________________
ચતુર્થ કર્મગ્રન્યપરિશીલન
૧૦૯ શાસ્ત્રમાં એકેન્દ્રિય, કીન્દ્રિય આદિ જે ઈદ્રિયસાપેક્ષ પ્રાણીઓનો વિભાગ છે તે કઈ અપેક્ષાથી છે? તથા ઇન્દ્રિયના કેટલા ભેદ-પ્રભેદ છે અને તેમનું શું સ્વરૂપ છે ? ઇત્યાદિ વિચાર (પૃ. 36).
સંશાનું તથા તેના ભેદ-પ્રભેદોનું સ્વરૂપ અને સંજ્ઞીત્વ તથા અસંજ્ઞીત્વના વ્યવહારનું નિયામક શું છે? ઇત્યાદિ પર વિચાર (પૃ. 38).
અપર્યાપ્ત તથા પર્યાસ અને તેમના ભેદ આદિનું સ્વરૂપ તથા પર્યાતિનું સ્વરૂપ (પૃ. 40).
કેવલજ્ઞાન તથા કેવલદર્શનના કમભાવિત્વ, સહભાવિત્વ અને અભેદ એ ત્રણ પક્ષોની મુખ્ય મુખ્ય દલીલો તથા ઉક્ત ત્રણ પક્ષો ક્યા ક્યા નયની અપેક્ષાએ છે ? ઇત્યાદિનું વર્ણન (પૃ. 43).
બોલવાની અને સાંભળવાની શક્તિ ન હોવા છતાં એકેન્દ્રિયમાં શ્રતઉપયોગનો સ્વીકાર કરવામાં આવે છે, તે કઈ રીતે? તેના ઉપર વિચાર (પૃ. 45).
પુરુષ વ્યક્તિમાં સ્ત્રીયોગ્ય અને સ્ત્રી વ્યક્તિમાં પુરૂષયોગ્ય ભાવો મળે છે અને ક્યારેક તો એક જ વ્યક્તિમાં સ્ત્રી-પુરુષ બન્નેનાં બાહ્યાભ્યન્તર લક્ષણો હોય છે. તેની વિશ્વાસપાત્ર સાબિતી (પૃ. 53, નોધ).
શ્રાવકોની દયા જે સવા વિશ્વા કહેવાય છે તેનો ખુલાસો (પૃ. 61, નોધ).
મન:પર્યાયઉપયોગને કોઈક આચાર્ય દર્શનરૂપ પણ માને છે એનું પ્રમાણ (પૃ. 62, નોધ).
જાતિભવ્ય કોને કહે છે ? એનો ખુલાસો (પૃ. 65, નોંધ).
ઓપરમિક સમ્યકત્વમાં બે જીવસ્થાનો માનનારા અને એક જીવસ્થાન માનનારા આચાર્ય પોતપોતાના પક્ષની પુષ્ટિ કરવા માટે અપર્યાપ્ત અવસ્થામાં પથમિક સભ્યત્વ પ્રાપ્ત થવા ન થવાની બાબતમાં ક્યા ક્યા તર્કો આપે છે ? એનું સવિસ્તર વર્ણન (પૃ. 70, નોધ).
સંમૂર્ણિમ મનુષ્યોની ઉત્પત્તિનાં ક્ષેત્ર અને સ્થાન તથા તેમનું આયુષ્ય અને તેમની યોગ્યતા જાણવા માટે આગમિક પ્રમાણ (પૃ. 72, નોધ).
સ્વર્ગથી ટ્યુત થઈને દેવો ક્યાં સ્થાનોમાં જન્મ લે છે? એનું કથન (પૃ. 73, નોધ).
ચક્ષુદર્શનમાં કોઈ ત્રણ જ જીવસ્થાન માને છે અને કોઈ જ માને છે. આ મતભેદ ઈન્દ્રિપર્યાસિની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ પર નિર્ભર છે. તેનું સપ્રમાણ ક્યન (પૃ. 76, નોંધ).
કર્મગ્રન્થમાં અસંશી પંચેન્દ્રિયના સ્ત્રી અને પુરુષ એ બે ભેદ માન્યા છે જ્યારે સિદ્ધાન્તમાં કેવળ એક નપુંસક જ માનેલ છે, તે કઈ અપેક્ષાએ ? એનું પ્રમાણ (૫. 88, નોધ).
અજ્ઞાનત્રિકમાં બે ગુણસ્થાન માનનારાઓ અને ત્રણ ગુણસ્થાન માનનારાઓનો આરાય શું છે ? તેનો ખુલાસો (પૃ. 82).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org