________________
[ ૭ ]
શ્રીગોડીજી ઉપાશ્રયના જીર્ણોદ્ધાર ફડમાં ૧૫૧૧૧ રૂપિયા જુદા જુદા ગૃહ તરફથી અપાવી સં', ૨૦૨૫ની ચાતુર્માસ રમૃતિ-નિમિત્તે વ્યાખ્યાનસભાની બહાર દેવસૂર તપાગચ્છ-સામાચારી-સંરક્ષક પ. પૂ. આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના પુણ્યનામથી અંકિત આરસપાષાણના શિલાલેખની પ્રતિષ્ઠા કરાવી.
ચાતુર્માસ દરમ્યાન અનેક નાની મોટી વિવિધ તપસ્યાઓ સાથે અનેક અઢાઈ મહેત્સ, અષ્ટતરી-શાંતિસ્ના, સિદ્ધચક્રાદિ પૂજનો, ઇનામી મેળાવડાઓ, જાહેર સભાઓ વગેરે શાસનનતિનાં અનેક કાર્યો થયાં હતાં.
આ દરેક કાર્ય ઉપર કળશ ચડાવવા રૂ૫, ટ્રસ્ટીમંડલે વગર માગણએ-પિતાની છાએ અણધાર્યો એક નિર્ણય કર્યો અને મને જણાવ્યું કે, “ તમેએ છેલ્લા પઉમરિય અર્થાત જૈન મહારામાયણ ગ્રન્થનો અનુવાદ કર્યો છે, તે સમગ્ર ગ્રન્થ-પ્રકાશનને લાભ અમારી સંસ્થાને મળો જોઇએ.” મેં પણ તેમનો ભાવલાસ દેખીને તેમની માગણીનો તરત રવીકાર કર્યો. તેમના સંપૂર્ણ આર્થિક સહકારથી આ ગ્રન્થરત્ન શ્રીવિજયદેવસૂર સંઘ, મુંબઈ તરફથી પ્રકાશિત થાય છે, તે પણ અભિનંદનીય છે.
શ્રી પાલીતાણાના બહાદુરસિંહજી કિં. પ્રેસના માલિક ભાનચંદ્રભાઈ વગેરેએ પોતાના ઘરના કાર્ય માફક સુંદર નવા ટાઈપ વાપરી, સુઘડ છાપકામ ઘણું ત્વતિ ટૂંક સમયમાં કરી આપેલ છે, તે પણ સમરણીય અને સંતોષકારક થયું છે.
આ અનુવાદ લખતાં ક્ષયપશમના અભાવે અનુપયોગથી જે કઈ પણ પ્રભુમાર્ગથી વિપરીત લખાયું હોય, તે બદલ “મિરછા મિ દુક્કડ” તેમ જ જે કોઈ વાંચનારને તે ખ્યાલમાં આવે, તેમને એ જણાવવા સાદર આગ્રહ કરું છું. સં. ૨૦૨૬, આષાઢ શુ. ૧૫ શનિ.
|
૬, જૈન જ્ઞાનમંદિર પાર્ટુગીઝ ચર્ચ સ્ટ્રીટ, દાદર, મુંબઈ-૨૮ તા. ૧૮-૭-૩૦
લિ. હેમસાગરસૂરિ
પ્ર સ્તા વ ના પ્રાકૃત ભાષામાં જે ચરિત ગ્રન્થની રચના આજથી લગભગ બે હજાર વર્ષો પહેલાં ભગવાન મહાવીર સિદ્ધિ પામ્યા પછી ૫૩૦ વષે –અર્થાત વિક્રમસંવત ૬૦માં થઈ હતી, દસ હજાર બ્લેક-પ્રમાણ અને ૧૧૮ ઉદેશ-પર્વમાં વિભક્ત કરેલ, તામ્બર જૈનાચાર્ય વિમલસૂરિએ રચેલ વિમલાંક એ પઉમચરિયને પ્રસ્તુત ગૂજરાતી અનુવાદ વાંચતાં વાચકે પ્રસન્નતા અનુભવશે-એવી આશા છે.
એ મૂલ ચરિત ગ્રન્થના અંતમાં કવિએ જણાવ્યું છે કે-“મહાઈ આ રામ-ચરિત પહેલાં વીરાજને કહ્યું હતું, પછી ઇંદ્રભૂતિએ ધર્માશ્રય આ ચરિત શિષ્યને કહ્યું હતું, પછી સાધુ-પરંપરા દ્વારા લેકમાં પ્રકટ રીતે રહેલ આ સકલ ચરિતને અત્યારે વિમલે સૂત્ર-સહિત ગાથા-નિબદ્ધ કર્યું છે.
વીર સિદ્ધિ પામ્યા પછી, દૂધમાનાં પાંચસો ને ત્રીશ (૫૩૦) વર્ષો વીત્યા પછી આ ચરિત મ્યું હતું.” -એ સૂચવનાર પધો આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org