________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપશ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
i પ્રભુ જીવન : ભારતીય ગુરૂ પરંપરા વિશેષાંક
બહારની એક વ્યક્તિની જરૂર હોય છે. જો કે આપણને દરેકને શું સાચું અને શું ખોટું?' તેનું માર્ગદર્શન અંદરથી - આત્મા પાસેથી મળતું જ હોય છે. પણ આત્માના એ અવાજને સાંભળવાનું - એને અનુસરવાનું આપણું ગજું નથી હોતું. અને એટલે જ આપણને જીવનપથના ભોમિયા તરીકે 'ગુરુ'ની જરૂર રહે છે. તેઓ અરીસા જેવા હોય છે, જે આપણને આપશું જ યથાર્થ દર્શન કરાવે છે. તે આપણને આપણી જ નબળાઈઓ નિર્મમ થઈને દેખાડે છે, અને એટલા જ ઉદાર થઈને આપણું જ સામર્થ્ય આપણી આગળ ખોલી આપે છે, જેની મદદથી આપણે આપણી નબળાઈઓ સામે લડી શકીએ છીએ. આપણા જ્ઞાનને વિશાળ બનાવવા માટે, આપણા કૌશલને ઉજ્જાગર કરવા માટે, આપણા સ્વત્વ અને સત્ત્વના પરાકાષ્ઠાએ પ્રગટીકરણ માટે ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય બની રહે છે. જે વ્યક્તિ આવું માર્ગદર્શન આપી શકે તેમ હોય તે વ્યક્તિ જ ગુરુ થવા માટે યોગ્ય અધિકારી ગણાય.
આ
શિષ્ય જ્યાં સુધી સામાન્ય કક્ષાએ હોય ત્યાં સુધી એની 'લાડ' પામવાની લાલસા જ વધારે હોય છે. જ્યારે ગુરુની ફરજ ‘પ્રેમ’ આપવાની છે, લાડ કરવાની નહીં. મોટા ભાગના લોકો માટે પ્રેમ પામવાનો એક જ મતલબ હોય છે કે ગુરુ હંમેશા તેમના પ્રત્યે નરમ રહે, તેમને કોઈ વાતની ના ન કહે, કદી પણ તેમની ટીકા કે ફરિયાદ ન કરે. એટલે કે તેમને જેવા પણ છે, તેવા જ રહેવા દેવામાં આવે. તેમને બદલવાની ઈચ્છા ક્યારે પણ દેખાડવામાં ન આવે. લાડ એટલે હું જે રીતે ઈચ્છું તે જ રીતે મને પ્રેમ કરી, મને બદલવાની વાત ન કરી. લાડ શિષ્યને નબળી બનાવે છે, તેને સ્થગિત કરી નાંખે છે. પ્રેમ શિષ્યમાં બદલાવ લાવે છે, તેને આગળ ધપાવે છે. લાડ એ નશા જેવી છે, તે મજા પડે તેવી ઊંઘ આપે છે. પ્રેમ આળસભરી ઊંઘમાંથી શિષ્યને જગાડે છે. લાડ શિષ્યની જિંદગીના ભોગે પણ સંબંધ ટકાવી રાખવાનું પાપ કરે પ્રેમ શિષ્યમાં પરિવર્તન લાવવા માટે સંબંધને ડહોળવાનું જોખમ ખેડે છે. લાડ સારું લગાડવાનો પ્રયાસ કરતો રહે છે. પ્રેમ ગેરસમજનો ભોગ બનવાનું જોખમ ખેડીને પણ ઉત્તમ આલોચક બને છે. લાડ જે યોગ્ય નથી તેને પણ યોગ્ય જ કહે છે, શિષ્યને ખોટું ન લાગી જાય તેની બીકે. પ્રેમ તો અરીસાની જેમ હકીકતે જે છે તે જ બતાવે છે. લાડ શિષ્યના અહમને છે પોષે છે. પ્રેમ શિષ્યના અસ્તિત્વને પોષે છે.
