________________
પંચકર્મગ્રન્યપરિશીલન | ગોમ્મદસારમાં ઉપશમશ્રેણિવાળા આઠમા આદિ ચાર ગુણસ્થાનોમાં ચારિત્ર ઔપામિક જ માન્ય છે અને ક્ષાયોપથમિકનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. તેવી રીતે ક્ષપકશ્રેણિવાળા ચાર ગુણસ્થાનોનમાં ક્ષાયિક ચારિત્ર માનીને ક્ષાયોપશમિશ્નો નિષેધ ર્યો છે. આ વાત કર્મકાર્ડની 845 અને 846 ગાથાઓને જોવાથી સ્પષ્ટ થઈ જાય છે. (19) ભાવ
આ વિચાર એક જીવમાં કોઈ વિવક્ષિત સમયમાં મળતા ભાવોના અંગે છે.
એક જીવમાં ભિન્ન ભિન્ન સમયમાં મળતા ભાવો અને અનેક જીવોમાં એક સમયમાં યા ભિન્ન ભિન્ન સમયમાં મળતા ભાવો પ્રસંગવશે જણાવીએ છીએ. પહેલાં ત્રણ ગુણસ્થાનોમાં ઔદયિક, ક્ષાયોપથમિક અને પરિણામિક એ ત્રણ ભાવ, ચોથાથી અગિયારમા સુધીનાં આઠ ગુણસ્થાનોમાં પાંચ ભાવ, બારમા ગુણસ્થાનમાં પથમિક સિવાયના ચાર ભાવ અને તેમા તથા ચૌદમા ગુણસ્થાનોમાં ઓપરમિક અને ક્ષાયોપથમિક સિવાયના બાકીના ત્રણ ભાવ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ ગુણસ્થાનોમાં ભાવોના ઉત્તર ભેદ
સાયોપથમિક - પહેલા બે ગુણસ્થાનોમાં ત્રણ અજ્ઞાન, ચક્ષુ આદિ બે દર્શન, દાન આદિ પાંચ લબ્ધિઓ - આ દસ; ત્રીજા ગુણસ્થાનમાં ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, મિશ્રદષ્ટિ, પાંચ લબ્ધિઓ - આ બાર; ચોથા ગુણસ્થાનમાં ત્રીજા ગુણસ્થાનવાળા બાર પરંતુ મિશ્રદષ્ટિના સ્થાને સમ્યકત્વ; પાંચમા ગુણસ્થાનમાં ચોથા ગુણસ્થાનવાળા બાર તથા દેશવિરતિ એમ કુલ તેર; છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનોમાં ઉક્ત તેરમાંથી દેશવિરતિને કાઢી નાખીને તેમનામાં સર્વવિરતિ અને મન:પર્યવજ્ઞાન ઉમેરવાથી ચૌદ; આઠમા, નવા અને દસમા ગુણસ્થાનોમાં ઉક્ત ચૌદમાંથી સમ્યત્વ સિવાયના બાકીના તેર; અગિયારમા અને બારમા ગુણસ્થાનોમાં ઉક્ત તેરમાંથી ચારિત્રને છોડીને બાકીના બાર ક્ષાયોપથમિક ભાવો છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાનોમાં ક્ષાયોપથમિક ભાવ નથી.
ઔદયિક - પહેલા ગુણસ્થાનમાં અજ્ઞાન આદિ એકવીસ; બીજા ગુણસ્થાનમાં મિથ્યાત્વ સિવાય વીસ; ત્રીજા અને ચોથા ગુણસ્થાનોમાં અજ્ઞાનને છોડી ઓગણીસ; પાંચમા ગુણસ્થાનમાં દેવગતિ, નારગતિ સિવાય ઉક્ત ઓગણીસમાંથી બાકી રહેલા સત્તર, છઠ્ઠા ગુણસ્થાનમાં તિર્યંચગતિ અને અસંયમ બાદ કરી વધેલા પંદર; સાતમા ગુણસ્થાનમાં કૃષ્ણ આદિ ત્રણ લેયાઓને છોડીને ઉક્ત પંદરમાંથી બાકી રહેલા બાર; આઠમા અને નવમા ગુણસ્થાનોમાં તેજલેયા અને પદ્મલેરિયા સિવાયના દસ; દસમા ગુણસ્થાનમાં ક્રોધ, માન, માયા અને ત્રણ વેદ સિવાય ઉક્ત દસમાંથી બાકી રહેલા ચાર; અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાનોમાં સંજ્વલન લોભને છોડીને બાકીના ત્રણ; અને ચૌદમા ગુણસ્થાનમાં શુક્લલેયાને ઉક્ત ત્રણમાંથી બાદ કરતાં બાકી રહેલા મનુષ્યત્વગતિ અને અસિદ્ધત્વ એ બે ઔદયિક ભાવો છે.
ક્ષાયિક - પહેલાં ત્રણ ગુણસ્થાનોમાં ક્ષાયિક ભાવ નથી. ચોથાથી અગિયારમા સુધીનાં આઠ ગુણસ્થાનોમાં સમ્યકત્વ એ એક; બારમા ગુણસ્થાનમાં સમ્યકત્વ અને ચારિત્ર બે; અને તેરમા અને ચૌદમા ગુણસ્થાનોમાં નવ ક્ષાયિક ભાવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org