________________
પંચમકર્મગ્રન્યપરિશીલન
એક તો જૈન પરંપરામાં પણ સાંપ્રદાયિક માનસ ઉપરાંત એતિહાસિક દષ્ટિએ વિચાર કરવાનો યુગ ક્યારનો શરૂ થઈ ગયો છે અને બીજું એ કે મુદ્રણયુગમાં પ્રકાશિત કરવામાં આવતા મૂલ તથા અનુવાદ ગ્રન્યો જેનો સુધી જ સીમિત નથી રહેતા. જેનેતર પણ તેમને વાંચે છે. સંપાદક, લેખક, અનુવાદક અને પ્રકાશકનું ધ્યેય પણ એવું રહે છે કે પ્રકાશિત ગ્રન્ય કઈ રીતે અધિકાધિક પ્રમાણમાં જેનેતર વાચકોના હાથમાં પહોંચે. કહેવાની ભાગ્યે જ જરૂરત છે કે જેનેતર વાચકો સાંપ્રદાયિક હોઈ શકે નહિ. તેથી કર્મતત્ત્વ અને કર્મશાસ્ત્રના અંગે આપણે સાંપ્રદાયિક દૃષ્ટિએ ગમે તેટલું કેમ ન વિચારીએ અને લખીએ તેમ છતાં પણ જ્યાં સુધી આપણે ઐતિહાસિક દષ્ટિએ વિચાર નહિ કરીએ ત્યાં સુધી મૂલ અને અનુવાદના આપણા પ્રકાશનનો ઉદ્દેશ્ય બરાબર સિદ્ધ થઈ નહિ શકે. સાંપ્રદાયિક માન્યતાઓનાં સ્થાનોમાં ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરવાના પક્ષમાં બીજી પણ પ્રબળ દલીલો છે. પહેલી દલીલ તો એ કે આજ હવે ધીરે ધીરે કર્મવિષયક જૈન વાલ્મયનો પ્રવેશ કૉલેજોના પાઠ્યક્રમમાં થયો છે જ્યાંનું વાતાવરણ અસાંપ્રદાયિક હોય છે. બીજી દલીલ એ છે કે આજ હવે સાંપ્રદાયિક વાલ્મય સંપ્રદાયની સીમા વળોટીને દૂર દૂર સુધી પહોંચવા લાગ્યું છે, તે એટલે સુધી કે જર્મન વિદ્વાન ગ્લેઝનપ જે “જેનિસ્મસ્’ (જૈનદર્શન’) જેવા સર્વસંગ્રાહક ગ્રન્થના લેખક છે તેમણે તો શ્વેતામ્બર કર્મગ્રન્થોના અધ્યયનરૂપ મહાનિબંધ પણ જર્મન ભાષામાં ક્યારનો તૈયાર કરી દીધો છે અને તેઓ તે વિષયમાં પીએચ.ડી. પણ થયા છે. તેથી હું આ સ્થાને થોડીઘણી કર્મતત્ત્વ અને કર્મશાસ્ત્ર સંબંધી ચર્ચા ઐતિહાસિક દષ્ટિએ કરવા ઇચ્છું છું.
મેં આજ સુધી જે કંઈ વૈદિક અને અવૈદિક મૃત તથા માર્ગનું અવલોકન ક્યું છે અને તેના ઉપર જે થોડોઘણો વિચાર ક્યોં છે તેના આધારે મારા મતે કર્મતત્ત્વ સાથે સંબંધ ધરાવતી નીચે જણાવેલી વસ્તુસ્થિતિ ખાસ કરીને ફલિત થાય છે. તે વસ્તુસ્થિતિ અનુસાર કર્મતત્ત્વનો વિચાર કરતી બધી પરંપરાઓની શૃંખલા ઐતિહાસિક ક્રમથી સુસંગત બની શકે છે.
પહેલો પ્રશ્ન કર્મતત્વને માનવું કે નહિ, અને જે માનવું તો ક્યા આધારે, એ હતો. એક પક્ષ એવો હતો જે કામ અને તેના સાધનરૂપ અર્થ સિવાય બીજો કોઈ પુરુષાર્થ માનતો ન હતો. તેની દૃષ્ટિમાં ઈહલોક જ પુરુષાર્થ હતો. તેથી તે એવું કોઈ કર્મતત્ત્વ માનવા માટે બાધિત ન હતો જે સારા-ખરાબ જન્માન્તર યા પરલોકની પ્રાપ્તિ કરાવનારું હોય. આ જ પક્ષ ચાર્વાક પરંપરાના નામથી વિખ્યાત થયો. પરંતુ સાથે સાથે જ તે અતિ પ્રાચીન યુગમાં પણ એવા ચિન્તકો હતા જે દર્શાવતા હતા કે મૃત્યુ પછી જન્માન્તર છે.' 1. મારો મત છે કે આ દેશમાં કોઈ પણ બહારના સ્થાનથી પ્રવર્તક ધર્મ યા યાજ્ઞિક માર્ગ
આવ્યો અને તે જેમ જેમ ફેલાતો ગયો તેમ તેમ આ દેશમાં તે પ્રવર્તક ધર્મના આગમન પહેલાંથી જ વિદ્યમાન નિવર્તક ધર્મ અધિકાધિક બલ પકડતો ગયો. યાજ્ઞિક પ્રવર્તક ધર્મની બીજી શાખા ઈરાનમાં જરથોશ્ચિયનધર્મરૂપે વિકસિત થઈ. અને ભારતમાં આવનારી યાજ્ઞિક પ્રવર્તક ધર્મની શાખાનો વિર્તક ધર્મવાદીઓ સાથે પ્રતિક્રક્રીભાવ શરૂ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org