________________
૧૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય સમીપ આવેલા યુવકને રાજાએ કહ્યું કે હે ભદ્ર! વનમાં રહેલા હરણીઆઓને શિકાર કરતાં તું શા માટે મને રોકે છે? તે વારે યુવકે કહ્યું હે મહાભાગ! આપ જંગલના નિરપરાધ ભય વિહુવલ પ્રાણીઓને મારી શકતા નથી. તમારા જેવા સમર્થ મહાનુભાવોએ તે આ પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ. - ભાગંભાગ કરતાં પશુઓ પર બાણ છોડી તેમને શિકાર કરવાની વિદ્યા તે વિદ્વાનોએ શાસ્ત્રોમાં બતાવી છે. જેને મૃગયા કહેવાય છે. માટે મૃગયા તે અનાદિ કાળથી પ્રસિદ્ધ છે. તે બાળક ! તું અહીંથી ચાલ્યા જા ! જે તને ઉભા રહેવું છે. તે મારા હાથની કળાને જે ! તે વારે યુવાને કહ્યું કે મહાભાગ ! હું સમજું છું કે આપ મેટા ધનુર્ધારી છે ? ભાગંભાગ કરતાં પશુઓ ઉપર બાણ છોડી મહાનતા મેળવવી હોય તે આપ બીજા જંગલમાં જઈને લઈ શકે છે.
આ પ્રમાણે ના કહેવા છતાં પણ રાજાએ મૃગલાંએને મારવાનું બંધ કર્યું નહિ. ત્યારે તે યુવકે ક્રોધાયમાન થઈને કઠેર શબ્દોથી કહ્યું કે હે વૃદ્ધ શિકારી! આપ આ તિક્ષણ બાણોથી પશુઓને નહીં પણ મને જ પીડા આપી રહ્યા છે, માટે આપ આપના ધર્મ વિરૂદ્ધના કાર્યનું ફલ ચાખે, આ પ્રમાણે કહીને તે યુવકે સુરમ નામની વિદ્યા ભણીને બાણ છોડ્યું, જેનાથી રાજાના રથની ધજા ઉડી ગઈ, મારવામાં સમર્થ હોવા