Book Title: Panchkarmagranthparishilan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 97
________________ ૮૮ પંચકર્મગ્રન્યપરિશીલન (2) વક્રગતિના કાલપરિમાણની બાબતમાં એ નિયમ છે કે વક્રગતિના સમયોની સંખ્યા વળાંકોની (વિગ્રહોની) સંખ્યા જે હોય તેનાથી એક અધિક જ હોય છે. અર્થાત્ જે ગતિમાં એક વળાંક હોય તે ગતિનું કાલમાન બે સમયોનું, તેવી જ રીતે ત્રિવિગ્રહગતિનું કાલમાન ત્રણ સમયોનું અને ત્રિવિગ્રહગતિનું કાલમાન ચાર સમયોનું છે. આ નિયમની બાબતમાં શ્વેતાઅરો અને દિગમ્બરો વચ્ચે કોઈ મતભેદ નથી. હા, ઉપર ચતુર્વિગ્રહગતિના મતાન્તરનો ઉલ્લેખ ર્યો છે, તે અનુસાર તે ગતિનું કાલમાન પાંચ સમયોનું દર્શાવ્યું છે. (3) વિગ્રહગતિમાં અનાહારકત્વના મલમાનનો વિચાર વ્યવહાર અને નિશ્ચય બન્ને દષ્ટિએ થયેલો મળે છે. વ્યવહારવાદીઓનો અભિપ્રાય એ છે કે પૂર્વશરીર છોડતી વખતે વગતિનો જે પ્રથમ સમય છે તેમાં પૂર્વશરીરયોગ્ય કેટલાક મુદ્દગલ લોમાહાર દ્વારા ગ્રહણ કરાય છે. બૃહત્સંગ્રહણી ગાથા 326 તથા તેની ટીકા અને લોકપ્રકાશ સર્ગ 3 શ્લોક 1107થી આગળ જુઓ. પરંતુ નિશ્ચયવાદીઓનો અભિપ્રાય એ છે કે પૂર્વશરીર છૂટવાના સમયમાં અર્થાત્ વક્રગતિના પ્રથમ સમયમાં ન તો પૂર્વશરીરનો સંબંધ છે અને ન તો નવા શરીરનો સંબંધ છે કારણ કે તે તો બન્યું જ નથી. તેથી તે પ્રથમ સમયમાં કોઈપણ પ્રકારના આહારનો સંભવ નથી. જુઓ લોકપ્રકાશ સર્ગ ૩ શ્લોક ૧૧૧૫થી આગળ. વ્યવહારવાદી હોય કે નિશ્ચયવાદી હોય, બન્નેય આ વાતને તો બરાબર માને છે કે વક્રગતિના અંતિમ સમયમાં, જ્યારે જીવ નવીન સ્થાનમાં ઉત્પન્ન થાય છે ત્યારે, આહારગ્રહણ અવશ્ય થાય છે. વ્યવહાર નય અનુસાર અનાહારત્વનું કાલમાન આ પ્રમાણે સમજવું જોઈએ - જેની કાલમર્યાદા બે સમયની છે તે એક વિગ્રહવાળી ગતિના બને સમયમાં જીવ આહારક જ હોય છે કેમ કે પ્રથમ સમયમાં પૂર્વરારીરયોગ્ય લોમાહારનું ગ્રહણ કરવામાં આવે છે અને બીજા સમયમાં નવીનશરીરયોગ્ય આહારનું ગ્રહણ કરવામાં આવે છે. બે વિગ્રહવાળી ગતિ જે ત્રણ સમયની હોય છે અને ત્રણ વિગ્રહવાળી ગતિ જે ચાર સમયની હોય છે તેમાં પ્રથમ અને અંતિમ સમયમાં આહારકત્વ હોવા છતાં પણ વચ્ચેના સમયમાં અનાહારક અવસ્થા મળે છે. અર્થાત્ દ્વિવિગ્રહ ગતિની મધ્યમાં એક સમય સુધી અને ત્રિવિગ્રહો ગતિમાં પ્રથમ અને અતિમ સમયને છોડી વચ્ચેના બે સમય સુધી અનાહારક સ્થિતિ હોય છે. વ્યવહારનયનો એ મત કે વિગ્રહની સંખ્યાની અપેક્ષાએ અનાહારકત્વના સમયની સંખ્યા એક ઓછી જ હોય છે તત્ત્વાર્થસૂત્ર 2.31માં તથા તેના ભાષ્યમાં અને ટીકામાં નિર્દિષ્ટ છે. સાથે સાથે જ ટીકામાં વ્યવહારનય અનુસાર ઉપર્યુક્ત પાંચ સમયના પરિમાણવાળી ચતુર્વિગ્રહવતી ગતિના મતાન્તરને લઈને ત્રણ સમયનું અનાહારકત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. સારાંશ એ કે વ્યવહારનયની અપેક્ષાએ ત્રણ સમયનું અનાહારકત્વ ચતુર્વિગ્રહવતી ગતિના મતાન્તરમાં જ ઘટી શકે છે, અન્યથા ઘટતું નથી. નિશ્ચયદષ્ટિ અનુસાર એ વાત નથી. તેના અનુસાર તો જેટલા વિગ્રહ તેટલા જ સમયો અનાહારત્વના હોય છે. તેથી તે દષ્ટિ અનુસાર એક વિગ્રહવાળી વગતિમાં એક સમય, બે વિગ્રહવાળી વક્રગતિમાં બે સમયો અને ત્રણ વિગ્રહવાળી વગતિમાં ત્રણ સમય અનાહારકત્વના સમજવા જોઈએ. આ વાત દિગમ્બર પ્રસિદ્ધ તત્ત્વાર્થસૂત્ર 2.30 સૂત્રમાં તથા તે ઉપરની સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિક ટીકાઓમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130