Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 37
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક - પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક i પ્રભુ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પાપના ઉદયે શેઠની સંપત્તિ કાંકરા - કોલસામાં ફેરવાઈ ગઈ. ને તે શેઠે ઉકરડે નાખી. પૂર્ણચંદ્રે ઉકરડે પડેલું ધન જોયું ને શેઠને કહ્યું - ‘શેઠજી! તમે આ ધન ઉકરડે કેમ નાખ્યું ?' શેઠે તેને ભાગ્યશાળી સમજીને કહ્યું કે - “તું વાંસની છાલમાં ભરી ભરીને મને આપ!' બાળકે તે પ્રમાણે કર્યું ને બધું પાછું ધન બની ગયું. શેઠે ખુશ થઈને તેને એક સોનામહોર આપી. બાળકે ઘરે આવીને બધો વૃત્તાંત કહ્યો. વીરનાગે આ વાત પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિ મ.ને કરી ગુરુભગવંતે કહ્યું કે - ‘આ જીવ ભાગ્યશાળી છે. લક્ષ્મી તેને વરવા ઈચ્છે છે. જો સાધુ થાય તો શાસનની ભારે ઉન્નતિ કરે.' આમ કહી પૂર્ણચંદ્રની માગણી કરી વીરનાર્ગ વિનયપૂર્વક કહ્યું કે - ‘સાહેબ ! અમે બન્ને વૃદ્ધ છીએ. અમારે એક જ પુત્ર છે ને અમારું ભવિષ્ય તેના પર જ અવલંબે છે. છતાંય આપની આશા હોય તો મારે કશો જ વિચાર કરવાનો નથી. હું આ પુત્ર શાસનના ઉદ્યોત માટે આપને સોંપું છું.' ગુરુભગવંતે કહ્યું કે - 'ભાઈ! મારા આ ૫૦૦ સાધુઓ છે તે બધા જ તારા પુત્રો છે અને આ શ્રાવકો તને યાવન ગુજરાન આપશે. માટે શાંતિપૂર્વક ધર્મનું આરાધન કરવું ! માતા-પિતાની રજા મેળવીને પૂર્ણચંદ્રને દીક્ષા આપી. નામ રાખ્યું રામચંદ્ર મુનિ ! શ્રી સંધે પણ વીરનાગ અને જિનદેવી આનંદથી જીવન વ્યતીત કરે ને નિશ્ચિંતો ધર્મધ્યાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી દીધી.' રામચંદ્ર મુનિ નાની ઉંમ૨માં જ જાણે જ્ઞાનસાગરને અવગાહી ગયા. એમની પ્રચંડ યાદશક્તિ ખીલી ઉઠી. એ શક્તિ દ્વારા ઘણાં વાદીઓનો તેમણે પરાજય કરી વાદી તરીકેની નામના મેળવી. યોગ્ય જાણીને ગુરુભગવંતે તેમને આચાર્યપદ પ્રદાન કર્યું અને ત્યારથી તેઓ વાદી દેવસૂરિ મહારાજના નામે પ્રસિદ્ધ થયા. એકવાર આચાર્ય શ્રી કર્ણાવતીમાં ચાતુર્માસ બિરાજમાન હતા. તે વર્ષે કર્ણાટકના રાજાના ગુરુ દિગંબરાચાર્ય વાદી કુમુદચંદ્ર પટ્ટા કર્ણાવતીમાં જ ચાતુર્માસ રહ્યા હતા. દેવસૂરિ મ.ના ધર્મવ્યાખ્યાનની તેમને ઈર્ષા થવા લાગી. એટલે વિવિધ ઉપાયો થકી તેમણે વ્યાખ્યાન દરમિયાન ઉપદ્રવ ક૨વાનું શરૂ કર્યું. અનેક રીતે આચાર્યશ્રીને ક્રોધ ઉપજાવવા મહેનત કરી પણ દેવસૂરિ મ.એ ખૂબ સમભાવપૂંક જતું કર્યું. મિત્રભાવે તેમને શાંત થવા જણાવ્યું. એ વાતને - દેવસૂરિ મ.ની સમતાને તેમણે નબળાઈ સમજી લીધી. રસ્તે જતા-આવતા સાધુસાધ્વીને પણ તેઓ પજવવા લાગ્યા. છતાં દેવસૂરિ મ.