________________
૬
પંચકર્મગ્રન્થપરિસીલન
જો પ્રથમ પક્ષ માનવામાં આવે તો તે ઠીક છે કેમ કે ઇન્દ્રિયપર્યાસિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તઅવસ્થામાં જ ચક્ષુરિન્દ્રિય દ્વારા સામાન્ય બોધ માનીને જેમ ચક્ષુર્દર્શનમાં ત્રણ અપર્યાપ્ત જીવસ્થાનો ચોથા કર્મગ્રન્થની 17મી ગાથામાં મતાન્તરથી દરર્શાવ્યાં છે તેવી જ રીતે ઇન્દ્રિયપર્યાસિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તઅવસ્થામાં ચક્ષુર્ભિન્ન ઇન્દ્રિય દ્વારા સામાન્ય બોધ માનીને અચક્ષુર્દર્શનમાં સાત અપર્યાપ્ત જીવસ્થાનો ઘટાવી શકાય છે.
પરંતુ શ્રી જયસોમસૂરિએ આ ગાથાના પોતાના ટબામાં ઇન્દ્રિયપર્યાસિ પૂર્ણ થયા પહેલાં પણ અચક્ષુર્દર્શન માનીને તેમાં અપર્યાસ જીવસ્થાનો માન્યાં છે, અને સિદ્ધાન્તના આધારે દર્શાવ્યું છે કે વિગ્રહગતિ અને કાર્યણયોગમાં અવધિદર્શનરહિત જીવને અચક્ષુર્દર્શન થાય છે. આ પક્ષમાં પ્રશ્ન એ થાય છે કે ઇન્દ્રિપર્યાસિ પૂર્ણ થયા પહેલાં દ્રવ્યેન્દ્રિય ન હોવાથી અચક્ષુર્દર્શન કેવી રીતે માનવું ? આ પ્રશ્નનો ઉત્તર બે રીતે આપી શકાય છે ઃ
(1) દ્રવ્યેન્દ્રિય હોય ત્યારે દ્રવ્ય અને ભાવ ઉભય ઇન્દ્રિયજન્ય ઉપયોગ અને દ્રવ્યેન્દ્રિયનો અભાવ હોય ત્યારે કેવળ ભાવેન્દ્રિયજન્ય ઉપયોગ આમ બે પ્રકારનો ઉપયોગ છે. વિગ્રહગતિમાં અને ઇન્દ્રિયપર્યાસિ પૂર્ણ થયા પહેલાં પહેલા પ્રકારનો ઉપયોગ થઈ રાકતો નથી પરંતુ બીજા પ્રકારનો દર્શનાત્મક સામાન્ય ઉપયોગ માની શકાય છે. આવું માનવામાં તત્ત્વાર્થસૂત્ર અધ્યાય 2ના સૂત્ર 9 ઉપરની વૃત્તિનું આ ક્શન પ્રમાણ छे - 'अथवेन्द्रियनिरपेक्षमेव तत्कस्यचिद्भवेद् यतः पृष्ठत उपसर्पन्तं सर्पं बुद्धयैवेन्द्रियव्यापारनिरपेक्षं પશ્યતીતિ ।’ સારાંશ એ કે ઇન્દ્રિયપર્યાસિ પૂર્ણ થયા પહેલાં ઉપયોગાત્મક અચક્ષુર્દર્શન માનીને સમાધાન કરી શકાય છે.
(2) વિગ્રહગતિમાં અને ઇન્દ્રિયપર્યાસિ પૂર્ણ થયા પહેલાં અચક્ષુર્દર્શન માનવામાં આવે છે તે તો શક્તિરૂપે જ અર્થાત્ ક્ષયોપામરૂપે જ, ઉપયોગરૂપે નહિ. આ સમાધાન પ્રાચીન ચતુર્થ કર્મગ્રન્થની 49મી ગાયાની ટીકાના નીચે જણાવેલા ઉલ્લેખના આધારે આપવામાં આવ્યું છે - ‘ત્રયાળામઘ્યપક્ષુર્શન તસ્યાનાહારાવસ્થાયામપિ તન્ધિમાશ્રિત્યાખ્યુપામાત્ । પ્રશ્ન ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જેમ ઉપયોગરૂપ યા ક્ષયોપરામરૂપ અચક્ષુર્દર્શન માનવામાં આવે છે તો તેવી જ રીતે ચક્ષુર્દર્શન કેમ માનવામાં નથી આવતું ?
ઉત્તર - ચક્ષુર્દર્શન નેત્રરૂપ વિરોષઇન્દ્રિયજન્ય દર્શનને કહે છે. આવું દર્શન તે જ સમયે માનવામાં આવે છે કે જ્યારે દ્રવ્યચક્ષુ હોય. તેથી જ ચક્ષુર્દર્શનને ઇન્દ્રિયપર્યાસિ પૂર્ણ થયા પછી જ માનવામાં આવ્યું છે. અચક્ષુર્દર્શન કોઈ એક ઈન્દ્રિજન્ય સામાન્ય ઉપયોગને કહેવામાં નથી આવતું પરંતુ નેત્રભિન્ન કોઈ પણ દ્રવ્યેન્દ્રિયથી થનાર, દ્રવ્યમનથી થનાર કે દ્રવ્યેન્દ્રિય તથા દ્રવ્યમનના અભાવમાં ક્ષયોપરામમાત્રથી થનાર સામાન્ય ઉપયોગને કહેવામાં આવે છે. તેથી અચક્ષુર્ફાર્ક્શનને ઇન્દ્રિયપર્યાસિ પૂર્ણ થયા પહેલાં અને પછી બન્ને અવસ્થામાં માનેલ છે.
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org