________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન
ઓપરમિક – પહેલાં ત્રણ ગુણસ્થાનો અને છેલ્લા ત્રણ ગુણસ્થાનો એમ છે ગુણસ્થાનોમાં ઔપશામિક ભાવ નથી. ચોથાથી આઠમા સુધીનાં પાંચ ગુણસ્થાનોમાં સમ્યત્ત્વ એ એક; નવમાથી અગિયારમા સુધીનાં ત્રણ ગુણસ્થાનોમાં સમ્યક્ત અને ચારિત્ર એ બે ઓપરમિક ભાવો છે.
પારિણામિક - પહેલા ગુણસ્થાનમાં જીવત્વ આદિ ત્રણેય; બીજાથી બારમા સુધીનાં અગિયાર ગુણસ્થાનોમાં જીવત્વ અને ભવ્યત્વ બે; અને તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં કેવળ જીવત્વ એક જ પરિણામિક ભાવ છે. ભવ્યત્વ અનાદિ-સાન્ત છે કેમ કે સિદ્ધઅવસ્થામાં તેનો અભાવ થઈ જાય છે. ઘાતકર્મોનો ક્ષય થયા પછી સિદ્ધઅવસ્થા પ્રાપ્ત થવામાં બહુ વિલંબ થતો નથી, આ અપેક્ષાએ તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં ભવ્યત્વને પૂર્વાચાર્યોએ માનેલ નથી. | ગોમ્મદસારના જીવકાર્ડની 820થી 875 સુધીની ગાથાઓમાં સ્થાનગત અને પદગત ભંગ દ્વારા ભાવોનું બહુ વિસ્તારપૂર્વક વર્ણન છે. એક જીવાશ્રિત ભાવોના ઉત્તર બેઠક
સાયોપથમિક - પહેલાં બે ગુણસ્થાનોમાં મતિ-બુત બે યા વિભંગ સહિત ત્રણ અજ્ઞાન, અચક્ષુ એક યા ચક્ષુ-અચક્ષુ બે દર્શન, દાન આદિ પાંચ લબ્ધિઓ; ત્રીજા ગુણસ્થાનમાં બે કે ત્રણ જ્ઞાન, બે કે ત્રણ દિન, મિશ્રદષ્ટિ, પાંચ લબ્ધિઓ; ચોથા ગુણસ્થાનમાં બે કે ત્રણ જ્ઞાન, અપર્યાપ્ત અવસ્થામાં અચક્ષુ એક યા અવધિસહિત બે દર્શન, અને પર્યાપ્ત અવસ્થામાં બે કે ત્રણ દર્શન, સમ્યકત્વ, પાંચ લબ્ધિઓ; પાંચમા ગુણસ્થાનમાં બે કે ત્રણ જ્ઞાન, બે કે ત્રણ દર્શન, સમ્યકત્વ, દેશવિરતિ, પાંચ લબ્ધિઓ; છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનોમાં બે, ત્રણ કે મનઃ પર્યાય સુધીનાં ચાર જ્ઞાન, બે કે ત્રણ દર્શન, સમ્યકત્વ, ચારિત્ર, પાંચ લબ્ધિઓ; આઠમાં, નવમા અને દસમા ગુણસ્થાનોમાં સખ્યત્વને છોડીને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનવાળા બધા ક્ષાયોપથમિક ભાવો; અગિયારમા અને બારમા ગુણસ્થાનોમાં ચારિત્રને છોડી દસમા ગુણસ્થાનવાળા બધા ક્ષાયોપથમિક ભાવો.
કયિક - પહેલા ગુણસ્થાનમાં અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, એક વેશ્યા, એક કષાય, એક ગતિ, એક વેદ અને મિથ્યાત્વ; બીજા ગુણસ્થાનમાં મિથ્યાત્વને છોડી પહેલા ગુણસ્થાનવાળા બધા ઔદયિક ભાવો; ત્રીજા, ચોથા અને પાંચમાં ગુણસ્થાનમાં અજ્ઞાનને છોડીને બીજા ગુણસ્થાનવાળા બધા ઔદયિક ભાવો; છઠ્ઠાથી નવમા સુધીનાં ચાર ગુણસ્થાનોમાં અસંયમ સિવાયના પાંચમા ગુણસ્થાનવાળા બધા ઔદયિક ભાવો; દસમા ગુણસ્થાનમાં વેદને છોડીને નવમા ગુણસ્થાનવાળા બધા ઔદયિક ભાવો; અગિયારમાં અને બારમા ગુણસ્થાનમાં કષાયને છોડીને દસમા ગુણસ્થાનવાળા બધા ઔદયિક ભાવો; તેરમા ગુણસ્થાનમાં અસિદ્ધત્વ, લેસ્યા અને ગતિ એ ત્રણ; અને ચૌદમા ગુણસ્થાનમાં ગતિ અને અસિદ્ધત્વ એ બે ઔદયિક ભાવો છે.
સાયિક - ચોથાથી અગિયારમા સુધીનાં આઠ ગુણસ્થાનોમાં સમ્યકત્વ; બારમા ગુણસ્થાનમાં સમ્યત્ત્વ અને રિત્રિ બે, અને તેરમા અને ચોદમાં ગુણસ્થાનોમાં નવ માયિક ભાવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org