Book Title: Panchkarmagranthparishilan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 119
________________ પંચકર્મગ્રન્થપરિશીલન કૃષ્ણ આદિ ત્રણ અશુભ લેયાઓમાં છ ગુણસ્થાન આ કર્મગ્રન્થમાં માન્યાં છે અને પંચસંગ્રહ આદિ ગ્રન્થોમાં ઉક્ત ત્રણ લેયાઓમાં ચાર ગુણસ્થાનો માન્યાં છે, તે કઈ અપેક્ષાએ ? તેનો પ્રમાણપૂર્વક ખુલાસો (પૃ. 88). ૧૧૦ જ્યારે મરણ સમયે અગિયાર ગુણસ્થાનની પ્રાપ્તિનું ક્થન છે ત્યારે વિગ્રહગતિમાં ત્રણ જ ગુણસ્થાન કેવી રીતે માન્યાં ? તેનો ખુલાસો (પૃ. 89). સ્ત્રીવેદમાં તેર યોગોનું તથા વેઠ સામાન્યમાં બાર ઉપયોગોનું અને નવ ગુણસ્થાનોનું જે કથન છે તે દ્રવ્ય અને ભાવમાંથી ક્યા ક્યા પ્રકારના વેદને લઈને ઘટી રાકે છે ? તેનો ખુલાસો (પૃ. 97, નોધ). ઉપરામસમ્યક્ત્વના યોગોમાં ઔદારિકમિશ્રયોગને ગણાવેલ છે, તે કેવી રીતે સંભવે ? તેનો ખુલાસો (પૃ. 98). માર્ગણાઓમાં જે અલ્પબહુત્વનો વિચાર કર્મગ્રન્થમાં છે તે આગમ આદિ ક્યા પ્રાચીન ગ્રન્થોમાં છે ? તેનો નિર્દેશ (પૃ. 115, નોધ). કાલની અપેક્ષાએ ક્ષેત્રની સૂક્ષ્મતાનું સપ્રમાણ ક્થન (પૃ. 117. નોંધ). શુકલ, પદ્મ અને તેજોલેયાવાળાઓના સંખ્યાતગુણ અલ્પબહુત્વ પર શંકા-સમાધાન તથા તે વિષયમાં ટબાકારનું મન્તવ્ય (પૃ. 130, નોધ). ત્રણ યોગોના સ્વરૂપનું તથા તેમનાં બાહ્ય-આભ્યન્તર કારણોનું સ્પષ્ટ થન અને યોગોની સંખ્યા બાબતે શંકા-સમાધાન તથા દ્રવ્યમન, દ્રવ્યવચન અને શરીરના સ્વરૂપનું ક્શન (પૃ. 134). સમ્યક્ત્વ સહેતુક છે યા નિર્હેતુક ? ક્ષાયોપામિક આદિ ભેદોનો આધાર, ઔપરામિસમ્યક્ત્વ અને ક્ષાયોપરામિકસમ્યક્ત્વ વચ્ચેનું અત્તર, ક્ષાયિક સમ્યક્ત્વની તે બન્નેથી વિરોષતા, કેટલીક રાંકાઓ અને તેમનું સમાધાન, વિપાકોદય અને પ્રદેશોક્યનું સ્વરૂપ, ક્ષયોપરામ અને ઉપરામ શબ્દોની વ્યાખ્યા, અને અન્ય પ્રાસંગિક વિચાર (પૃ. 136). અપર્યાપ્તઅવસ્થામાં ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં ચક્ષુર્દર્શન માનવા ન માનવા ઉપર પ્રમાણપૂર્વક વિચાર (પૃ. 141). વજ્રગતિ અંગેની ત્રણ બાબતો પર સવિસ્તર વિચાર - (1) વક્રગતિના વિગ્રહો (વળાંકો)ની સંખ્યા, (2) વક્રગતિનું કાલમાન અને (3) વક્રગતિમાં અનાહારકત્વનું કાલમાન (પૃ. 143). અવધિદર્શનમાં ગુણસ્થાનોની સંખ્યા બાબતે પક્ષભેદ તથા પ્રત્યેક પક્ષનું તાત્પર્ય અર્થાત્ વિલંગજ્ઞાનથી અવધિદર્શનનો ભેઠાભેદ (પૃ. 146). શ્વેતામ્બર-ડિગમ્બર સંપ્રદાયોમાં કવલાહારવિષયકમતભેદનો સમન્વય (પૃ. 148). કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકનારી સ્ત્રી જાતિ માટે શ્રુતજ્ઞાનવિરોષના અર્થાત્ દષ્ટિવાદના અધ્યયનનો નિષેધ કરવો એ એક પ્રકારે વદતોવ્યાધાત છે, આંતરવિરોધ છે. આ અંગે વિચાર તથા નયદષ્ટિએ વિરોધનો પરિહાર (પૃ. 149). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130