________________
૧૨]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય આવી હતી, પતિ જ્યારે અનુકુળ ના હોય ત્યારે સ્ત્રીઓને માટે પિતાનું ઘર રક્ષણ બને છે, તે વારે યુવકે કહ્યું કે હે માતાજી! જે આ મારા પિતાજી છે, તો પણ હું તેમને પિતા તરીકે માનવા તૈયાર નથી, કારણ કે તેઓ પ્રાણુ હિંસારૂપ કુકર્મોમાં લીન બનેલા છે. નાનપણથી પાળેલા આ પશુઓને હણનાર કોઈપણ હેાય તેને હું દુશમન ગણું છું. આ મારા પિતા હોય કે કેઈપણ હોય. તેમને હું દંડ આપ્યા સિવાય છોડનાર નથી, મારા પ્રાણથી પણ મને અધિક હાલાં આ પશુઓને તે વિના કારણે મારવા ઈચ્છે છે ત્યારે ગંગાએ રાજાની પાસે આવીને કહ્યું કે હે આર્યપુત્ર! આપ આપના પુત્રની સાથે કેમ લડે છે ? તેણીનું વચન સાંભળીને રાજાએ તરત જ બંનેને ઓળખી લીધા, હર્ષથી રોમાંચને અનુભવ રાજવી શાન્તનુ પિતાના રથમાંથી ઉતરીને પુત્રની તરફ ચાલે, સામેથી પુત્ર પણ હર્ષના આંસુઓથી નેત્રોને છલકાવતો પિતાની સન્મુખ આવે, અને પિતાના ચરણમાં પિતાનું મસ્તક મૂક્યું. પિતાએ પુત્રને ઉભે કર્યો અને ભેટી પડયા, પિતા પુત્રને પરસ્પરનો સ્નેહ જોઈ ગંગાને અદ્દભૂત આનંદ થયે. જેનું વર્ણન થઈ શકે તેમ નથી. પિતાના પુણ્યદયથી પુત્રને મેળવી આનંદિત થયેલા રાજવીએ પિતાની પ્રાણપિયા ગંગાને પૂછ્યું કે “આ પુત્ર વનવાસી કેમ થાય ? તેને તે કેવી રીતે મોટો કર્યો ? હે રાજેન્દ્ર હું કહું છું તે આપ સાંભળે.. .. મારા પિતાજીને ત્યાં હું આપણા બાળકને લઈને