Book Title: Panchkarmagranthparishilan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 114
________________ ચતુર્થકમગ્રન્યપરિશીલન ૧૦૫ પરિહારવિશુદ્ધ સંયમનો અધિકારી કેટલી ઉમરનો હોવો જોઈએ, તેનામાં કેટલું જ્ઞાન આવશ્યક છે અને તે સંયમ કોની પાસે ગ્રહણ કરી શકાય અને તેમાં વિહાર આદિનો કાલનિયમ કેવો છે, ઇત્યાદિ તેના અંગેની વાતો બન્ને સંપ્રદાયોમાં ઘણા અંશોમાં સમાન છે (પૃ. 59, નોધ). ક્ષાયિક સમ્યત્વ જિનકાલિક મનુષ્યને થાય છે એ વાત બન્ને સંપ્રદાયને ઈષ્ટ છે (પૃ. 66, નોંધ). કેવલીમાં દ્રવ્યમનનો સંબંધ બન્ને સંપ્રદાયોને ઈષ્ટ છે (પૃ. 101, નોધ). * મિત્રસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં મતિ આદિ ઉપયોગોની જ્ઞાન-અજ્ઞાન ઉભયરૂપતા ગોમ્મદસારમાં પણ છે. (પૃ. 109, નોધ). ગર્ભજ મનુષ્યોની સંખ્યાનો અંક ઓગણત્રીસ બન્ને સંપ્રદાયોમાં તુલ્ય છે (પૃ. 117, નોધ). ઇન્દ્રિયમાર્ગણામાં શ્રીન્દ્રિય આદિનું અને કાયમાર્ગણામાં તેજઃકાય આદિનું વિશેષાધિત્વ બન્ને સંપ્રદાયોમાં એકસરખું ઈષ્ટ છે (પૃ. 122, નોધ). વગતિમાં વિગ્રહોની (વળાંકોની) સંખ્યા બન્ને સંપ્રદાયમાં સરખી છે, તેમ છતાં શ્વેતામ્બર ગ્રન્થોમાં ક્યાંક ક્યાંક જે ચાર વિગ્રહોનો મતાન્તર મળે છે તે દિગમ્બર ગ્રન્થોમાં જોવા મળતો નથી. તથા વક્રગતિનું કાલમાન બન્ને સંપ્રદાયોમાં તુલ્ય છે. વક્રગતિમાં અનાહારકત્વનું કાલમાન વ્યવહાર અને નિશ્ચય બન્ને દષ્ટિએ વિચારવામાં આવે છે. તેમાં વ્યવહારદષ્ટિ અનુસાર શ્વેતામ્બર પ્રસિદ્ધ તત્ત્વાર્થસૂત્રમાં વિચાર છે અને નિશ્રયદષ્ટિ અનુસાર દિગમ્બર પ્રસિદ્ધ તત્ત્વાર્થસૂત્રમાં વિચાર છે. તેથી આ બાબતમાં પણ બન્ને સંપ્રદાયનો વાસ્તવિક મતભેદ નથી (પૃ. 143). અવધિદર્શનમાં ગુણસ્થાનોની સંખ્યા બાબતે સૈદ્ધાતિક એક અને કાર્મગ્રખ્યિક બે એમ જે ત્રણ પક્ષો છે તેમનામાંથી કાર્મગ્રન્થિક બન્ને પક્ષો દિગમ્બર ગ્રન્થોમાં મળે છે (પૃ. 146). કેવલજ્ઞાનીમાં આહારકત્વ, આહારનું કારણ અસાતવેદનીયનો ઉદય અને ઔદારિક પુગલોનું ગ્રહણ આ ત્રણે વાતો બન્ને સંપ્રદાયોમાં એકસરખી માન્ય છે (પૃ. 148). ગુણસ્થાનમાં જીવસ્થાનનો વિચાર ગોમ્મદસારમાં કર્મગ્રન્થની અપેક્ષાએ કંઈક ભિન્ન જણાય છે, પરંતુ તે અપેક્ષાકૃત હોવાથી વસ્તુતઃ તો કર્મગ્રન્થના સમાન જ છે (પૃ. 161, નોધ). ગુણસ્થાનમાં ઉપયોગની સંખ્યા કર્મગ્રન્થ અને ગોમ્મસારમાં સરખી છે (પૃ. 167, નોધ). એકેન્દ્રિયમાં સાસાદનભાવ માનનાર અને ન માનનાર એવા બે પક્ષો શ્વેતામ્બર ગ્રન્થોમાં છે, તેવી જ રીતે દિગમ્બર ગ્રન્થોમાં પણ છે (પૃ. 171, નોંધ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130