________________
૪૫
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન
ગ્રન્થિભેદનું કાર્ય ઘણું જ વિષમ છે, કઠિન છે. રાગ-દ્વેષની તીવ્રતમ વિષગ્રન્યિ એક વાર શિથિલ અને છિન્નભિન્ન થઈ જાય તો પછી બેડો પાર થઈ જ ગયો સમજવો, કેમ કે તે પછી મોહની પ્રધાન શક્તિ દર્શનમોહને શિથિલ થવામાં વાર લાગતી નથી અને દર્શનમોહ શિથિલ થયો કે તરત જ ચારિત્રમોહની શિથિલતાનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. એક બાજુ રાગ-દ્વેષ પોતાના પૂર્ણ બળનો પ્રયોગ કરે છે તો બીજી બાજુ વિકાસોન્મુખ આત્મા પણ રાગ-દ્વેષના પ્રભાવને તોડી ઓછો કરવા માટે પોતાના વીર્યનો અર્થાત્ બળનો પ્રયોગ કરે છે. આ આધ્યાત્મિક યુદ્ધમાં એટલે કે માનસિક વિકાર અને આત્માની પ્રતિદ્ધિતામાં ક્યારેક એક તો ક્યારેક બીજો જયલાભ કરે છે. અનેક આત્મા એવા પણ હોય છે જેઓ લગભગ ગ્રન્થિભેદ કરવા લાયક બળ પ્રકટ કરીને પણ છેવટે રાગ-દ્વેષના તીવ્ર પ્રહારોથી ઘવાઈને અને તેમનાથી હાર ખાઈને પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને અનેક વાર પ્રયત્ન કરવા છતાં પણ રાગ-દ્વેષના ઉપર જય મેળવતા નથી. અનેક આત્મા એવા પણ હોય છે જે ન તો હાર ખાઈને પાછા પડે છે કે ન તો જય મેળવી શકે છે પરંતુ ચિરકાળ સુધી તે આધ્યાત્મિક યુદ્ધના મેદાનમાં જ પડ્યા રહે છે. કોઈ કોઈ આત્મા એવો પણ હોય છે જે પોતાની શક્તિનો યથોચિત પ્રયોગ કરીને તે આધ્યાત્મિક યુદ્ધમાં રાગ-દ્વેષ ઉપર વિજય મેળવી જ લે છે. કોઈ પણ માનસિક વિકારની પ્રતિદ્રન્દ્રિતામાં આ ત્રણ અવસ્થાઓનો અર્થાત્ ક્યારેક હારીને પાછા પડવાનો, ક્યારેક પ્રતિસ્પર્ધામાં સતત મથ્યા જ રહેવાનો અને ક્યારેક જયલાભ કરવાનો અનુભવ આપણને લગભગ નિત્ય થયા જ કરે છે. આ જ સંઘર્ષ કહેવાય છે. સંઘર્ષ વિકાસનું કારણ છે. વિદ્યા હોય, ધન હોય, કીર્તિ હોય કે કોઈ પણ લૌકિક વસ્તુ ઇષ્ટ હોય, તેને પ્રાપ્ત કરતી વખતે પણ અચાનક અનેક વિઘ્નો ઉપસ્થિત થાય છે અને તેમની સાથેના યુદ્ધમાં ઉક્ત પ્રકારની ત્રણે અવસ્થાઓનો અનુભવ પ્રાયઃ બધાને થતો રહે છે. કોઈ વિદ્યાર્થી, કોઈ ધનાર્થી કે કોઈ કીર્તિકાંક્ષી જ્યારે પોતાના ઇષ્ટને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે ત્યારે કાં તો તે અધવચ્ચે જ અનેક મુશ્કેલીઓને દેખીને પ્રયત્નને છોડી જ દે છે, કાં તો મુશ્કેલીઓને પાર કરીને ઇષ્ટપ્રાપ્તિના માર્ગની તરફ અગ્રેસર થાય છે. જે અગ્રેસર થાય છે તે મહા વિદ્વાન, મહા ધનવાન યા મહા કીર્તિાલી બની જાય છે. મુકેલીઓથી ડરીને પાછો લાગે છે તે પામર, અજ્ઞાન, નિર્ધન યા કીર્તિહીન જ બનીને રહી જાય છે. અને જે ન તો મુશ્કેલીઓને જીતી શકે છે કે ન તો મુશ્કેલીઓથી હાર માનીને પાછો લાગે છે તે સાધારણ સ્થિતિમાં પડ્યો રહે છે અને કોઈ ધ્યાન ખેંચે એવો ઉત્કર્ષલાભ કરતો નથી.
આ ભાવને સમજાવવા માટે શાસ્ત્રમાં ત્રણ પ્રવાસીઓનું એક દષ્ટાન્ત આપવામાં
2. નરવ ત્રિ મનુસ્મા વંતવિપ૬ સદાવા મળે
वेलाइक्कमभीया तुरंति पत्ता य दो चोरा ।। दटुं मग्गतडत्थे ते एगो मग्गओ पडिनियत्तो । बितिओ गहिओ तइओ समइक्कंतुं पुरं पत्तो ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org