Book Title: Panchkarmagranthparishilan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 126
________________ પંયમકર્મગ્રન્યપરિશીલન બધાં કર્મોનો સર્વથા ઉચ્છેદ કેવી રીતે સંભવે? આ સમસ્યાનો ઉકેલ પણ મોક્ષવાદીઓએ ઘણી ખૂબીથી કર્યો હતો. આજે આપણને ઉક્ત નિવૃત્તિવાદી દર્શનોનાં સાહિત્યમાં તે ઉકેલનું વર્ણન સંક્ષેપ કે વિસ્તારથી એકસરખું મળે છે. આ વસ્તુસ્થિતિ એટલું સૂચવવા માટે પર્યાપ્ત છે કે ક્યારેક નિવૃત્તિવાદીઓના ભિન્ન ભિન્ન પક્ષોમાં ખૂબ વિચારવિનિમય થતો હતો. આ બધું હોવા છતાં પણ ધીરે ધીરે એવો સમય આવી ગયો જ્યારે આ નિવર્તજ્વાદી પક્ષો પરસ્પર પહેલાં જેટલા નિકટ ન રહ્યા. તેમ છતાં પણ પ્રત્યેક પક્ષ કર્મતત્ત્વના વિષયમાં ઊહાપોહ તે કરતો રહ્યો જ. આની વચ્ચે એવું પણ થયું કે કોઈક નિવર્તકવાદી પક્ષમાં એક ખાસ્સો કર્મચિન્તક વર્ગ જ સ્થિર થઈ ગયો જે મોક્ષ સંબંધી પ્રશ્નોની અપેક્ષાએ કર્મના વિષયમાં જ ઊંડો વિચાર કરતો હતો અને મુખ્યપણે તેનું અધ્યયન-અધ્યાપન કરતો હતો જેમ અચાન્ય વિષયનો ખાસ ચિન્તક વર્ગ પોતપોતાના વિષયમાં કરતો હતો અને આજ પણ કરે છે. આ જ મુખ્યપણે કર્મશાસ્ત્રનો ચિન્તક વર્ગ જેના દર્શનનો કર્મશાસ્ત્રાનુયોગધર વર્ગ યા કર્મસિદ્ધાન્તજ્ઞ વર્ગ છે. કર્મનાં બંધક કારણો તથા કર્મના ઉચ્છેદક ઉપાયોના વિશે તો બધા મોક્ષવાદીઓ ગૌણમુખ્યભાવથી એકમત જ છે પરંતુ કર્મતત્ત્વના સ્વરૂપ અંગે ઉપર નિર્દિષ્ટ ખાસ કર્મચિન્તક વર્ગનું જે મન્તવ્ય છે તેને જાણવું જરૂરી છે. પરમાણુવાદી મોક્ષમાર્ગી વૈશેષિક આદિ કર્મને ચેતનનિષ્ઠ માનીને તેને ચેતનનો ધર્મ દર્શાવતા હતા જ્યારે પ્રધાનવાદી સાંખ્યયોગ કર્મને અન્તઃકરણસ્થિત માનીને જડનો ધર્મ દર્શાવતા હતા. પરંતુ આત્મા અને પરમાણુને પરિણામી માનનાર જેન ચિન્તકો પોતાની જુદી પ્રક્રિયા અનુસાર કર્મને ચેતન અને જડ બન્નેના પરિણામરૂપે ઉભયરૂપ માનતા હતા. તેમના મત અનુસાર આત્મા ચેતન હોવા છતાં પણ સાંખ્યના પ્રાકૃત અન્તઃકરણની જેમ સંકોચવિકાસશીલ હતો જેમાં કર્મરૂપ વિકાર પણ સંભવે છે અને જે જડ પરમાણુઓ સાથે એકરસ પણ થઈ શકે છે. વૈશેષિક આદિના મત અનુસાર કર્મ ચેતનનો ધર્મ હોવાથી વસ્તુતઃ ચેતનથી જુદું નથી અને સાંખ્ય અનુસાર કર્મ પ્રકૃતિનો ધર્મ હોવાથી વસ્તુતઃ તે જડથી જુદું નથી, જ્યારે જેન ચિન્તકોના મત અનુસાર કર્મતત્ત્વ ચેતન અને જડ ઉભયરૂપ જ ફલિત થાય છે જેને તેઓ ભાવકર્મ અને દ્રવ્યકર્મ પણ કહે છે. આ સમગ્ર કર્મતત્ત્વ સંબંધી પ્રક્રિયા એટલી પ્રાચીન તો અવશ્ય છે જ્યારે કર્મતત્ત્વના ચિન્તકોમાં પરસ્પર વિચારવિનિમય અધિકાધિક થતો હતો. તે સમય કેટલો પ્રાચીન છે એ નિશ્ચિતપણે તો કહી શકાતું નથી પરંતુ જેને દર્શનમાં કર્મશાસ્ત્રનું જે ચિરકાળથી સ્થાન છે, તે શાસ્ત્રમાં વિચારોનું જે ઊંડાણ છે, શૃંખલાબદ્ધતા તથા સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોનું જે અસાધારણ નિરૂપણ છે તેને ધ્યાનમાં લેતાં એ માન્યા વિના રહી શકાતું નથી કે જેના દર્શનની વિશિષ્ટ કર્મવિદ્યા ભગવાન પાર્શ્વનાથના પહેલાં અવય સ્થિર થઈ ચૂકી હતી. આ વિદ્યાના ધારક કર્મશાસ્ત્રજ્ઞ કહેવાયા અને આ જ વિદ્યા આગ્રાયણીય પૂર્વ તથા કર્મપ્રવાદ પૂર્વના નામથી વિકૃત થઈ. ઐતિહાસિક દષ્ટિએ ‘પૂર્વ’ શબ્દનો અર્થ છે - ભગવાન મહાવીરના પહેલાંથી ચાલ્યો આવતો શાસ્ત્રવિશેષ. નિઃસંદેહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130