________________
૧૧૮
પંચકર્મગ્રન્થપરિશીલન
આ પૂર્વે વસ્તુતઃ ભગવાન પાર્શ્વનાથના પહેલાંથી જ એક યા બીજા રૂપમાં પ્રચલિત હતા. એક તરફ જૈન ચિન્તકોએ કર્મતત્ત્વના ચિન્તનની તરફ બહુ ધ્યાન આપ્યું જ્યારે બીજી તરફ સાંખ્યયોગે ધ્યાનમાર્ગની તરફ સવિરોષ ધ્યાન આપ્યું. આગળ ઉપર જ્યારે તથાગત બુદ્ધ થયા ત્યારે તેમણે પણ ધ્યાન ઉપર જ અધિક ભાર આપ્યો. પરંતુ બધાએ વારસામાં મળેલા કર્મચિન્તનને અપનાવી રાખ્યું. આ જ કારણે જો કે સૂક્ષ્મતા અને વિસ્તારમાં જૈન કર્મશાસ્ત્ર પોતાનું અસાધારણ સ્થાન જાળવી રાખે છે તેમ છતાં સાંખ્યયોગ, બૌદ્ધ આદિ દર્શનોનાં કર્મચિન્તનો સાથે તેનું ઘણું સામ્ય છે અને મૂળમાં એક્તા પણ છે જેને કર્મશાસ્ત્રના અભ્યાસીઓએ જાણવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org