જીવોની તો દયા જ ખાવી રહી, પણ સામે પક્ષે પ્રેમ કરનારા ગુરુઓને પણ એક-બે વાત ધ્યાનમાં લેવા જેવી લાગે છે -
શિષ્યને એક ઉંમરે, ચોક્કસ પરિસ્થિતિએ પહોંચ્યા પછી એવું લાગવા માંડે છે કે તે તેના નિર્ણયો લેવા હવે પુખ્ત છે. તેના કોઈ નિર્ણયો કદાચ ખોટા હોય તો પણ, તેને ભૂલ કરવાનો અધિકાર છે તેમ તે સમજે છે, કોઈનો હસ્તક્ષેપ તે પોતાની જિંદગીમાં થાય તે તેને પસંદ નથી પડતું. તે તેને તે બિનજરૂરી આડખીલી સમજે છે, તે ગૂંગામા અનુભવે છે. તે માને છે કે તેના ગુરુએ તેને વધારે અવકાશ આપવો જોઈએ. આ સંજોગોમાં, ગુરુનો ઈરાદો ગમે તેટલો ઉત્તમ હોય તો પણ, તેમના દ્વારા થતો શિષ્યને દોરવાનો પ્રયત્ન, ખાસ કરીને વામાગ્યો હોય તો, શિષ્યને અપમાનિત થયાની લાગણી જન્માવે છે. કેમ કે તેના મનમાં ત્યારે માર્ગદર્શન મેળવવાની જરૂરિયાત કરતાં સન્માનિત થવાની લાગણી વધારે પ્રગાઢ હોય છે. આવા વખતે ગુરુની ફરજ બહુ કપરી બની રહે છે. એક તરફ, શિષ્યને અર્થોગ્ય નિર્ણયો લેતાં અટકાવવાનો પણ હોય છે, સાચા માર્ગે વાળવાનો પણ હોય છે. તો બીજી તરફ, શિષ્યને સન્માન મળી રહ્યું છે તેવી અનુભૂતિ પણ કરાવવાની હોય છે. શિષ્યને જે જોઈએ છે તે જ તેને મળી રહ્યું છે તેવી પ્રતીતિ કરાવતાં રહીને પણ કાબૂમાં રાખી શકે તિમિક્ષા આપી શકે તે જ સાચા 'ગુરુ'1
ઘણીવાર ગુરુની હિતશિક્ષા એ પોતે સમસ્યા નથી હોતી, પણ એ જ્યારે કટુતા અને રૂક્ષતા સાથે વ્યક્ત થાય ત્યારે એ સમસ્યા બની જાય છે. માનવ મૂળે તો લાગણીશીલ પ્રાણી છે. હિતશિયામાં રહેલી કટુતા આ લાગણીને જોખમાવે છે. ઘાયલ હૃદય મનની શક્તિને સમજી નથી શકતું. શબ્દોથી થવાયેલું કોમળ હૃદય એની પછી તેના સદાશયને સમજવામાં સરેઆમ નિષ્ફળ નીવડે છે. સોનાની લગડી પણ જો ધગધગતી છે.કરીને કોઈના હાથમાં મૂકીએ તો એ એને ફેંકી જ દેશે તે હકીકત છે. શું કહેવાય છે ?' એના જેટલું જ મહત્ત્વનું કઈ રીતે કહેવાય છે ?' એ પા છે. હિતશિક્ષા કહેતી વખતે ગુરુના હૃદયમાં પડેલી ઊંડી ચાહનાની પ્રતીતિ પણ જો શિષ્યને કરાવી શકાય તો તે ગુરુત્વની મોટી સિદ્ધિ ગણાય.
વર્ષો પહેલાં ક્યાંક એક ઉદ્ધરણ વાંચ્યું હતું, મોટે ભાગે તો શ્રીમહેંદ્ર મેથાન્નીએ ઉષ્કૃત કર્યું હતું - 'મને તારો અગ્રેસર ન બનાવ, કદાચ હું તને દોરી ન પણ શકું. મને તારો અનુચર પણ ન બનાવ, કદાચ હું તારા પગલે પગલે ચાલી ન પણ શકું. પણ મને તારો સહચર અવશ્ય બનાવજે, સફરમાં હું તારી સાથે ચાલી અવશ્ય શકીશ.' મને લાગે છે કે ગુરુ-શિષ્ય પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
४०
લાડ પામવાની ધરખમ ઈચ્છા રાખનારા શિષ્યોનો અને મબલખ લાડ કરતાં રહીને શિષ્યોના ભાવમાણોનું નિકંદન કાઢી નાંખનારા ગુરુઓનો તો તોટો નથી. આવા બિચારા
-
ઓગસ્ટ – ૨૦૧૭
[ā] Theh ele Pelo -> plot * #] hh el had ps »for * #she] hehef Pero : <>G plot * #@] hehele hello : ps »for