________________
પંચકર્માન્યપરિશીલન (1) જે પશ્ચિમી દેશોમાં સ્ત્રીઓને શિક્ષણ આદિની સામગ્રી પુરુષો સમાન પ્રાપ્ત થાય છે ત્યાં પણ ઈતિહાસ જોવાથી જણાય છે કે સ્ત્રીઓ પુરુષતુલ્ય બની શકે છે એ સાચું, પરંતુ યોગ્ય વ્યક્તિઓની સંખ્યા સ્ત્રી જાતિની અપેક્ષાએ પુરુષજાતિમાં અધિક મળે છે.
(2) કુન્દકુન્દ્રાચાર્ય જેવા પ્રતિપાદક દિગમ્બરાચાર્યોએ સ્ત્રી જાતિને શારીરિક અને માનસિક દોષના કારણે દીક્ષા માટે પણ અયોગ્ય ઠરાવી છે -
लिंगम्मि य इत्थीणं थणंतरे णाहिकक्खदेसम्मि । भणिओ सुहमो काओ तासं कह होइ पव्वज्जा ।
પપાહુડ-સૂત્રપાહુડ ગાથા 24-25. અને વૈદિક વિદ્વાનોએ શારીરિક શુદ્ધિને અગ્રસ્થાન આપીને સ્ત્રી અને શુદ્રજાતિને સામાન્યપણે વેદાધ્યયન માટે અનધિકારી દર્શાવેલ છે. સ્ત્રી નાથીયતામ્ |
આ વિપક્ષી સંપ્રદાયોની એટલી બધી અસર પડી કે તેનાથી પ્રભાવિત થઈને પુરુષજાતિની સમાન સ્ત્રી જાતિની યોગ્યતા માનવા છતાં પણ શ્વેતામ્બર આચાર્યો તેને વિશેષ અધ્યયન માટે અયોગ્ય દર્શાવવા લાગ્યા.
અગિયાર અંગ આદિ ભણવાનો અધિકાર માનવા છતાં પણ ફક્ત બારમા અંગનો નિષેધ કરવાનું કારણ એ પણ જણાય છે કે દષ્ટિવાદનું વ્યવહારમાં મહત્ત્વ ટકી રહે. તે સમયમાં વિશેષપણે શારીરિક શુદ્ધિપૂર્વક ભણવા-વાંચવામાં વેદ આદિ ગ્રન્થોની મહત્તા સમજવામાં આવતી હતી. દષ્ટિવાદ બધાં અંગોમાં પ્રધાન હતો, તેથી વ્યવહારદષ્ટિએ તેની મહત્તા જાળવવા માટે અન્ય મોટા પડોશી સમાજનું અનુકરણ કરવું સ્વાભાવિક હતું. આ કારણે પરમાર્થદષ્ટિએ સ્ત્રીને પૂરેપૂરી યોગ્ય માનવા છતાં પણ આચાર્યોએ વ્યવહારદષ્ટિએ શારીરિક અશુદ્ધિને ધ્યાનમાં લઈને સ્ત્રીને શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય દર્શાવી હરો.
ભગવાન ગૌતમ બુદ્ધ સ્ત્રી જાતિને ભિક્ષુપદ માટે અયોગ્ય નિર્ધારિત કરી હતી પરંતુ ભગવાન મહાવીરે તો પહેલેથી જ તેને પુરુષ સમાન ભિક્ષુપદની અધિકારિણી નિશ્ચિત કરી હતી. તેથી જેન શાસનમાં ચતુર્વિધ સંઘ પહેલેથી જ સ્થાપિત છે અને સાધુ તથા શ્રાવકોની સંખ્યાની અપેક્ષાએ સાધ્વીઓ તથા શ્રાવિકાઓની સંખ્યા આરંભથી જ અધિક રહી છે. પરંતુ પોતાના પ્રધાન શિષ્ય આનન્દના આગ્રહથી બુદ્ધ ભગવાને જ્યારે સ્ત્રીઓને ભિક્ષુપદ આપ્યું ત્યારે તેમની સંખ્યા ધીરે ધીરે બહુ જ વધી ગઈ અને કેટલીક શતાબ્દીઓ પછી અશિક્ષા, કુપ્રબન્ધ આદિ અનેક કારણોથી તેમનામાં ઘણો બધો આચારભ્રંશ થયો, જેના પરિણામે બૌદ્ધ સંઘ એક રીતે દૂષિત ગણાવા લાગ્યો. સંભવ છે કે આ પરિસ્થિતિની કંઈક અસર જૈન સંપ્રદાય ઉપર પણ પડી હોય, જેના લીધે દિગમ્બર આચાર્યોએ સ્ત્રીને ભિક્ષુપદ માટે અયોગ્ય ઠરાવી હોય અને શ્વેતામ્બર આચાર્યોએ એવું નક્કીને સ્ત્રી જાતિનો ઉચ્ચ અધિકાર કાયમ રાખવા છતાં પણ દુર્બળતા, ઇન્દ્રિયચંચળતા આદિ દોષોને સ્ત્રી જાતિમાં વિરોષપણે દર્શાવ્યા હોય, કેમ કે સહચર સમાજના વ્યવહારોનો પ્રભાવ એકબીજાના ઉપર પડવો અનિવાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org