________________
ચતુર્થકર્માન્યપરિશીલન
વસ્તુસ્થિતિ શું છે? - નિશ્ચયદષ્ટિએ જોવામાં આવે તો કાલને અલગ દ્રવ્ય માનવાની કોઈ જરૂરત નથી. તેને જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યના પર્યાયરૂપ માનવાથી જ બધાં કાર્યો અને બધો વ્યવહાર ઘટી શકે છે. તેથી આ જ પક્ષ તાત્ત્વિક છે. બીજો પક્ષ વ્યાવહારિક અને ઔપચારિક છે. કાલને મનુષ્યક્ષેત્રપ્રમાણ માનવાનો પક્ષ સ્થૂળ લોકવ્યવહાર પર નિર્ભર છે. આ પક્ષ તાત્ત્વિક નથી પણ કેવળ વ્યાવહારિક છે એવું સ્વીકારવામાં ન આવે તો પ્રશ્ન ઊઠે છે કે જ્યારે મનુષ્યક્ષેત્રની બહાર પણ નવત્વ પુરાણત્વ આદિ ભાવ થાય છે તો પછી કાલને મનુષ્યક્ષેત્રમાં કેવી રીતે માની શકાય? બીજું એવું માનવામાં
ક્યો તર્ક છે કે કાલ જ્યોતિષચક્રના સંચારની અપેક્ષા રાખે છે. અને જો અપેક્ષા રાખતો પણ હોય તો શું તે લોકવ્યાપી બનીને જ્યોતિષચક્રના સંચારની મદદ નથી લઈ રાતો? તેથી કાલને મનુષ્યક્ષેત્રવ્યાપી માનવાની કલ્પના સ્થળ લોકવ્યવહાર પર નિર્ભર છે. કાલને અણુરૂપ માનવાની કલ્પના ઔપચારિક છે. પ્રત્યેક પુગલપરમાણુને જ ઉપચારથી કાલાણુ સમજવો જોઈએ અને કાલાણુના અપ્રઠેશત્વના ક્યનની સંગતિ આ રીતે કરી લેવી જોઈએ. આવું ન માનીને કાલાણને સ્વતંત્ર માનવામાં આવે તો પછી પ્રશ્ન ઊઠે કે તેને ધર્માસ્તિકાયની જેમ ધરૂપ કેમ માનવામાં નથી આવતો? આના ઉપરાંત બીજો એક પ્રશ્ન આ પણ ઊભો થાય છે કે જીવ-અજીવના પર્યાયમાં તો નિમિત્તકારણ સમયપર્યાય છે પરંતુ સમયપર્યાયમાં નિમિત્તકારણ ક્યું છે ? જો તે સ્વાભાવિક હોવાથી તે અન્ય નિમિત્તની અપેક્ષા રાખતો નથી તો પછી જીવ-અજીવના પર્યાયોને પણ સ્વાભાવિક કેમ ન માનવા? જો સમયપર્યાય માટે અન્ય નિમિત્તની કલ્પના કરવામાં આવે તો અનવસ્થા થાય. તેથી કાલાણુના પક્ષને ઔપચારિક જ માનવો યોગ્ય છે. .
વૈદિક કરીનમાં કાલનું સ્વરૂપ - વૈદિક દર્શનોમાં પણ કાલના વિષયમાં મુખ્ય બે પક્ષ છે. વૈશેષિક દર્શન (અધ્યાય 2 આહ્નિક 2 સૂત્ર 6-10) તથા ન્યાયદર્શન કાલને સર્વવ્યાપી સ્વતંત્ર દ્રવ્ય માને છે. સાંખ્ય (અધ્યાય 2 સૂત્ર 12), યોગ તથા વેદાન્ત આદિ દર્શન કાલને સ્વતંત્ર દ્રવ્ય માનતાં નથી પરંતુ તેને પ્રકૃતિ-પુરુષનું (જડચેતનનું) જ રૂ૫ માને છે. આ બીજો પક્ષ નિશ્ચયદષ્ટિમૂલક છે અને પહેલો પક્ષ વ્યવહારમૂલક છે.
જૈન દર્શનમાં જેને ‘સમય’ કહેવામાં આવ્યો છે અને દર્શનાન્સરોમાં જેને ‘ક્ષણ કહેવામાં આવેલ છે તેનું સ્વરૂપ જાણવા માટે તથા કાલ’ નામનું કોઈ સ્વતત્ર દ્રવ્ય છે કે પછી કેવળ લૌકિકદષ્ટિવાળાઓએ વ્યવહારનિર્વાહ માટે ક્ષણોની કમપરંપરા ઉપર કરેલો આરોપમાત્ર છે એ પ્રશ્નને સ્પષ્ટ સમજવા માટે યોગદર્શનના પાઠ 3ના સૂત્ર 52 ઉપરનું ભાષ્ય જોવું જોઈએ. ઉક્ત ભાષ્યમાં કાલસંબંધી જે વિચાર છે તે જ નિશ્ચયદષ્ટિમૂલક અને એટલે જ તાત્ત્વિક જણાય છે. - વિજ્ઞાનની સમ્મતિ - આજકાલ વિજ્ઞાનની ગતિ સાચી દિશા તરફ થઈ રહી છે. તેથી કાલ અંગેના વિચારોને એ દષ્ટિ અનુસાર પણ જોવા જોઈએ. વૈજ્ઞાનિક લોકો પણ કાલને દિશાની જેમ કાલ્પનિક માને છે, વાસ્તવિક માનતા નથી.
તેથી બધી રીતે વિચારતાં એ જ નિશ્ચય થાય છે કે કાલને અલગ સ્વતન્ત દ્રવ્ય માનવામાં કોઈ દઢતર પ્રમાણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org