એ સમતા રાખી. એકવાર તે દુષ્ટતાની તમામ હદ ઓળંગી ગયા. ગોચરી માટે જતા એક વૃદ્ધ સાધીજીને ઊભા રાખ્યા. તેમને ઓગસ્ટ – ૨૦૧૭ તેમના શ્રાવકાએ ઘેરી લીધા ને રસ્તા વચ્ચે નચાવ્યા. મારી વિડંબના કરી. આ આ ઘટનાથી પીડાયેલા સાધ્વીજી સીધા ઉપાશ્રયે આવ્યા. વાદી દેવસૂરિ મ.ને સઘળો વૃત્તાંત કહ્યો ને આક્રોશપૂર્વક કહ્યું - મારા ગુરુએ મને વૃદ્ધિ પમાડ્યા, ભણાવ્યા અને આચાર્યપદે સ્થાપ્યા તે શું અમારા જેવાની વિંડબના માટે ? બિભત્સદર્શનવાળા પેલા દિગમ્બરે દુષ્ટજનોના હાથે, રાજમાર્ગે જતાં મને અનાથની જેમ ભારે ઉપદ્રવ કર્યો, તો તમારી આ નિષ્ફળ વિતાને પ્રભુતાનું ફળ શું? જો હાથમાં રહેલા શસ્ત્રથી શત્રુ ન હણાય તો તે શસ્ત્ર શા કામનું ? અક્ષમ્ય પલટાવ વધતો જાય એવી સમતા શા કામની? ધાન્ય સૂકાઈ જાય ત્યારે મેધનું વરસવું શા કામનું ?' આ રીતે સાંભળીને દેવસૂરિ મ. બોલ્યા - ‘કે આર્થે! તમે વિષાદ ન કરી, એ દુર્વિનીત પોતે પતિત થશે!” સાધ્વીજીને ઓર ગુસ્સો ચડ્યો - ‘ને દુર્વિનીત તો પતિત થશે કે નહીં પરંતુ તમારા પર આધાર રાખીને બેઠેલો સંઘ તો જરૂર નંતરની જેમ પતિત થશે જ!' આચાર્યશ્રીએ શાંતિથી સાંભળીને સાધ્વીજી ભગવંતને સમજાવી શાંત કર્યા ને ઉપાશ્રયે મોકલ્યા અને પાટણના સંઘ ૫૨ વિજ્ઞપ્તિ પત્ર લખાવ્યો કે અમારે દિગમ્બર યાદી સાથે વાદ કરવાનો હોવાથી પાટણ આવવાનું છે. સંઘની અનુમતિ અપેક્ષિત છે. વ.વ.’ ખેપિયો પાટણ ગયો ને તરત જ પાટણના સંઘનો જવાબ આવ્યો કે - ‘વર્તમાનકાળે શ્રી સંઘનો ઉદય આપના પર જ રહેલો છે. સંઘનો આદેશ છે કે આપ સત્વરે પધારો, વાદ કરો. અમે આપનો વિજય જોવા આતુર છીએ. અને ભગવંત! આપનો વિજય થાય તે નિમિત્તે અહીં ૩૦૦ શ્રાવકો તથા ૭૦૦ શ્રાવિકાઓએ આયંબિલ તપની આરાધનાના મંડાણ કરી દીધા છે કે જેથી શાસનદેવી તમને બળ આપે ને વિરોધી દેવોના પ્રભાવને પ્રાસ્ત કરે!' શ્રી દેવસૂરિ મહારાજે વાદી કુમુદચંદ્રને કહેવડાવ્યું કે - ‘હું પાટણ જાઉં છું. તમે પછા પાટા આવે. ત્યાં રાજસભામાં શાસ્ત્રાર્થ થશે.' શ્રી દેવસૂરિ મહારાજે પાટણ તરફ વિહાર કર્યો. માર્ગમાં ઘણાં સારા શુકન થયા. કુમુદચંદ્રે પણ પ્રસ્થાન કર્યું. પણ તેમને અપશુકનો થયા. છતાં બધાંને શુકન માનીને તેઓ ગયા. રાજ્યના ધરણાં માણસોને તેમણે પૈસા અપાવીને ફોડી નાખ્યા, શ્રાવકોએ દેવસૂરિ માને વિનંતી કરી કે ‘ગુરુદેવ! અમારું ધન પણ ધર્મરક્ષા માટે જ છે. માટે આપ પણ યથેચ્છ ઉપયોગ કરાવ.” પણ દેવસૂરિ મ.એ ધનથી મેળવેલો વિજય પરાજય સમાન જ છે એમ કહીને નિષેધ કર્યો. i પ્રભુ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ૩૭ - પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક શેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય e here : -> plot * #J mhh ele hypero : Fps »for_

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136