________________
પ્રથમકર્મગ્રન્યપરિશીલન
ત્રીજા આક્ષેપનું સમાધાન - ઈશ્વર ચેતન છે અને જીવ પણ ચેતન છે, તો પછી તેમનામાં અંતર જ શું છે ? હા, અંતર એટલું હોઈ શકે છે કે જીવની બધી શક્તિઓ આવરણોથી ઘેરાયેલી છે અને ઈશ્વરની ઘેરાયેલી નથી. પરંતુ જે સમયે જીવ પોતાનાં આવરણોને દૂર કરી નાખે છે તે સમયે તો તેની બધી શક્તિઓ પૂર્ણપણે પ્રકાશિત થઈ જ જાય છે, તો પછી જીવ અને ઈશ્વરમાં વિષમતા કઈ વાતની ? વિષમતાનું કારણ તો ઔપાયિક કર્મ છે, તે દૂર થઈ જવા છતાં પણ વિષમતા એમની એમ રહે તો પછી મુક્તિ જ શું છે? વિષમતાનું રાજ્ય તો સંસાર સુધી જ સીમિત છે, આગળ નહિ. તેથી કર્મવાદ અનુસાર એ માનવામાં કોઈ આપત્તિ નથી કે બધા મુક્ત જીવો ઈશ્વર જ છે. કેવળ શ્રદ્ધાના બળે કહેવું કે ઈશ્વર એક જ હોવો જોઈએ એ ઉચિત નથી. બધા આત્માઓ તાત્વિક દષ્ટિએ ઈશ્વર જ છે, કેવળ બન્ધનના કારણે તેઓને નાનામોટા જીવરૂપમાં જોવામાં આવે છે - આ સિદ્ધાન્ત બધાને પોતાનું ઈશ્વરત્વ પ્રગટ કરવા માટે પૂર્ણ બળ આપે છે. વ્યવહાર અને પરમાર્થમાં કર્મવાદની ઉપયોગિતા
આ લોક સાથે યા પરલોક સાથે સંબંધ ધરાવનાર કોઈ કામમાં જ્યારે મનુષ્ય પ્રવૃત્ત થાય છે ત્યારે તેને કોઈ ને કોઈ વિખનો સામનો કરવો જ ન પડે એ તો અસંભવ છે. બધાં કામોમાં સોને ઓછાવત્તા પ્રમાણમાં શારીરિક યા માનસિક વિઘ્ન આવે જ છે. આવી પરિસ્થિતિમાં ઘણા લોકો ચંચળ બની જતા જોવામાં આવે છે. ગભરાઈને તેઓ બીજાના માથે દોષ ઢોળી તેમને ઠપકો આપે છે. આમ વિપત્તિકાળે એક તરફ બહારના હુરમનો વધી જાય છે અને બીજી તરફ બુદ્ધિ અસ્થિર થઈ જવાથી પોતાની ભૂલ પોતાને દેખાતી નથી. છેવટે મનુષ્ય વ્યગ્રતાના કારણે પોતે આરંભેલાં બધાં કામો છોડી દે છે અને પ્રયત્ન તથા શક્તિની સાથે સાથે ચાયનું પણ ગળું દબાવી દે છે. તેથી તે વખતે તે મનુષ્યને એક એવા ગુરુની આવશ્યક્તા છે જે તેના બુદ્ધિનેત્રને સ્થિર કરી તેને જોવામાં મદદ કરે કે ઉપસ્થિત વિપ્નનું અસલ કારણ શું છે. બુદ્ધિમાનોએ વિચાર કર્યો છે તો તેમને એ જ જાણવા મળ્યું છે કે આવો ગુરુ કર્મનો સિદ્ધાન્ત જ છે. મનુષ્ય એવો વિશ્વાસ કરવો જોઈએ કે હું જાણી શકું કે નહિ પરંતુ મારા વિખનું આંતરિક અને અસલ કારણ મારામાં જ હોવું જોઈએ.
જે હૃદયભૂમિકા પર વિબવિષવૃક્ષ ઊગે છે વિબવિષવૃક્ષનું બીજ પણ તે જ ભૂમિકામાં વવાયું હોવું જોઈએ. પવન, પાણી આદિ બાહ્ય નિમિત્તોની જેમ તે વિબવિષવૃક્ષને અંકુરિત થવામાં કદાચ અન્ય કોઈ વ્યક્તિ નિમિત્ત બની શકે છે પરંતુ તે વ્યક્તિ વિનનું બીજ નથી જ એવો વિશ્વાસ મનુષ્યના બુદ્ધિનેત્રને સ્થિર કરી દે છે જેના પરિણામે તે, વિબના અસલ કારણને પોતાની અંદર રહેલું દેખીને, ન તો તેના માટે બીજાને દોષ દે છે કે ન તો ગભરાય છે. આવા વિશ્વાસથી મનુષ્યના હૃદયમાં એટલું તો બળ પ્રગટે છે કે તે બળના કારણે, સાધારણ સંકટના સમયે વિક્ષિપ્ત થઈ જનારો તે મોટી વિપત્તિઓને જરા પણ ગણકારતો નથી અને પોતાના વ્યાવહારિક તથા પારમાર્થિક કામને પૂરું કરી જ નાખે છે.
મનુષ્ય કોઈ પણ કામની સફળતા માટે પરિપૂર્ણ હાર્દિક સાત્તિ પ્રાપ્ત કરવી જોઈએ, જે એક માત્ર કર્મના સિદ્ધાન્ત દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. આંધી અને ઝંઝાવાતમાં જેમ હિમાલયનું શિખર સ્થિર રહે છે તેમ અનેક પ્રતિકૂળતાઓના સમયમાં શાન્ત ભાવમાં સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org