Book Title: Panchkarmagranthparishilan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 101
________________ પંચકર્મગ્રન્યપરિશીલન - ત્રિીપુરુષસમાનતા ન માનવામાં વિરોધ ] સ્ત્રીને દષ્ટિવાદનું અધ્યયન કરવાનો જે નિષેધ કરવામાં આવ્યો છે એમાં બે રીતે વિરોધ આવે છે - (1) તર્કદષ્ટિએ અને (2) શાસ્ત્રોક્ત મર્યાદાથી. (1) એક તરફ સ્ત્રીને કેવલજ્ઞાન અને મોક્ષ સુધીની અધિકારિણી માનવી અને બીજી તરફ તેને દષ્ટિવાદના અધ્યયન માટે – શ્રુતજ્ઞાનવિશેષ માટે - અયોગ્ય દર્શાવવી એ તો એના જેવું વિરુદ્ધ જણાય છે કે કોઈને રત્ન સોંપીને કહેવું કે તું તો કોડીની પણ રક્ષા કરવા શાક્ત નથી. (2) દષ્ટિવાદના અધ્યયનનો નિષેધ કવાથી શાસ્ત્રકથિત કાર્યકારણભાવની મર્યાદા પણ બાધિત થઈ જાય છે. તે આ પ્રમાણે - શુક્લધ્યાનના પ્રથમ બે પાદ પ્રાપ્ત ર્યા વિના કેવલજ્ઞાન પ્રાપ્ત થતું નથી, અને પૂર્વો’ના જ્ઞાન વિના શુક્લધ્યાનના પ્રથમ બે પાદ પ્રાપ્ત થતાં નથી, અને પૂર્વો' તો દષ્ટિવાદનો એક ભાગ છે. આ મર્યાદા શાસ્ત્રમાં નિર્વિવાદ Sા ૦ ૧૦ સ્વીકૃત છે - "સુવત્તે રાધે પૂર્વવિદ્રઃ તત્વાર્થસૂત્ર 9.39. આ કારણે દષ્ટિવાદના અધ્યયનની અનધિકારિણી સ્ત્રીને કેવલજ્ઞાનની અધિકારિણી માની લેવામાં સ્પષ્ટ વિરોધ જણાય છે. દષ્ટિવાદના અનધિકારનાં કારણે બાબતે બે પક્ષ છે – (ક) પહેલો પક્ષ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિનો છે. આ પક્ષમાં સ્ત્રીમાં તુચ્છત્વ, અભિમાન, ઇન્દ્રિયચાંચલ્ય, મતિમાન્ય આદિ માનસિક દોષો દર્શાવીને તેને દૃષ્ટિવાદના અધ્યયનનો નિષેધ કરવામાં આવ્યો છે. તેના માટે જુઓ વિશેષાવશ્યકભાષ્ય 552મી ગાથા. (ખ) બીજો પક્ષ શ્રી હરિભદ્રસૂરિ આદિનો છે. આ પક્ષમાં અશુદ્ધિદરૂપ શારીરિક દોષ દેખાડીને તેનો નિષેધ કરવામાં આવ્યો છે, જેમ કે “યં દશા પ્રતિવઃ | તથવિવિદે તો તોષાત્ / લલિતવિસ્તરા, પૃ. 211. નિયદષ્ટિએ વિરોધનો પરિહાર -] દષ્ટિવાદના અધિકારના કારણે સ્ત્રીને કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં જે કાર્યકારણભાવનો વિરોધ જણાય છે તે વસ્તુતઃ વિરોધ નથી કેમ કે શાસ્ત્ર સ્ત્રીમાં દષ્ટિવાદના અર્થશાનની યોગ્યતા માને છે, નિષેધ તો કેવળ શાબ્દિક અધ્યયનનો જ છે. શ્રેણિત તુ તિર્મવત્ પાવતો માવો:વિરુદ્ધ વા' લલિતવિસ્તરા તથા તેની શ્રી મુનિચન્દ્રસૂરિક્ત પંજિકા પૂ. 111. તપ, ભાવના આદિથી જ્યારે જ્ઞાનાવરણીયનો ક્ષયો પરામ તીવ્ર થઈ જાય છે ત્યારે સ્ત્રી શાબ્દિક અધ્યયન વિના જ દષ્ટિવાદનું સંપૂર્ણ અર્થશાન કરી લે છે અને શુક્લધ્યાનમાં બે પાદ પ્રાપ્ત કરીને કેવળજ્ઞાનને પણ પામે છે. “દ્રિ ૨ शास्त्रयोगागम्यसामर्थ्ययोगावसेयभावेष्वतिसूक्ष्मेष्वपि तेषां विशिष्टक्षयोपशमप्रभवप्रभावयोगात् पूर्वधरस्येव बोधातिरेकसद्भावादाद्यशुक्लध्यानद्वयप्राप्तेः केवलावाप्तिक्रमेण मुक्तिप्राप्तिरिति न दोषः, अध्ययनमन्तरेणापि भावतः पूर्ववित्त्वसंभवात्, इति विभाव्यते, तदा निर्ग्रन्थीनामप्येवं द्वितयसंभवे તોષામાવાન્ ! શાસ્ત્રવાર્તા. પૃ. 426. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130