગ્રંથોથી જ્ઞાનપ્રાપ્તિ કરવાની વાતનું અનુમોદન નથી, કારશ કે જ્ઞાન ગુરુગમ ગણવામાં આવ્યું છે. ગુરુ વિના ધ્યેયપ્રાપ્તિ શક્ય નથી, એમ મનાયું છે. જીવનનું મુખ્ય ધ્યેય જીવનને સફળ, સાર્થક અને કૃતાર્થ કરવાનું છે. એ ધ્યેયસિદ્ધિ માટે માણસે આરાધના, ઉપાસના અને સાધના કરવી પડે. આવા આરાધક, ઉપાસક કે સાધકને એની પ્રક્રિયામાં જે અડચણો અને પ્રલોભનો આવે, તેમનું નિવારણ કે નિરાકરણ ગુરુ દ્વારા જ શક્ય બને. સાંધ્ય સમાધિ ભાષામાં રચાયેલાં શાસ્ત્રોનાં ગૂઢ સ્ત્રી કેવળ ગુરુ જ ઉકેલી આપી શકે. ગુરુ વિના તો પ્રક્રિયામાં સ્થગિત કે ભ્રમિત થઈ જવાય. એટલે ગુરુ હોવા જરૂરી છે. સંત પરંપરામાં તો જે શિષ્યભાવે ગુરુ પાસે જઈને સમર્પિત અને શરણાગત નથી થયો એને માટે ‘નૂગરા’ જેવી ગાળ છે! પરંતુ ગુરુ કોને કહેવાય એવો પ્રશ્ન કોઈના પણ મનમાં ઊઠે. તો શાસ્ત્રો ગુરુ એટલે કોશ એની સમજ આ રીતે આપે છેઃ (૧) શિષ્યને જરૂરી શાસ્ત્રોનો ઉપદેશ આપી, ઉમદા જીવન જીવવા માટેની પ્રેરણા આપે તે ગુરુ. (૨) જે શિષ્યના અજ્ઞાનને વિહારી નાખે છે અને એનાં બંધનોને કાપી નાખે છે તે ગુરુ. તે (૩) જે જીવ, શિવ અને જગતનાં ગૂઢ તત્ત્વોની અને શાસ્ત્રોની ગૂઢ વાણીનાં હસ્યોની સમજા આપે છે તે ગુરુ, (૪) જેના દ્વારા શિષ્યના કાનમાં મંત્રાત્મક અમૃતનું સિંચન થાય છે તે ગુરુ. (૫) જે બ્રહ્મ તત્ત્વનો ઉપદેશ કરે છે તે ગુરુ. આ અર્થમાં ભગવાન મનુ કહે છે તેમ ગુરુ ચાર છે. (૧) આચાર્ય (જે શિષ્યોને વેદ, વેદાંગ અને વેદાંત શીખવે), (૨) ઉપાધ્યાય (જે શિષ્યોને જીવનનિર્વાહ માટે વેદોનો એક ભાગ શીખવે અથવા ઉપવેદનું કે તેના કોઈ અંગનું શિક્ષણ આપે), (૩) પિતા (જે પોતાના બાળકોને સંસ્કાર આપવા માટે જરૂરી (૪) વિધિવિધાનો કરે અને તેના આવાસ-પોષણની વ્યવસ્થા કરે), (૪) ૠત્વિક (જે શિષ્યને નિત્ય કે નૈમિત્તિક ક્રિયાકાંડો શીખવે). ૠત્વિક (જે શિષ્યને નિત્ય કે નૈમિત્તિક ક્રિયાકાંડો શીખવે). બીજી રીતે કહીએ તો ગુરુ બે પ્રકારના હોય છે. (૧) અપરાવિદ્યાના અને (૨) પરાવિદ્યાના. બીજા શબ્દોમાં એમને શિક્ષાગુરુ અને દીક્ષાગુરુ કહીને ઓળખાવી શકીએ. જે ગુરુ શિષ્યોને દુન્યવી શાસ્ત્રોનું જ્ઞાન આપી, દુન્યવી જીવનમાં એને સફળતાપૂર્વક જીવવાનું શીખવે અને સમાજનો સન્માન્ય નાગરિક બનાવે તે શિક્ષાગુરુ કહેવાય. જે ગુરુ શિષ્યોને બ્રહ્મજ્ઞાની અને સ્વરૂપાનુસંધાનની સમજ આપી એમને જીવનને સાર્થક કરવાનો માર્ગ બતાવે તે દીક્ષાગુરુ કહેવાય. આવી ગુરુ પંથ કે મતનિરપેક્ષ હોય છે. શિષ્ય કે સાધક જે પોતાનું પ્રભુ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ૫૧ els alpes: •ps #foto #Raj hh ele lalo વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ Fleet <p@ phot ♦ #]]n] hehele Pelo : <ps phot

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136