________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન ગ્રહણની જેમ ઔદારિકરારીરનામર્મના ઉદયના કારણે ઔદારિકયુગલોનું ગ્રહણ દિગમ્બર ગ્રન્થમાં (લખ્રિસાર ગાથા 614) પણ સ્વીકારાયું છે. આહારકત્વની વ્યાખ્યા ગોમ્મદસારમાં એટલી બધી સ્પષ્ટ છે કે કેવલી દ્વારા હારિક, ભાષા અને મનોવર્ગણાના પુગલો ગ્રહણ કરાય છે એ બાબતમાં કોઈ પણ સંદેહ રહેતો નથી (જીવકાર્ડ ગાથા 663-664). ઔદારિક પુગલોનું નિરન્તર ગ્રહણ પણ એક જાતનો આહાર છે જે ‘લોમાહાર” કહેવાય છે. આ આહાર લેવાય ત્યાં સુધી શારીરનો નિર્વાહ અને તેના અભાવમાં શરીરનો અનિર્વાહ, અર્થાત્ યોગપ્રવૃત્તિ પર્યન્ત ઔદ્યારિક પુગલોનું ગ્રહણ અન્વયવ્યતિરેકથી સિદ્ધ છે. આ રીતે કેવલજ્ઞાનીમાં આહારકત્વ, તેના કારણભૂત અસાતવેદનીયનો. ઉદય અને ઔદારિક પુદ્ગલોનું ગ્રહણ બન્ને સંપ્રદાયોમાં સભાનપણે માન્ય છે. બન્ને સંપ્રદાયોની આ વિચારસમાનતા એટલી બધી છે કે તેની આગળ વલાહારનો પ્રશ્ન વિચારશીલોની દષ્ટિમાં આપોઆપ ઊકલી જાય છે.
કેવલજ્ઞાની લાહાર ગ્રહણ નથી કરતા એવું માનનારા પણ કેવલજ્ઞાની અન્ય સૂક્ષ્મ દારિક પુદ્ગલોને ગ્રહણ કરે છે એ તો નિર્વિવાદ માટે જ છે. જેમના મતમાં કેવલજ્ઞાની ક્વલાહાર ગ્રહણ કરે છે તેમના મતે પણ તે પૂલ ઔદારિક પુગલો સિવાય બીજું કંઈ જ નથી. આમ વલહાર માનનાર - ન માનનાર ઉભયના મતમાં કેવલજ્ઞાની દ્વારા કોઈ ને કોઈ પ્રકારના ઔદારિક પુગલોનું ગ્રહણ કરાવું તે સમાન છે. આવી પરિસ્થિતિમાં કવલાહારના પ્રશ્નને વિરોધનું સાધન બનાવવું અર્થહીન છે. (13) “દરિવાદ - અને દષ્ટિવાદનો અનધિકાર
[ીપુરુષસમાનતા-] વ્યવહાર અને શાસ્ત્ર એ બન્ને રારીરિક અને આધ્યાત્મિક વિકાસમાં સ્ત્રીને પુરુષના સમાન સિદ્ધ કરે છે. કુમારી તારાબાઈનું શારીરિક બળમાં પ્રો. રામમૂર્તિથી ઊતરતા ન હોવું, વિદુષી એની બીસેન્ટનું વિચારશક્તિ અને વક્તત્વશક્તિમાં અન્ય કોઈ વિચારક વક્તા પુરુષથી ઊતરતા ન હોવું અને વિદુષી સરોજિની નાયડૂનું કવિત્વશક્તિમાં કોઈ પ્રસિદ્ધ કવિ પુરુષથી ઊતરતા ન હોવું એ એ વાતનું પ્રમાણ છે કે સમાન સાધન અને અવસર મળે તો સ્ત્રી પણ પુરુષ જેટલી યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. શ્વેતામ્બર આચાર્યોએ સ્ત્રીને પુરુષના સમાન યોગ્ય માનીને તેને ક્વલ્ય અને મોક્ષની અર્થાત્ શારીરિક અને આધ્યાત્મિક પૂર્ણ વિકાસની અધિકારિણી સિદ્ધ કરી છે. તેના માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર 7 પૃષ્ઠ 18, નન્દીસૂત્ર 21 પૃષ્ઠ 130.
આ વિષયમાં મતભેદ ધરાવનાર, દિગમ્બર આચાર્યોને અંગે ઘણું બધું લખાયું છે. તેના માટે જુઓ નક્કીટીકા પૃ. 131-133, પ્રજ્ઞાપનાટીકા પૃ. 20-22, શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકા પૃ. 425-430.
આલંકારિક પંડિત રાજશેખરે મધ્યસ્થભાવપૂર્વક સ્ત્રી જાતિને પુરુષજાતિતુલ્ય દર્શાવી છે - 'पुरुषवत् योषितोऽपि कवीभवेयुः । संस्कारो ह्यात्मनि समवैति, न स्त्रैणं पौरुषं वा विभागमपेक्षते । श्रूयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः कौतुकिभार्याश्च शास्त्रप्रतिबुद्धाः कवयश्च ।' કાવ્યમીમાંસા અધ્યાય 10.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org