Book Title: Prabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 36
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ૉ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક સિદ્ધ સિદ્ધર્ષિ બન્યા. આચાર્ય ગગર્ષિના હાથે દીક્ષા થઈ ને દુર્ગાસ્વામીના પોતે શિષ્ય થયા. સર્વપ્રથમ જૈનદર્શનનો ઊંડો અભ્યાસ કર્યો. પછી બૌદ્ધ દર્શનના અભ્યાસની તાલાવેલી જાગી. તે માટે ગુરુભગવંતની આજ્ઞા માગી. પણ ગુરુભગવંત નિષેધ કર્યો. ગુરુ આગળ ઈચ્છા પણ વ્યક્ત કરાય ને ભાવના પણ વ્યક્ત કરાય. ઈચ્છા વ્યક્ત ક૨ના૨ો જવાબની અપેક્ષા રાખે ને ભાવ વ્યક્ત કરનારો આશાની! અનુકૂળ હોય તે જવાબ ને હિતકર હોય તે આશા! આશ્રિત ઈચ્છા જણાવે ને શિષ્ય ભાવના! આશ્રિતને જવાબ મળે ને શિષ્યને આજ્ઞા! જવાબ કોઈને પણ મળી શકે પણ આશા તો લાયકને જ મળે. અહીં સિહર્ષિએ માગી આજ્ઞા પા અંદરથી અપેક્ષા જવાબની હતી. એટલે જ આજ્ઞારૂપે નિષેધ આવ્યો તો એમનું મન તે સ્વીકારી ન શક્યું, હઠ કરીને રજા મેળવી. ગુરુના હૈયામાં કરૂણા ને હિતબુદ્ધિ પ્રતિષ્ઠિત હોય છે. તો જ એ ગુરુ ગણાય ને! સિદ્ધર્ષિની જિદ્દ છતાં અકળાયા નથી કે ‘જા, જે ઠીક લાગે તે કર તું જાદો ને તારું કામ જાણે !' - ના, આ તો સત્તાનો પ્રતિભાવ છે જવાબદારીનો નહીં. ગુરુમહારાજના હૈયામાં સિદ્ધર્ષિની જિદ્દ છતાં હિત વસ્યું હતું. તેમણે કહ્યું - ‘ભલે ! પણ ભણતા-ભતા કદી શ્રઢ બદલાઈ જાય તો કોઈ પદ્મ પગલું ભરતા પહેલાં મને મળવા આવજો !' સિદ્ધર્ષિએ ગુરુ ભગવંતની વાત સ્વીકારી ને મહાબાંધ નગર તરફ પ્રસ્થાન કર્યું. પહોંચીને ભણવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે વિકલ્પો ઉઠવા લાગ્યા. બૌદ્ધ દર્શન સાચું લાગવા માંડ્યું. થયું કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જેવો છે. ગુરુભગવંતનું વચન યાદ આવ્યું. એટલે આવ્યા. ગુરુભગવંતે તેમને સમજાવીને સ્થિર કર્યા. ફરી આગળના અભ્યાસ માટે ગયા. ફરી શ્રદ્ધા ડગમગી. પાછા ગુરુ પાસે આવ્યા. પુનઃ ગુરુભગવંત સ્થિર કર્યા. એવો ઉલ્લેખ મળ છે કે આવું ૨૧ વાર બન્યું. તેઓ ગુરુ પાસે આવ્યા. ગુરુભગવંતને ક્યાંક બહાર જવાનું છે. સિદ્ધર્ષિ બેઠા છે. ગુરુભગવંત બહાર ગયા. તેમની પાટે ગ્રંથ પડ્યો છે. સિદ્ધર્ષિએ એ ગ્રંથ હાથમાં લીધો. વાંચવાનો પ્રારંભ કર્યો. વાંચતા જાય છે ને આંતર ચક્ષુ ઉઘડતા જાય છે, અંદરનો મેલ ધોવાર્તા જાય છે, હચમચી ગયેલી શ્રદ્ધા દૃઢ થતી જાય છે, તીર્થંકર ને એમના ધર્મશાસન પ્રત્યેનો અહોભાવ પરાકાષ્ઠાએ પહોંચે છે. પોતાને પણ ન ખબર પડે તેમ આંખો ઝરે છે, ગુરુભગવંત પધાર્યા ને એમના ચરણોમાં મસ્તક મૂકીને પશ્ચાતાપના આંસુઓથી અભિષેક કર્યો. ને પાછા માર્ગમાં સ્થિર થઈ ગયા. એ ગ્રંથ હતો શ્રીહરિભદ્રસૂરિ મહારાજે રચેલો ચૈત્યવંદન પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ૩૬ સુત્રો ઉપરની વૃત્તિ-લલિત-વિસ્તરા ગ્રંથ! પછી સિદ્ધર્ષિ મહારાજે એક અમર ગ્રંથ – ઉપમિતિ ભવ પ્રપંચા કથાની રચના કરી. તેના મંગલાચરશના શ્લોકોમાં તેમણે હરિભદ્રસૂરિ મહારાજને અદ્ભુત અંજલિ આપી છે - नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये । " मदर्थं निर्मिता येन वृत्तिर्ललितविस्तरा ।। 3 શ્રેષ્ઠ એવા તે આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજને મારા નમન કે જેમણે લલિતવિસ્તરા નામની વૃત્તિ મારા માટે જ જાણે મારા હૈદ્વાર માટે જ) બનાવી હતી!' આ વાંચીએ એટલે એમ જ લાગે ને કે સિહર્ષિ મહારાજ એ હરિભદ્રસૂરિ મહારાજની દેન છે. આ આજે આ શાસન સમૃદ્ધ છે, સુરક્ષિત છે એનો સમાય શ્રેય આ બધા મહાપુરૂષોના પુરૂષાર્થને જાય છે. આજનો કાળ તો બહુ જ સુખમય છે ને નિર્વિઘ્ન છે. સંધર્ષો-કો એમણે વેઠ્યા છે. શાસનરક્ષા એમણે કરી છે! આંતર-બાહ્ય બધા પ્રકારની કસોટીઓમાંથી એ પસાર થયા છે. એમણે જે કર્યું છે શાસન માટે તેનો તો એક અંશ પણ આપણે કરી શકીએ તેમ નથી. તે છતાં જ્યારે નામ માટેની મારામારી જોઈએ, સર્વોપરિતા માટેનાં કાવાદાવા જોઈએ, માન-સન્માન માટેના વલખાં જોઈએ, બધું મારા અમારા થકી જ છે. એના અહંકારના ફૂંફાડા જોઈએ ત્યારે કેટલા વામશા લાગીએ છીએ દથાપાત્ર લાગીએ! સાચું તો એ છે કે આપણા થકી કશું જ નથી પણ આપણે આ શાસન થકી છીએ! શ્રી વાદી દેવસૂરિ મહારાજને યાદ કરવા પડે. તોતામ્બરોનું આજે અસ્તિત્વ હોય તો તે માત્ર ને માત્ર તેમના કારણે. એમના માટે કહેવાયું છે કે - સૂર્યે यदि नाम कुमुदचन्द्रं नाऽ जेष्यद् वादिदेवसूरिरहिमरुचिः । कटिपरिधानमधास्यत्, कतमः श्वेताम्बरो जगति ? || દિગમ્બર વાદી કુમુદચંદ્રને વાદિ દેવસૂરિ મહારાજરૂપી જીત્યો ન હોત તો કયા શ્વેતામ્બર સાધુની કેડે ચોલપટ્ટો હોત ? અર્થાત્ કોઈ શ્વેતામ્બર સાધુ વસ્ત્ર ધારણ ન કરી શકતો હોત! આબુ પર્વતની નજદીકમાં મડાર નામનું ગામ. વીરનાગ અને નિર્દેવી નાર્મ દંપતી, તેમની દીકરી પૂર્ણચંદ્ર, તેમના વંશના ગુરુ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ. ભયંકર દુકાળ પડતા મહાર છોડી કુટુંબ ભરૂચ જઈ વસ્યું. શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ પણ વિચરતા ત્યાં પધાર્યા. તેમના ઉપદેશથી શ્રાવકોએ વીર નાગને બધી સહાય કરી. આઠ વર્ષનો પૂર્ણચંદ્ર પણ મસાલાની ફેરી કરવા લાગ્યો. વસ્તુના બદલામાં તેને દ્રાક્ષ મળતી. એક વાર ફેરી કરતો પૂર્ણચંદ્ર એક શેઠને ત્યાં ગયો. ગુરુ પરંપરા વિશેષાંક ઓગસ્ટ – ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક - પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136