________________
ચતુર્થકર્માન્યપરિશીલન
• ૧૦૭ દ્રવ્યમનનાં આકાર તથા સ્થાન દિગમ્બર સંપ્રદ્ઘાયમાં શ્વેતામ્બર સંપ્રઢાયની અપેક્ષાએ ભિન્ન પ્રકારનાં માનવામાં આવ્યાં છે અને ત્રણ યોગોનાં બાહ્યાભ્યન્તર કારણોનું વર્ણન રાજવાર્તિકમાં બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે (પૃ. 134).
મનઃ પર્યાયજ્ઞાનના યોગોની સંખ્યા બન્ને સંપ્રદાયોમાં સરખી નથી (પૃ. 154).
શ્વેતામ્બર ગ્રન્થોમાં જે એક અર્થ માટે આયોજિકારણ, આવર્જિતકરણ અને આવયકકરણ એ ત્રણ સંજ્ઞાઓ મળે છે તે જ અર્થ માટે દિગમ્બર ગ્રન્થોમાં કેવળ આવર્જિતકરણ એ એક જ સંજ્ઞા મળે છે (પૃ. 155).
શ્વેતામ્બર ગ્રન્થોમાં કાળને સ્વતંત્ર દ્રવ્ય પણ માનેલ છે તેમ જ ઉપચરિત પણ માનેલ છે. પરંતુ દિગમ્બર ગ્રન્થોમાં તેને સ્વતન્ત્ર જ માનેલ છે. સ્વતંત્રપક્ષમાં પણ કાલનું સ્વરૂપ બન્ને સંપ્રદાયોના ગ્રન્થોમાં એકસરખું નથી (પૃ. 157).
કોઈ કોઈ ગુણસ્થાનમાં યોગોની સંખ્યા ગોમ્મસારમાં કર્મગ્રન્થની અપેક્ષાએ ભિન્ન છે (પૃ. 163, નોધ).
બીજા ગુણસ્થાનના સમયમાં જ્ઞાન તથા અજ્ઞાન માનનારા એવા બે પક્ષો શ્વેતામ્બર ગ્રન્થોમાં છે, પરંતુ ગોમ્મદસારમાં એકમાત્ર બીજો પક્ષ છે (પૃ. 169, નોધ).
ગુણસ્થાનોમાં લેયાની સંખ્યા બાબતે શ્વેતામ્બર ગ્રન્થોમાં બે પક્ષો છે અને દિગમ્બર ગ્રન્થોમાં ફક્ત એક જ પક્ષ છે (પૃ. 172, નોધ).
જીવ સમ્યકત્વ સહિત મરીને સ્ત્રી રૂપમાં જન્મતો નથી આ વાત દિગમ્બર સંપ્રદાયને માન્ય છે, પરંતુ શ્વેતામ્બર સંપ્રદાયને આ મત ઇષ્ટ હોઈ શકે નહિ કેમ કે તેમાં ભગવાન મલ્લિનાથને સ્ત્રીવેદ તથા સમ્યકત્વ સહિત જન્મ લેતા મનાયા છે.
કાર્મગ્રન્થિકો અને સૈદ્ધાનિકોનો મતભેદ સૂક્ષ્મ એકેન્દ્રિય આદિ દસ જીવસ્થાનોમાં ત્રણ ઉપયોગોનું કથન કાર્મગ્રચૂિક મતનું ફલિત છે. સૈદ્ધાતિક મત અનુસાર તો છે જીવસ્થાનોમાં જ ત્રણ ઉપયોગો ફલિત થાય છે અને શ્રીન્દ્રિય આદિ શેષ ચાર જીવસ્થાનોમાં પાંચ ઉપયોગો ફલિત થાય છે (પૃ. 22, નોધ).
અવધિદર્શનમાં ગુણસ્થાનોની સંખ્યા અંગે કાર્મગ્રન્થિકો તથા સૈદ્ધાત્તિકોનો મતભેદ છે. કાર્મગ્રીિક તેમાં નવ તથા દસ ગુણસ્થાન માને છે જ્યારે સૈદ્ધાત્તિક તેમાં બાર ગુણસ્થાન માને છે (પૃ. 146).
સૈદ્ધાત્તિક બીજા ગુણસ્થાનમાં જ્ઞાન માને છે પરંતુ કાર્મગ્રન્થિક તેમાં અજ્ઞાન માને છે (પૃ. 169, નોધ).
વૈયિારીર તથા આહારકરારીર બનાવતી અને ત્યાગતી વખતે ક્યો યોગ માનવો જોઈએ એ બાબતે કાર્મગ્રંખ્યિકો અને સૈદ્ધાતિકોનો મતભેદ છે (પૃ. 170, નોધ).
પ્રન્થિભેદ અનન્તર ક્યું સમ્યક્ત થાય છે એ અંગે સિદ્ધાન્ત તથા કર્મગ્રન્થનો મતભેદ છે (પૃ. 171).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org