________________
પંચકર્મગ્રન્યપરિશીલન કરતાં એ જ જણાય છે કે સમય, આવલિકા આદિ બધો વ્યવહાર અને નવીનતા આદિ બધી અવસ્થાઓ વિશેષ વિશેષ પ્રકારના પર્યાયોના જ અર્થાત્ નિર્વિભાગ પર્યાયો અને તેમના નાનામોટા બુદ્ધિકલ્પિત સમૂહોના જ સંકેતો છે. પર્યાય એ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યની ક્રિયા છે જે કોઈ તત્ત્વાન્તરની પ્રેરણા વિના જ થયા કરે છે. અર્થાત્ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય બન્ને પોતપોતાના પર્યાયરૂપમાં આપોઆપ જ પરિણત થયા કરે છે. તેથી વસ્તુતઃ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યના પર્યાયપુંજને જ કાલ કહેવો જોઈએ કાલ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી.
બીજા પક્ષનું તાત્પર્ય - જેવી રીતે જીવ અને પુગલમાં ગતિ કરવાનો અને સ્થિતિ કરવાનો સ્વભાવ હોવા છતાં પણ તે કાર્યો માટે નિમિત્તકારણરૂપે “ધર્માસ્તિકાય” અને અધર્માસ્તિકાય’ સ્વતન્ન તત્ત્વો યા દ્રવ્યો માનવામાં આવ્યાં છે તેવી જ રીતે જીવ અને અજીવમાં પર્યાયપરિણમનનો સ્વભાવ હોવા છતાં પણ તેના માટે નિમિત્તકારણરૂપ સ્વતન્ત્ર કાલદ્રવ્ય માનવું જોઈએ. જો નિમિત્તકારણરૂપ કાલ ન માનવામાં આવે તો નિમિત્તકારણરૂપ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય માનવામાં કોઈ યુક્તિ યા તર્ક નથી.
બીજા પક્ષમાં મતભેઠ - કાલને સ્વતન્દ્ર દ્રવ્ય માનનારાઓમાં પણ તેના સ્વરૂપની બાબતે બે મત છે.
(1) કાલદ્રવ્ય મનુષ્યક્ષેત્રમાં અર્થાત જ્યોતિષચકના ગતિક્ષેત્રમાં વર્તમાન છે. તે મનુષ્યક્ષેત્રપ્રમાણ હોવા છતાં પણ સંપૂર્ણ લોકનાં પરિવર્તનોનું નિમિત્ત બને છે. કાલ પોતાનું કાર્ય જ્યોતિષચક્રની ગતિની મદદથી કરે છે. તેથી મનુષ્યક્ષેત્રની બહાર કાલદ્રવ્યને ન માનીને તેને મનુષ્યક્ષેત્રપ્રમાણ જ માનવો તર્કસંગત છે. આ મત ધર્મસંગ્રહણી આદિ શ્વેતામ્બર ગ્રન્થોમાં છે.
(2) કાવ્ય મનુષ્યક્ષેત્રમાત્રવર્તી નથી પણ લોકવ્યાપી છે. તે લોકવ્યાપી હોવા છતાં પણ ધર્માસ્તિકાયની જેમ સ્કલ્પરૂપ નથી, પરંતુ અણુરૂપ છે. તેના અણુઓની સંખ્યા લોકાકાસના પ્રદેશોની સંખ્યા જેટલી જ છે. તે અણુઓ ગતિહીન હોવાથી જ્યાંના ત્યાં જ અર્થાત્ લોકાકારાના પ્રત્યેક પ્રદેશ પર એક-એક સ્થિત જ રહે છે. તેમનો કોઈ સ્કન્ધ બનતો નથી. આ કારણે તેમનામાં તિર્યપ્રચય (સ્કલ્પ) બનવાની શક્તિ નથી. એટલે જ - કાલદ્રવ્યને અસ્તિકામાં ગણ્યું નથી. તેનામાં તિર્યકપ્રચય ન હોવા છતાં ઊર્ધ્વપ્રચય છે. તેના પ્રત્યેક કાલાણુમાં લગાતાર પર્યાય થયા કરે છે. આ જ પર્યાય ‘સમય’ કહેવાય છે: એકએક કાલાણના અનન્ત સમયો અર્થાતુ પર્યાયો સમજવા જોઈએ. આ સમયો અર્થાત્ પર્યાયો જ અન્ય દ્રવ્યોના પર્યાયોનું નિમિત્તકારણ છે. નવીનતા-પુરાણતા, જ્યેષ્ઠતા-કનિકતા આદિ બધી અવસ્થાઓ કાલાણુના સમય પ્રવાહના નિમિત્તથી થતી સમજવી જોઈએ. પુદ્ગલપરમાણુને લોકાકાશના એક પ્રદેશ ઉપરથી બાજુના બીજા પ્રદેશ સુધી મન્દ ગતિએ જતાં જેટલી વાર લાગે છે તેટલી વારમાં કાલાણુનો એક સમયપર્યાય વ્યક્ત થાય છે. અર્થાત્ સમયપર્યાય અને એક પ્રદેશથી બાજુના બીજા પ્રદેશ સુધીની પુગલપરમાણુની મન્દ ગતિ આ બેનું પરિમાણ એકસરખું છે. આ મન્તવ્ય દિગમ્બર ગ્રન્થોમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org