Book Title: Pavitratane Panthe Yane Adhar Papsthanakthi Nivrutt Thavano Marg Author(s): Manilal Nathubhai Doshi Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ પવિત્રતાને પંથે આત્મા પર પોતાનો પ્રભાવ દર્શાવી શકતાં નથી. આત્મા તે ઈન્દ્રિયે, મન અને વાસનાઓને સેવક નહિ પણ સ્વામી છે. આત્માના બળને શે ખ્યાલ આપી શકાય ? શ્રીમાન શુભચંદ્રાચાર્યે જ્ઞાનાવમાં કહ્યું છે કે– अहोऽनंतवीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव, ज्ञानशक्तिप्रभावतः ॥ આ વિશ્વને પ્રકાશ આપનાર આત્મા અનંતશક્તિવાળે છે. તે પિતાની જ્ઞાનશક્તિના પ્રભાવથી ત્રણ ભુવનને ધ્રુજાવવા સમર્થ છે. આ આત્મશક્તિને દેવો અને અસુરે પણ વશ થાય છે, તે પછી સામાન્ય મનુષ્ય અને પશુઓની તો વાત જ શી ? આ આત્મશક્તિ આગળ મોટા મેટા નરેન્દ્રો અને ચક્રવર્તીએ પણ નમી પડે છે. આત્માનું પ્રેમસ્વરૂપ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે સ્વરૂપ પ્રકટ કરનારની સમીપમાં આવનારા વિરોધીઓનો વિરોધ ટળી જાય છે, એટલું જ નહિ પણ સ્વભાવથી વિરોધી પશુઓ પણ પોતાનો વૈરભાવ ટાળી શાન્ત થઈ જાય છે. તેના પ્રેમની પ્રભા આગળ વેરવિરોધનું વાદળ ટકી શકતું નથી. તે આત્મા પિતાના જ્ઞાનબળવડે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના બનાવોને હસ્તામલકવત્ પોતાની દષ્ટિ સમીપ એક જ સમયે જોઈ શકે છે. તેના શુદ્ધ હદયમાં દરેક બાહ્ય વસ્તુનું પ્રતિબિંબ પડે છે અને તેથી કેઈપણ જાતના પ્રયાસ સિવાય તે સર્વ પદાર્થો અને બનાવોને જોઈ શકે છે, જાણી શકે છે અને અનુભવી પણ શકે છે. વળી પ્રબુદ્ધ આત્મા સ્વસંતુષ્ટ હોવાથી પોતાના સુખ વાતે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 136